Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા ન શક્યા. વ્યાવહારિક-પારમાર્થિક આદિ અનેક દૃષ્ટિઓનું અવલંબન લેવા છતાં વેદાન્તીઓ અન્ય બધી દષ્ટિઓને બ્રહ્મદષ્ટિથી ઉતરતા દરજ્જાની યા તો બિલકુલ અસત્ય માનવા મનાવવાના આગ્રહમાંથી બચી ન શક્યા. આનું એક માત્ર કારણ એ જ જણાય છે કે તે દર્શનોમાં વ્યાપકરૂપે અનેકાન્ત ભાવનાનું સ્થાન નથી રહ્યું જેવું કે જૈનદર્શનમાં રહ્યું છે. આ કારણે જૈનદર્શન બધી દૃષ્ટિઓનો સમન્વય પણ કરે છે અને બધી દૃષ્ટિઓને પોતપોતાના વિષયમાં તુલ્યબલ અને યથાર્થ પણ માને છે. ભેદ-અભેદ, સામાન્ય-વિશેષ, નિત્યત્વ-અનિત્યત્વ આદિતત્ત્વજ્ઞાનના પ્રાચીન મુદ્દાઓ પર જ સીમિત રહેવાના કારણે તે અનેકાન્ત દૃષ્ટિ અને તમ્મૂલક અનેકાન્ત વ્યવસ્થાપક શાસ્ત્ર પુનરુક્ત, ચર્વિતચર્વણ યા નવીનતાશૂન્ય જણાવાનો આપાતતઃ સંભવ છે, તેમ છતાં તે દૃષ્ટિ અને તે શાસ્ત્રનિર્માણની પાછળ અખંડ અને સજીવ સર્વાંશ સત્યને અપનાવવાની જે ભાવના જૈન પરંપરામાં રહી અને જે પ્રમાણશાસ્ત્રમાં અવતીર્ણ થઈ તેનામાં જીવનનાં બધાં ક્ષેત્રોમાં સફળપણે ઉપયોગી બનવાની પૂર્ણ યોગ્યતા છે જ અને તે કારણે જ તેને પ્રમાણશાસ્ત્રમાં જૈનોનો ફાળો ગણવાનું અનુપયુક્ત નથી.
તત્ત્વચિન્તનમાં અનેકાન્ત દૃષ્ટિનો વ્યાપક ઉપયોગ કરીને જૈન તાર્કિકોએ પોતાનાં આગમિક પ્રમેયો તથા સર્વસાધારણ ન્યાયનાં પ્રમેયોમાંથી જે જે મન્તવ્યો તાર્કિક દૃષ્ટિએ સ્થિર કર્યાં અને પ્રમાણશાસ્ત્રમાં જેમનું નિરૂપણ કર્યું તેમાંથી થોડાં એવાં મન્તવ્યોનો નિર્દેશ પણ ઉદાહરણ તરીકે અહીં કરી દેવો જરૂરી છે, જે મન્તવ્યો એક માત્ર જૈન તાર્કિકોની વિશેષતાને દર્શાવે છે. પ્રમાણવિભાગ, પ્રત્યક્ષનું તાત્ત્વિકત્વ, ઇન્દ્રિયજ્ઞાનના વ્યાપારનો ક્રમ, પરોક્ષના પ્રકાર, હેતુનું રૂપ, અવયવોની પ્રાયોગિક વ્યવસ્થા, કથાનું સ્વરૂપ, નિગ્રહસ્થાન યા જય-પરાજયવ્યવસ્થા, પ્રમેય અને પ્રમાતાનું સ્વરૂપ, સર્વજ્ઞત્વસમર્થન વગેરે.
-
૨. પ્રમાણવિભાગ — જૈન પરંપરાનો પ્રમાણવિષયક મુખ્ય વિભાગ બે દૃષ્ટિએ અન્ય પરંપરાની અપેક્ષાએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. એક તો એ કે એવા સર્વાનુભવસિદ્ધ વૈલક્ષણ્ય ઉપર મુખ્ય વિભાગ અવલંબિત છે કે જેના કારણે એક વિભાગમાં પડતાં પ્રમાણો બીજા વિભાગથી અસંકીર્ણપણે અલગ થઈ જાય છે જે ઈતર પરંપરાઓના પ્રમાણવિભાગમાં શક્ય બનતું નથી. બીજી દૃષ્ટિ એ છે કે ભલે ને કોઈ પણ દર્શનની ન્યૂન કે અધિક પ્રમાણ સંખ્યા કેમ ન હોય પરંતુ તે બધી ખેંચતાણ કર્યા વિના આ વિભાગમાં સમાઈ જાય છે. કોઈ પણ જ્ઞાન યા તો સીધેસીધું સાક્ષાત્કારાત્મક હોય છે યા તો અસાક્ષાત્કારાત્મક, આ જ પ્રાકૃત-પંડિતજનોનો સાધારણ અનુભવ છે અર્થાત્ સૌનો
૧. પ્રમાણમીમાંસા, ૧.૧.૧૦ તથા ટિપ્પણ પૃ. ૩૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org