Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
બીજા અધ્યાયનું પ્રથમ આહ્નિક
અ.૨. આ.૧. સૂત્ર ૧-૨. પૃ. ૨૧૭-૨૧૮ પરાર્થનુમાનની ચર્ચા વૈદિક, બૌદ્ધ અને જૈન ત્રણે પરંપરાઓમાં મળે છે. એમ તો સ્વાર્થ અને પરાર્થ અનુમાનનો વિભાગ કણાદ અને ન્યાયસૂત્રમાં સૂચિત થાય છે, તો પણ ઉપલભ્ય પ્રમાણગ્રંથોમાં પરાર્થ અનુમાનનો સ્પષ્ટ લક્ષણનિર્દેશ પ્રશસ્તપાદ અને ન્યાયપ્રવેશમાં જ પ્રાચીન જણાય છે. પ્રશસ્તપાદના અનુગામી ભાસર્વજ્ઞ (ન્યાયસાર, પૃ. ૫) આદિ બધો નૈયાયિકોએ પ્રશસ્તપાદના જ કથનને થોડા ફેરફાર સાથે પુનઃ કહ્યું છે. ન્યાયપ્રવેશગત પરાર્થાનુમાનનો જે લક્ષણનિર્દેશ છે તેને જ પછી ધર્મકીર્તિ (ન્યાયબિન્દુ, ૩.૧), શાન્તરક્ષિત (તત્ત્વસંગ્રહ, કારિકા ૧૩૬૩) આદિ બૌદ્ધ તાર્કિકોએ વિશેષ સ્પષ્ટ કરીને કહ્યો છે. જ્યાં સુધી આપણે જાણીએ છીએ ત્યાં સુધી, જૈન પરંપરામાં પરાથનુમાનનું સ્પષ્ટ લક્ષણ દર્શાવનાર સૌપ્રથમ સિદ્ધસેન દિવાકર જ છે (ન્યાયાવતાર, ૧૩). પાછળના જૈન તાર્કિકોએ તેમના માર્ગનું અનુસરણ કર્યું છે (પરીક્ષામુખ, ૩.૫૫;પ્રમાણનયતત્તાલોક, ૩.૨૩).
આચાર્ય હેમચન્દ્ર પરાર્થાનુમાનના લક્ષણપ્રસંગે મુખ્યપણે બે વાતો લીધી છે. પહેલી વાત તો તેનો લક્ષ્ય-લક્ષણનિર્દેશ અને બીજી વાત છે શબ્દમાં આરોપ દ્વારા પરાર્થાનુમાનત્વના વ્યવહારનું સમર્થન. આ બન્ને વાતો વૈદિક, બૌદ્ધ અને જેને બધા પૂર્વવર્તી તર્મગ્રંથોમાં મળે છે. આરોપના બીજનું, જે લક્ષણો અંગે વિચાર કરતા આલંકારિક આદિ ગ્રંથોમાં દેખાય છે તેનું, સ્પષ્ટીકરણ પણ આચાર્ય હેમચન્દ્ર પૂર્વવર્તી આચાર્યોની જેમ જ કર્યું છે.
પૃ. ૨૧૮ ‘ ત દિન' – તુલના –પ્રમેયરત્નમાલા, ૩.૫૫૫૬. | પૃ. ૨૧૮ રૂપાત્ર' – તુલના – ન્યાયબિટીકા, ૩.૨.
૧. પચાવયવે વાત નિશ્ચિતાર્થપ્રતિપાદનં પરાથનુમાનમ્ પ્રશસ્તપાદભાષ્ય, પૃ. ૨૩૧. ૨. તત્ર પક્ષવિનાનિ સાધનમ્ | ન્યાયપ્રવેશ, પૃ. ૧. 3. मुख्यार्थबाधे तद्योगे रूढितोऽथ प्रयोजनात् । अन्योऽर्थो लक्ष्यते यत् सा लक्षणारोपिता किया ।
કાવ્યપ્રકાશ, ૨.૯. કાવ્યાનુશાસન, ૧.૧૭-૧૮.
29 Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org