Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૨૭ નો પ્રયોગ કર્યો છે તે જરૂરી જણાતો નથી. જે હો તે, પરંતુ આ વિષયમાં પ્રભાચન્દ્ર, વાદિદેવ અને હેમચન્દ્ર આ ત્રણેનો એક જ માર્ગ છે કે તે બધા પોતપોતાના ગ્રંથોમાં ભાસર્વજ્ઞના આઠ પ્રકારના અનૈકાન્તિકને લઈને પોતપોતાનાં લક્ષણોમાં સમાવિષ્ટ કરે છે. પ્રભાચન્દ્ર (પ્રમેયકમલમાર્તડ, પૃ. ૧૯૨ B) સિવાય બીજાઓના ગ્રંથોમાં તો આઠ ઉદાહરણો પણ તે જ છે જે ન્યાયસારમાં છે. પ્રભાચને કેટલાંક ઉદાહરણો બદલ્યાં
અહીં એ યાદ રહે કે કોઈ જૈનાચાર્યે સાધ્યસંદેહનત્વ કે સાધ્યભિચારને અનૈકાન્તિકતાના નિયામક તરીકે માનવાન માનવાની બૌદ્ધ-વૈશેષિકગ્રWગત ચર્ચાને લીધી નથી.
પૃ. ૨૪૦ “થે રા' – તુલના – પક્ષત્રયવ્યાપો યથા નિત્યક ન્દ્રઃ પ્રમેયવાન્ ! ન્યાયસાર, પૃ. ૧૦. ન્યાયપ્રવેશ, પૃ. ૩. પ્રમેયકમલમાર્તડ, પૃ. ૧૯૨ B. સ્યાદ્વાદરત્નાકર, પૃ. ૧૨ ૨૮
અ. ૨. આ.૧. સૂત્ર ૨૨-૨૭. પૃ. ૨૪૨-૨૪૯ પરાર્થાનુમાનના પ્રસંગમાં હેત્વાભાસનું નિરૂપણ બહુ પ્રાચીન છે. કણાદસૂત્ર (૩.૧.૧૫) અને ન્યાયસૂત્રમાં (૧.૨.૪-૯) તે સ્પષ્ટ અને વિસ્તૃત છે. પરંતુ દૃષ્ટાન્તાભાસનું નિરૂપણ એટલું પ્રાચીન જણાતું નથી. જો દષ્ટાન્તાભાસનો વિચાર પણ હેત્વાભાસ જેટલો જ પુરાતન હોત તો તેનું સૂચન કણાદ યા ન્યાયસૂત્રમાં વસ્તુઓછું જરૂર મળત. જે હો તે, એટલું તો નિશ્ચિત છે કે હેત્વાભાસની કલ્પના ઉપરથી જ પછીથી ક્યારેક દૃષ્ટાન્તાભાસ, પક્ષાભાસ આદિની કલ્પના થઈ અને તેમનું નિરૂપણ થવા લાગ્યું. આ નિરૂપણ પ્રથમ વૈદિક તાર્કિકોએ શરૂ કર્યું કે બૌદ્ધ તાર્કિકોએ એ અંગે અત્યારે કંઈ પણ નિશ્ચિત કહી શકાતું નથી.
દિનાગના મનાતા ન્યાયપ્રવેશમાં પાંચ સાધમ્મ અને પાંચ વૈધર્મે એવા દસ દૃષ્ટાન્નાભાસ છે. જો કે મુખ્યપણે પાંચ પાંચના એવા બે વિભાગો તેમાં છે તેમ છતાં ઉભયસિદ્ધ નામના દૃષ્ટાન્નાભાસના અવાજોર બે પ્રકાર પણ તેમાં કર્યા છે જેથી વસ્તુત: ન્યાયપ્રવેશ અનુસાર છ સાધર્મ્સ દષ્ટાન્નાભાસો અને છ વૈધમ્મ દષ્ટાન્નાભાસો
૧. દુષ્ટના માસો દિવિધ: સાધર્મેખ વૈધર્ટે ૨... તત્ર સાધર્મે .. તથા સાધનધમસિદ્ધ
साध्यधर्मासिद्धः उभयधर्मासिद्धः अनन्वयः विपरीतान्वयश्चेति । .... वैधयेणापि दृष्टान्ताभासः पञ्चप्रकारः तद्यथा साध्याव्यावृत्तः साधनाव्यावृत्त: उभयाव्यावृत्तः अव्यतिरेकः विपरीतव्यतिरेવતિ ... ન્યાયપ્રવેશ, પૃ. ૫-૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org