Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
પૃ. ૨૧૨ ‘૩મયસિદ્ધો ધર્મી'
તુલના
પ્રમેયરત્નમાલા, ૩. ૩૧.
www
અ. ૧. આ. ૨. સૂત્ર ૧૮-૨૩ પૃ. ૨૧૩-૨૧૬ દૃષ્ટાન્ત અંગે અહીં આ ત્રણ બાબતો પ્રસ્તુત છે - (૧) અનુમાનાંગત્વનો પ્રશ્ન, (૨) લક્ષણ અને (૩) ઉપયોગ. (૧) ધર્મકીર્તિએ હેતુના ઐરૂખનું કથન જે હેતુસમર્થનના નામે પ્રસિદ્ધ છે તેમાં જ દૃષ્ટાન્તનો સમાવેશ કરી દીધો છે, તેથી જ તેમના મતાનુસાર દૃષ્ટાન્ત હેતુસમર્થનઘટક રૂપે અનુમાનનું અંગ છે અને તે પણ અવિદ્વાનોના માટે. વિદ્વાનોના માટે તો ઉક્ત સમર્થન વિના હેતુમાત્ર જ કાર્યસાધક બને છે (પ્રમાણવાર્તિક, ૧.૨૮), તેથી દૃષ્ટાન્ત તેમના માટે અનુમાનાંગ નથી. માણિક્યનન્દી (૩.૩૭-૪૨), દેવસૂરિ (પ્રમાણનયતત્ત્વાલોક, ૩.૨૮, ૩૪-૩૮) અને આચાર્ય હેમચન્દ્ર બધાએ દૃષ્ટાન્તને અનુમાનાંગ નથી માન્યું અને વિકલ્પ દ્વારા અનુમાનમાં તેની ઉપયોગિતાનું ખંડન પણ કર્યું છે, તો પણ તે બધાએ મન્દમતિ શિષ્યો માટે પરાનુમાનમાં (પ્રમાણનયતત્ત્વાલોક, ૩.૪૨ ; પરીક્ષામુખ, ૩.૪૬) તેને વ્યાપ્તિસ્મારક તરીકે દર્શાવ્યું છે, એટલે પ્રશ્ન થાય છે કે તેમના દ્વારા કરવામાં આવેલ દૃષ્ટાન્તના અનુમાનાંગત્વના ખંડનનો અર્થ શું છે ? તેનો જવાબ એ જ છે કે તેમણે દૃષ્ટાન્તની અનુમાનાંગતાનો જે પ્રતિષેધ કર્યો છે તે સકલાનુમાનની દૃષ્ટિએ કર્યો છે અર્થાત્ અનુમાન માત્રમાં દૃષ્ટાન્તને તેઓ અંગ માનતા નથી. સિદ્ધસેને પણ આ જ ભાવ સંક્ષેપમાં સૂચિત કર્યો છે (ન્યાયાવતાર, ૨૦). તેથી જ વિચાર કરતાં બૌદ્ધ અને જૈન તાત્પર્યમાં કોઈ ખાસ અંત૨ જણાતું નથી.
૪૧૨
Bendicanddoe
――
(૨) દૃષ્ટાન્તનું સામાન્ય લક્ષણ ન્યાયસૂત્રમાં (૧.૧.૨૫) છે પરંતુ બૌદ્ધ ગ્રંથોમાં તે દેખાતું નથી. માણિક્યનન્દીએ પણ સામાન્ય લક્ષણ આપ્યું નથી જેમ સિદ્ધસેને નથી આપ્યું, પરંતુ દેવસૂરિ (પ્રમાણનયતત્ત્વાલોક, ૩.૪૦) અને આચાર્ય હેમચન્દ્ર સામાન્ય લક્ષણ પણ દર્શાવી દીધું છે. ન્યાયસૂત્રનું દષ્ટાન્તલક્ષણ એટલું તો વ્યાપક છે કે અનુમાનથી ભિન્ન સામાન્ય વ્યવહારમાં પણ તે લાગુ પડી જાય છે, જ્યારે જૈનોનું સામાન્ય દૃષ્ટાન્તલક્ષણ માત્ર અનુમાનોપયોગી છે. સાધર્મ્સ-વૈધર્મા રૂપે દૃષ્ટાન્તના બે ભેદ અને તેમનાં અલગ અલગ લક્ષણો ન્યાયપ્રવેશ (પૃ. ૧-૨), ન્યાયાવતારમાં (કારિકા ૧૭-૧૮) તેવાં જ દેખાય છે જેવાં પરીક્ષામુખ (૩.૪૭થી) આદિ (પ્રમાણનયતત્ત્વલોક, ૩.૪૧થી) ઉત્તરાકલીન ગ્રંથોમાં દેખાય છે.
Jain Education International
(૩) દૃષ્ટાન્તના ઉપયોગ અંગે જૈન વિચારસરણી ઐકાન્તિક નથી. જૈન તાર્કિક પરાર્થનુમાનમાં જ્યાં શ્રોતા અવ્યુત્પન્ન હોય ત્યાં જ દૃષ્ટાન્તનું સાર્થક્ય માને છે. સ્વાર્થનુમાનસ્થલમાં પણ જે પ્રમાતા વ્યાપ્તિસંબંધને ભૂલી ગયો હોય તેને તેનું સ્મરણ કરાવવા માટે દૃષ્ટાન્તની ચરિતાર્થતા જૈન તાર્કિકો માને છે (સ્યાદ્વાદરત્નાકર, ૩.૪૨).
For Private & Personal Use Only
www.jainelibrary.org