Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
४०६
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા बहुलं वा सहभावमात्रदर्शननिबन्धनः, नहि लोहलेख्यं वजं पार्थिवत्वात् काष्ठादिवत् इति तदन्यत्र पार्थिवत्वस्य लोहलेख्यत्वाविनाभावोऽपि तथाभावो भवति । यदि च पक्षीकृतादन्यत्रैव व्याप्तिरादर्शयितव्येति नियमः તવા સર્વે થે ક્ષણતાં માવેષ પ્રતિપાત્......તમાન્ – સ્વસાધ્વप्रतिबन्धात् हेतुः तेन व्याप्तः सिद्धयति स च विपर्यये बाधकप्रमाणवृत्त्या साध्यधर्मिण्यपि सिद्ध्यति इति न किंचिद् अन्यत्रानुवृत्त्यपेक्षया । अत एवान्यत्र [विनिश्चये] उक्तम् - यत् क्वचिद् दृष्टं तस्य यत्र प्रतिबन्धः તદિ: ત તદ્ રામજં તતિ વસ્તુપાતિિિત ! હેતુબિન્દુટીકા લિખિત, પૃ. ૧૫ ૩, ૧૬ B.
પૃ. ૧૯૭“સૂ શિના'-કાર્યલિંગક અનુમાનને તો બધા માને છે પરંતુ કારણલિંગક અનુમાનને માનવામાં મતભેદ છે. બૌદ્ધ તાર્કિક, ખાસ કરીને ધર્મકીર્તિ, ક્યાંય પણ કારણલિંગક અનુમાનનો સ્વીકાર નથી કરતા પરંતુ વૈશેષિક, નૈયાયિક બન્ને કારણલિંગક અનુમાનને પહેલેથી જ માનતા આવ્યા છે. પોતાના પૂર્વવર્તી બધા જૈનતાર્કિકોએ જેમ કારણલિગક અનુમાનનું ખૂબ જોરથી ઉપપાદન કર્યું છે તેમ આચાર્ય હેમચન્દ્ર પણ તેનું ઉપપાદન કર્યું છે. આચાર્ય હેમચન્દ્ર ન્યાયવાદી શબ્દ દ્વારા ધર્મકીર્તિને સૂચવે છે. જો કે આચાર્ય હેમચન્દ્ર ધર્મકીર્તિના મન્તવ્યનું નિરસન કરે છે તેમ છતાં તેમને ધર્મકીર્તિ પ્રત્યે જે વિશેષ આદરે છે તે ‘સૂક્ષ્મશિનાપિ' આ શબ્દથી પ્રગટ થાય છે.
પૃ. ૨૦૦ તથા ચેતન વિના'– કાર્યલિંગક અનુમાનને માનવામાં કોઈનો મતભેદ નથી તો પણ તેના કોઈ કોઈ ઉદાહરણમાં ખાસ્સો મતભેદ છે. ‘નીવત્ શરીર સાત્મ*મ્, પ્રાણાદિમીત્' આ અનુમાનને બૌદ્ધો સદનુમાન નથી માનતા, તેઓ તેને મિથ્યાનુમાન માનીને પ્રાણાદિહેતુને હેત્વાભાસમાં ગણાવે છે (ન્યાયબિન્દુ, ૩.૯૯). બૌદ્ધો બીજા દાર્શનિકોની જેમ શરીરમાં વર્તમાન નિત્ય આત્મતત્ત્વને નથી માનતા એટલે તેઓ અન્ય દાર્શનિકસમ્મત સાત્મકત્વનું પ્રાણાદિ દ્વારા અનુમાન નથી માનતા જ્યારે વૈશેષિક, નૈયાયિક, જૈન વગેરે બધાં પૃથગાત્મવાદી દર્શનો પ્રાણાદિ દ્વારા શરીરમાં આત્મસિદ્ધિ માનીને તેને સદનુમાન જ ગણે છે. તેથી જ આત્મવાદી દાર્શનિકો માટે આ સિદ્ધાન્ત આવશ્યક છે કે સપક્ષવૃત્તિત્વરૂપ અન્વયને સહેતુનું અનિવાર્ય રૂપ ન માનવું. કેવળ વ્યતિરેકવાળા અર્થાત્ અન્વયશૂન્ય લિંગને પણ તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org