Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૩૭ યા વેધક આદિ બ્રાહ્મણ પરંપરામાં પ્રસિદ્ધ રહ્યા હતા. આમ પ્રકૃતિમાં જૈન અને બૌદ્ધ પરંપરાઓ તુલ્ય હોવા છતાં પણ બ્રાહ્મણ વિદ્વાનો સાથેના પ્રથમ સંપર્ક અને સંઘર્ષની પ્રધાનતાના કારણે જ બૌદ્ધ પરંપરામાં બ્રાહ્મણ પરંપરાનુસારી છલ આદિનું સમર્થન પહેલાં કરવામાં આવ્યું. જો આ વિષયમાં બ્રાહ્મણ પરંપરા ઉપર બૌદ્ધ પરંપરાનો પ્રથમ પ્રભાવ હોત તો કોઈને કોઈ અતિ પ્રાચીન બ્રાહ્મણ ગ્રન્થમાં તથા બૌદ્ધ ગ્રન્થમાં બૌદ્ધ પ્રકૃતિ અનુસાર છલ આદિના વર્જનનો જ ઐકાન્તિક ઉપદેશ હોત. જો કે બૌદ્ધ તાર્કિકોએ શરૂઆતમાં છલ આદિના સમર્થનને બ્રાહ્મણ પરંપરામાંથી અપનાવ્યું પરંતુ પછીથી તેમને એ સમર્થનની પોતાના ધર્મની પ્રકૃતિ સાથે વિશેષ અસંગતિનું ભાન થઈ ગયું, પરિણામે તેમણે તેમના પ્રયોગનો સ્પષ્ટ અને સયુક્તિક નિષેધ જ કર્યો. પરંતુ આ વિષયમાં જૈન પરંપરાની સ્થિતિ નિરાળી જ રહી. એક તો તે બૌદ્ધ પરંપરાની અપેક્ષાએ ત્યાગ અને ઉદાસીનતામાં વિશેષ પ્રસિદ્ધ રહી, બીજું તેના નિર્ઝન્થ ભિક્ષુઓ શરૂઆતમાં બ્રાહ્મણ તાર્કિકોના સંપર્ક અને સંઘર્ષમાં એટલા ન આવ્યા જેટલા બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા, ત્રીજું તે પરંપરામાં સંસ્કૃત ભાષા તથા તદાશ્રિત વિદ્યાઓનો પ્રવેશ બહુ જ ધીમેથી અને પાછળથી થયો. જયારે આ થયું ત્યારે પણ જૈન પરંપરાની ઉત્કટ ત્યાગની પ્રકૃતિએ તેના વિદ્વાનોને છલ આદિના પ્રયોગનું સમર્થન કરવામાંથી બિલકુલ જ રોક્યા. આ જ કારણ છે કે સૌથી પ્રાચીન અને પ્રાથમિક જૈન તર્કગ્રન્થોમાં છલ આદિના પ્રયોગનો સ્પષ્ટ નિષેધ અને પરિહાસ માત્ર છે. આવું હોવા છતાં પણ આગળ ઉપર જૈન પરંપરાને જયારે બીજી પરંપરાઓનો વારંવાર વાદમાં સામનો કરવો પડ્યો ત્યારે તેને અનુભવ થયો કે છલ આદિના પ્રયોગનો એકાન્તિક નિષેધ વ્યવહાર્ય નથી. આ અનુભવના કારણે કેટલાક જૈન તાર્કિકોએ છલ આદિના પ્રયોગનું આપવાદિક રૂપે અવસ્થાવિશેષમાં સમર્થન પણ કર્યું. આમ અત્તે બૌદ્ધ અને જૈન બન્ને પરંપરાઓ એક યા બીજા રૂપે સમાન ભૂમિકા ઉપર આવી ગઈ. બૌદ્ધ વિદ્વાનોએ પહેલાં છલ આદિના પ્રયોગનું સમર્થન કરીને પછી તેનો નિષેધ કર્યો, જ્યારે જૈન વિદ્વાનોએ પહેલા આત્મત્તિક વિરોધ કરીને છેવટે અંશતઃ તેની સાથે સહમત થયા. એ ધ્યાનમાં રહે કે છલ આદિના આપવાદિક પ્રયોગનું સમર્થન શ્વેતામ્બર તાર્કિકોએ જ કર્યું છે પરંતુ એવું સમર્થન દિગમ્બર તાર્કિકોએ કર્યું હોય એવું જોવામાં નથી આવ્યું. આ ભેદનાં બે કારણો જણાય છે. એક તો એ કે દિગમ્બર
૧. જુઓ સિદ્ધસેનત વાદદ્વાત્રિશિકા. ૨. યમેવ વિધેયતત્ તત્ત્વરેન તપસ્વિના છે
રેશાવેલાડચોડપિ વિજ્ઞાય પુસ્નાપવમ્ યશોવિજયકૃત વાદદ્વત્રિશિકા, શ્લોક ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org