Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪ ૨૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા ફલિત થાય છે. પ્રશસ્તપાદે પણ છ છ સાધર્મ અને વૈધર્મ દષ્ટાન્નાભાસોનું નિરૂપણ કર્યું છે. ન્યાયપ્રવેશ અને પ્રશસ્તપાદના નિરૂપણમાં ઉદાહરણ અને ભાવ એકસરખાં જ છે, અલબત્ત બન્નેનાં નામકરણમાં અત્તર અવશ્ય છે. પ્રશસ્તપાદ દૃષ્ટાન્તાભાસ શબ્દના બદલે નિદર્શનાભાસ શબ્દનો પ્રયોગ પસંદ કરે છે કેમ કે તેમની અભિમત ન્યાયવાક્યની પરિપાટીમાં ઉદાહરણનો બોધક નિદર્શન શબ્દ આવે છે. આ સામાન્ય નામ સિવાય પણ ન્યાયપ્રવેશ અને પ્રશસ્તપાદગત વિશેષ નામોમાં માત્ર પર્યાયભેદ છે. માઠર (કારિકા પ) પણ નિદર્શનાભાસ શબ્દ જ પસંદ કરે છે. તે પ્રશસ્તપાદને અનુસરતા જણાય છે. જો કે પ્રશસ્તપાદ અનુસાર નિદર્શનાભાસની કુલ સંખ્યા બારની થાય છે અને માઠર દસ સંખ્યાનો ઉલ્લેખ કરે છે. પરંતુ આ સંખ્યાભેદનું કારણ આશ્રયાસિદ્ધ નામના બે સાધર્મ-વૈધર્મ દષ્ટાન્નાભાસની માઠરે વિવક્ષા નથી કરી એ જ છે એવું જણાય છે. - જયન્ત (ન્યાયમંજરી, પૃ. ૫૮૦) ન્યાયસૂત્રની વ્યાખ્યા કરતી વખતે પૂર્વવર્તી બૌદ્ધ-વૈશેષિક આદિ ગ્રન્થગત દષ્ટાન્નાભાસનું નિરૂપણ જોઈને ન્યાયસૂત્રમાં આ નિરૂપણની ખોટનો અનુભવ કર્યો અને તેણે ન્યાયપ્રવેશવાળા બધાં દૃષ્ટાન્નાભાસોને
અપનાવી લીધા અને પોતાના માન્ય ઋષિની નિરૂપણની ખોટને ભારતીય ટીકાકાર શિષ્યોની રીતે ભક્ત તરીકે દૂર કરી. ન્યાયસારમાં (પૃ. ૧૩) ઉદાહરણાભાસ નામથી છ સાધમ્પના અને છ વૈધર્મના એમ બાર આભાસ તે જ છે જે પ્રશસ્તપાદમાં છે. તે સિવાય ન્યાયસારમાં અન્યના નામથી ચાર સાધમ્મના વિષયમાં સંદિગ્ધ અને ચાર વૈધર્મેના વિષયમાં સંદિગ્ધ એવા આઠ સન્દિગ્ધ ઉદાહરણાભાસ પણ આપ્યા છે. સદ્િધુ ઉદાહરણાભાસોની સૃષ્ટિ ન્યાયપ્રવેશ અને પ્રશસ્તપાદ પછીની જણાય છે. ધર્મકીર્તિએ સાધર્મ્સના નવ અને વૈધર્મના નવ એમ અઢાર દષ્ટાન્તાભાસોનું સવિસ્તર વર્ણન કર્યું છે. એવું જણાય છે કે ન્યાયસારમાં અન્યના નામથી જે સાધમ્ય અને
१. अनेन निदर्शनाभासा निरस्ता भवन्ति । तद्यथा नित्यः शब्दोऽमूर्तत्वात् यदमूर्तं दृष्टं तनित्यम् यथा
परमाणुर्यथा कर्म यथा स्थाली यथा तमः अम्बरवदिति यद् द्रव्यं तत् क्रियावद् दृष्टमिति च लिङ्गानुमेयोभयाश्रयासिद्धाननुगतविपरीतानुगताः साधर्म्यनिदर्शनाभासाः । यदनित्यं तन्मूर्तं दृष्टं यथा कर्म यथा परमाणुर्यथाकाशं यथा तमः घटवत् यनिष्क्रियं तदद्रव्यं चेति लिङ्गानुमेयोभयाव्यावृत्ता
શ્રયસિદ્ધાવ્યાવૃત્તવિપરીત વ્યવૃત્તિ વૈધMનિવર્શનાબાસા તિા પ્રશસ્તપાદભાષ્ય, પૃ. ૨૪૭. ૨. બચે તુ સંવેદારે પરીનષ્ટ વુદાદરામસાત્ વત્તા નિધસાધ્વ: .... સધિસાધનઃ...
વિંધોમઃ .... સિધાશ્રય: .... ક્ષધિસાધ્ય વ્યાવૃત્ત: ... નિધસાધનાવ્યાવૃત્તઃ ..... સાિધોપચાવ્યાવૃત્ત: ... ધિાશ્રય: ... ન્યાયસાર, પૃ. ૧૩-૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org