Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૧૬
હેમચન્દ્રાચાર્યન પ્રમાણમીમાંસા ત્રણ અવયવોનો જ પ્રયોગ સ્વીકારે છે (સ્યાદ્વાદરત્નાકર, પૃ. ૫૫૯). પરંતુ આચાર્ય હેમચન્દ્ર તથા અનન્તવીર્યના કથનાનુસાર તેઓ ચાર અવયવોના પ્રયોગને માને છે (પ્રમેયરત્નમાલા, ૩.૩૭). શાલિકનાથ, જે મીમાંસક પ્રભાકરના અનુગામી છે તેમણે પોતાની પ્રકરણપંચિકામાં (પૃ. ૮૩-૮૫), તથા પાર્થસારથિ મિશ્ર શ્લોકવાર્તિકની વ્યાખ્યામાં (અનુ. શ્લોક પ૪) મીમાંસકસમ્મત ત્રણ અવયવોનું જ નિદર્શન કર્યું છે. વાદિદેવનું કથન શાલિકનાથ તથા પાર્થસારથિ અનુસાર જ છે પરંતુ આચાર્ય હેમચન્દ્ર તથા અનન્તવીર્યનું કથન તેમના અનુસાર નથી. જો આચાર્ય હેમચન્દ્ર અને અનન્તવીર્ય બન્ને મીમાંસકસમ્મત ચતુરવયવકથનમાં ભ્રાન્ત ન હોય તો સમજવું જોઈએ કે તેમની સામે ચતુરવયવવાદની કોઈ મીમાંસક પરંપરા રહી હશે જેનો તેમણે નિર્દેશ કર્યો છે. નૈયાયિક પાંચ અવયવોનો પ્રયોગ માને છે (૧.૧.૩૨.). બૌદ્ધ તાર્કિક વધુમાં વધુ હેતુ-દષ્ટાન્ત બે અવયવોનો જ પ્રયોગ સ્વીકારે છે (પ્રમાણવાર્તિક, ૧.૨૮; સ્યાદ્વાદરત્નાકર, પૃ. ૫૫૯) અને ઓછામાં ઓછો કેવળ હેતુનો જ પ્રયોગ સ્વીકારે છે (પ્રમાણવાતિક, ૧.૨૮). આ અનેકવિધ મતભેદો વચ્ચે જૈન તાર્કિકોએ પોતાનો મત, જેમ બીજી બાબતોમાં તેમ આ બાબતમાં પણ, અનેકાન્ત દષ્ટિ અનુસાર નિર્યુક્તિકાળથી જ સ્થિર કર્યો છે. દિગમ્બર-શ્વેતામ્બર બધા જ જૈનાચાર્યો અવયવપ્રયોગમાં કોઈ એક સંખ્યાને વળગી ન રહેતાં શ્રોતાની ન્યૂનાધિક યોગ્યતા અનુસાર જૂનાધિક સંખ્યાને સ્વીકારે છે.
માણિક્યનન્દીએ ઓછામાં ઓછા પ્રતિજ્ઞા-હેતુઆબે અવયવોના પ્રયોગને સ્વીકારી વિશિષ્ટ શ્રોતાની અપેક્ષાએ નિગમન સુધી પાંચ અવયવોના પ્રયોગનો પણ સ્વીકાર કર્યો છે (પરીક્ષામુખ, ૩.૩૭-૪૬). આચાર્ય હેમચન્દ્રનાં પ્રસ્તુત સૂત્રોના અને તેમની સ્વોપજ્ઞ વૃત્તિના શબ્દોથી પણ માણિક્યનન્દીકૃત સૂત્રો અને તેમની પ્રભાચન્દ્ર આદિકૃત વૃત્તિનો જ ઉક્ત ભાવ ફલિત થાય છે અર્થાત્ આચાર્ય હેમચન્દ્ર પણ ઓછામાં ઓછા - પ્રતિજ્ઞા-હેતુ એ બે અવયવોનો જ સ્વીકાર કરીને છેવટે પાંચ અવયવોનો પણ સ્વીકાર કરે છે. પરંતુ વાદિદેવનું મન્તવ્ય આનાથી જુદું છે. વાદિદેવસૂરિએ પોતાની સ્વોપજ્ઞ વ્યાખ્યામાં શ્રોતાની વિચિત્રતા દર્શાવતાં ત્યાં સુધી માની લીધું છે કે વિશિષ્ટ અધિકારીને માટે કેવળ એક હેતુનો જ પ્રયોગ પર્યાપ્ત છે (સ્યાદ્વાદરત્નાકર, પૃ. ૫૪૮), બૌદ્ધો १. जिणवयणं सिद्धं चेव भण्णए कत्थई उदाहरणं ।
आसज्ज उ सोयारं हेऊ वि कहिञ्चि भण्णेज्जा । कत्थइ पञ्चावयवं दसहा वा सव्वहा न पडिसिद्धं । न य पुण सव्वं भण्णई हंदी सविआरमक्खायं ॥
–દશવૈકાલિકનિર્યુક્તિ, ગાથા ૪૯-૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org