Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૨૯ વૈધર્મના ચાર ચાર ઉદાહરણાભાસ આપ્યા છે તે આઠ સન્દિગ્ધભેદોની કોઈ પૂર્વવર્તી પરંપરાનું સંશોધન કરીને ધર્મકીર્તિએ સાધર્મ અને વૈધર્મના ત્રણ ત્રણ જ દિગ્ધ દષ્ટાન્તભાસો રાખ્યા. દૃષ્ટાન્તાભાસોની સંખ્યા, ઉદાહરણ અને તેની પાછળનો સાંપ્રદાયિક ભાવ આ બધી વાતોમાં ઉત્તરોત્તર વિકાસ થતો ગયો જે ધર્મકીર્તિ પછી પણ ચાલુ રહ્યો.
જૈન પરંપરામાં, જયાં સુધી આપણે જાણીએ છીએ ત્યાં સુધી, સૌપ્રથમ દૃષ્ટાન્નાભાસનું નિરૂપણ કરનાર સિદ્ધસેન જ છે. તેમણે બૌદ્ધ પરંપરાના દૃષ્ટાન્નાભાસ શબ્દને જ પસંદ કર્યો, વૈદિક પરંપરાના નિદર્શનાભાસ અને ઉદાહરણાભાસ શબ્દોને પસંદ ન કર્યા. સિદ્ધસેને પોતાના સંક્ષિપ્ત કથનમાં સંખ્યાનો નિર્દેશ તો નથી કર્યો પરંતુ જણાય છે કે તે આ વિષયમાં ધર્મકીર્તિની જેમ જ નવ નવ દષ્ટાન્નાભાસોને માનનારા છે. માણિક્યનન્દીએ તો પૂર્વવર્તી બધાના વિસ્તારને ઓછો કરીને સાધર્મ અને વૈધર્યના ચાર ચાર એમ કુલ આઠ જદષ્ટાન્તાભાસો દર્શાવ્યા છે (પરીક્ષામુખ, ૬.૪૦૪૫) અને કેટલાંક ઉદાહરણો પણ બદલીને નવાં રચ્યાં છે. વાદી દેવસૂરિએ તો ઉદાહરણ દેવામાં માણિક્યનન્દીનું અનુકરણ કર્યું પરંતુ ભેદોની સંખ્યા, નામ આદિમાં અક્ષરશઃ ધર્મકીર્તિનું જ અનુકરણ કર્યું છે. આ પ્રસંગે વાદી દેવસૂરિએ એક નવી વાત જરૂર કરી. તે એ કે ધર્મકીર્તિએ ઉદાહરણ દેવામાં વૈદિક ઋષિ અને જૈન તીર્થકરોનું લધુત્વ દર્શાવ્યું હતું તેનો બદલો વાદી દેવસૂરિએ સંભવિત ઉદાહરણોમાં તથાગત બુદ્ધનું લઘુત્વ દર્શાવીને પૂરેપૂરો વાળ્યો. ધર્મકીર્તિએ પોતાના પૂજ્ય પુરુષો ઉપર તર્કશાસ્ત્રમાં કરેલા પ્રહારને વાદિદેવ સહન ન કરી શક્યા અને તેનો બદલો તર્કશાસ્ત્રમાં જ પ્રતિબદી રૂપે વાળ્યો.
१. साधयेणात्र दृष्टान्तदोषा न्यायविदीरिताः । अपलक्षणहेतूत्थाः साध्यादिविकलादयः॥ वैधये॒णात्र
દૃષ્ટાન્તોષા ચાવવરિતા: સાપ્યાધનપુરમાનામનિવૃત્તેશ સંશયાત્ ા ન્યાયાવતાર, ૨૪-૨૫. २. यथा नित्यः शब्दोऽमूर्तत्वात्, कर्मवत् परमाणुवद् घटवदिति साध्यसाधनधर्मोभयविकलाः । तथा
सन्दिग्धसाध्यधर्मादयश्च, यथा रागादिमानयं वचनाद्रथ्यापुरुषवत्, मरणधर्मोऽयं पुरुषो रागादि-- मत्त्वाद्रथ्यापुरुषवत्, असर्वज्ञोऽयं रागादिमत्त्वाद्रथ्यापुरुषवत् इति । अनन्वयोऽप्रदर्शितान्वयश्च, यथा यो वक्ता स रागादिमानिष्टपुरुषवत्, अनित्यः शब्दः कृतकत्वाद् घटवत् इति । तथा विपरीतान्वयः, यदनित्यं तत् कृतकमिति । साधर्म्यण । वैधर्मेणापि, परमाणुवत् कर्मवदाकाशवदिति साध्याद्यव्यतिरेकिणः । तथा सन्दिग्धसाध्यव्यतिरेकादयः, यथाऽसर्वज्ञाः कपिलादयोऽनाप्ता वा, अविद्यमानसर्वज्ञताप्ततालिङ्गभूतप्रमाणातिशयशासनत्वादिति, अत्र वैधर्योदाहरणम्, य: सर्वज्ञः आप्तो वा स ज्योतिर्ज्ञानादिकमुपदिष्टवान्, तद्यथर्षभवर्धमानादिरिति, तत्रासर्वज्ञतानाप्ततयोः साध्यधर्मयोः सन्दिग्धो व्यतिरेकः । सन्दिग्धसाधनव्यतिरेको यथा न त्रयीविदा ब्राह्मणेन
Jain
www.jainelibrary.org
For Private & Personal Use Only
Wucation International