Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૧૯ જૈન પરંપરા વસ્તુત: કણાદ, સાંખ્ય અને બૌદ્ધ પરંપરા અનુસાર ત્રણ જ હેત્વાભાસોને માને છે. સિદ્ધસેન અને વાદિદેવે (પ્રમાણનયતત્ત્વાલક, ૬.૪૭) અસિદ્ધ આદિ ત્રણનું જ વર્ણન કર્યું છે. આચાર્ય હેમચન્દ્ર પણ તે જ માર્ગના અનુગામી છે. આચાર્ય હેમચન્દ્ર ન્યાયસૂત્રોક્ત કાલાતીત આદિ બે હેત્વાભાસોનો નિરાસ કર્યો છે પરંતુ પ્રશસ્તપાદ અને ભાસર્વજ્ઞ માનેલા અનધ્યવસિત હેત્વાભાસનો નિરાસ નથી કર્યો. જૈન પરંપરામાં પણ આ સ્થાને એક મતભેદ છે – તે એ કે અકલંક અને તેમના અનુગામી માણિક્યનન્દી આદિ દિગમ્બર તાર્કિકોએ ચાર હેત્વાભાસો જણાવ્યા છે. તેમાં ત્રણ તો અસિદ્ધ આદિ સાધારણ જ છે પરંતુ ચોથો અકિંચિત્કર નામનો હેત્વાભાસ બિલકુલ નવો છે જેનો ઉલ્લેખ અન્યત્ર ક્યાંય દેખાતો નથી. પરંતુ અહીં યાદ રાખવું જોઈએ કે જયન્ત ભટ્ટે પોતાની ન્યાયમંજરીમાં અન્યથાસિદ્ધાપરપર્યાય અપ્રયોજક નામનો એક નવો હેત્વાભાસ માનનારને પૂર્વપક્ષરૂપે રજૂ કરેલ છે, આ પૂર્વપક્ષ વસ્તુતઃ જયન્ત પહેલાં ઘણા સમયથી ચાલતો આવતો હોય એવું જણાય છે. અપ્રયોજક અને અકિંચિત્કર આ બે શબ્દોમાં સ્પષ્ટ ભેદ હોવા છતાં આપાતતઃ તેમના અર્થમાં એકતાનો ભાસ થાય છે. પરંતુ જયન્ત અપ્રયોજકનો જે અર્થ દેખાડ્યો છે અને અકિંચિત્કરનો જે અર્થ માણિક્યનન્દીના અનુયાયી પ્રભાચજે કર્યો છે તેમનામાં બિલકુલ અત્તર છે, તેથી એ કહેવું કઠિન છે કે અપ્રયોજક અને અકિંચિત્કરનો વિચાર મૂળમાં એક છે; તો પણ એ પ્રશ્ન તો થાય છે જ કે પૂર્વવર્તી બૌદ્ધ યા જૈન ન્યાયગ્રંથોમાં અકિંચિત્કરનો નામનિર્દેશ નથી તો પછી અકલંકે તેને સ્થાન કેમ આપ્યું, તેથી એ સંભવ છે કે અપ્રયોજક યા અન્યથાસિદ્ધ માનનાર કોઈ પૂર્વવર્તી તાર્કિક ગ્રંથના આધારે જ અકલંકે અકિંચિત્કર
૧. સર્વપ્રતીતો વો વોડાથેવોપદ્યતે |
વિરુદ્ધો યોજથાપ્યત્ર યુોડનૈતિ: સ તું ન્યાયવતાર, ૨૩. ૨. સિદ્ધપુષત્વવિડ ધ્વનિત્યસ્વરાધને .
अन्यथासम्भवाभावभेदात् स बहुधा स्मृतः ॥ વિરુદ્ધસિધેિરરિઝરવિક્તઃ ન્યાયવિનિશ્ચય, ૨. ૧૯૫-૬. પરીક્ષામુખ, ૬.૨ ૧. 3. अन्ये तु अन्यथासिद्धत्वं नाम तद्भेदमुदाहरन्ति यस्य हेतोर्मिणि वृत्तिर्भवन्त्यपि साध्यधर्मप्रयुक्ता
भवति न, सोऽन्यथासिद्धो यथा नित्या मनःपरमाणवो मूर्तत्वात् घटवदिति .... स चात्र प्रयोज्यप्रयोजकभावो नास्तीत्यत एवायमन्यथासिद्धोऽप्रयोजक इति कथ्यते । कथं पुनरस्याप्रयोનવમવતમ્ ? ન્યાયમંજરી, પૃ. ૬૦૭. ४. सिद्धे निर्णिते प्रमाणान्तरात् साध्ये प्रत्यक्षादिबाधिते च हेतुर्न किञ्चित् करोति इति
ઝિનર્થ: પ્રમેયકમલમાર્તડ, પૃ. ૧૯૨A
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org