Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૧૧ ધર્મોત્તરીય વસ્તુને સૂત્રમાં જ અપનાવી લીધી જેનું દેવસૂરિએ પણ સૂત્ર દ્વારા જ અનુકરણ કર્યું. આચાર્ય હેમચન્ટે તેનું અનુકરણ તો કર્યું પરંતુ તેને સૂત્રબદ્ધ ન કરીને વૃત્તિમાં જ કહી દીધું.
(૪) બીજા બધા જૈન તાર્કિકોની જેમ આચાર્ય હેમચન્દ્ર પ્રમાણસિદ્ધ, વિકલ્પસિદ્ધ અને ઉભયસિદ્ધ રૂપે પક્ષના ત્રણ પ્રકારો દર્શાવ્યા છે. પ્રમાણસિદ્ધ પક્ષ માનવા અંગે તો કોઈનો પણ મતભેદ નથી જ, પરંતુ વિકલ્પસિદ્ધ અને ઉભયસિદ્ધ પક્ષ માનવામાં મતભેદ છે. વિકલ્પસિદ્ધ અને પ્રમાણ-વિકલ્પસિદ્ધ પક્ષની વિરુદ્ધ, જ્યાં સુધી જાણીએ છીએ ત્યાં સુધી, સૌપ્રથમ પ્રશ્ન ઉઠાવનાર ધર્મકીર્તિ જ છે. એ અત્યારે નિશ્ચિતપણે કહી શકાતું નથી કે ધર્મકીર્તિનો તે આક્ષેપ મીમાંસક ઉપર હતો કે જૈનો ઉપર કે બન્ને ઉપર. તો પણ એટલું તો નિશ્ચિતપણે કહી શકાય કે ધર્મકીર્તિના તે આક્ષેપનો સવિસ્તર જવાબ જૈન ગ્રંથોમાં જ જોવામાં આવે છે. જવાબની જૈન પ્રક્રિયામાં બધાએ ધર્મકીર્તિના તે આક્ષેપીય પદ્યને (પ્રમાણવાર્તિક, ૧.૧૯૨) ઉદ્ધત પણ કર્યું છે.
મણિકાર ગંગેશે પક્ષતાનું જે અન્તિમ અને સૂક્ષ્મતમ નિરૂપણ કર્યું છે તેનું આચાર્ય હેમચન્દ્રની કૃતિમાં આવવું સંભવતું જ ન હતું તો પણ પ્રાચીન અને અર્વાચીન બધાં પક્ષના લક્ષણોનો તુલનાત્મક વિચાર કર્યા પછી એટલું તો અવશ્ય કહી શકાય કે ગંગેશનો તે પરિષ્કૃત વિચાર બધા પૂર્વવર્તી નૈયાયિક, બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં પુરાણી પરિભાષામાં અને પુરાણી રીતે મળે છે. | પૃ. ૨૦૯ “પતન'– તુલના – અવ દેતુન્નક્ષને નિક્ષેતવ્ય ધર્મનુનેય ! अन्यत्र तु साध्यप्रतिपत्तिकाले समुदायोऽनुमेयः । व्यातिनिश्चयकाले तु धर्मोऽनुमेय इति दर्शयितुमत्र ग्रहणम् । जिज्ञासितो ज्ञातुमिष्टो विशेषो धर्मो યસ્ય : સ તથો: ! – ન્યાયબિન્દુટીકા, ૨.૮. પરીક્ષામુખ, ૩.૨૫, ૨૬,૩૨,૩૩. પ્રમાણનયતત્તાલોક, ૩.૧૬-૧૮.
પૃ. ૨૦૯ પ્રસિદ્ધિ' – તુલના–પ્રસિદ્ધો ધમતિ ા પરીક્ષામુખ, ૩.૨૭ પૃ. ૨૦૯ પર સર્વ વિ' – તુલના – પ્રમેયરત્નમાલા, ૩.૨૬-૨૭ પૃ. ૨૧૦ તત્ર યુક્તિસિવ' – તુલના – પરીક્ષામુખ, ૩. ૨૭-૩૧. પૃ. ૨૧૧ “નનું થમnિ' – તુલના – પ્રમેયરત્નમાલા, ૩. ૨૯. 'उच्यते - सिषाधयिषाविरहसहकृतसाधकप्रमाणाभावो यत्रास्ति स पक्षः, तेन सिषाधयिषाविरहसहकृतं साधकप्रमाणे यत्रास्ति स न पक्षः, यत्र साधकप्रमाणे सत्यसति वा सिषाधयिषा યત્ર વોયખાવતત્ર વિશિષ્ટ વર્િ પક્ષવમ્ ! ચિન્તામણિ, અનુમાનખંડ, ગાદાધરી, પૃ. ૪૩૧-૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org