Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨ ૧૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા 72. દિષ્ટાન્તનો ઉપયોગ શું છે?] શું દૃષ્ટાન્ત સાધ્યનું જ્ઞાન કરવામાં ઉપયોગી છે કે અવિનાભાવનો નિશ્ચય કરવામાં ઉપયોગી છે કે પછી વ્યાપ્તિનું સ્મરણ કરવામાં ઉપયોગી છે? સાધ્યનું જ્ઞાન કરવામાં તો તેની જરૂરત નથી કારણ કે પૂર્વોક્ત લક્ષણવાળા સાધનથી જ સાધ્યનું જ્ઞાન થઈ જાય છે. બીજો વિકલ્પ પણ ઘટતો નથી કારણ કે વિપક્ષમાં બાધક પ્રમાણથી જ અવિનાભાવનો નિશ્ચય થઈ જાય છે. વળી, દૃષ્ટાન્ત તો વ્યક્તિરૂપ હોય છે, તે સંપૂર્ણપણે (અર્થાત્ સર્વ દેશની, સર્વકાલની સર્વ વ્યક્તિઓની) વ્યાપ્તિનું નિદર્શક કેવી રીતે બની શકે? [આ આશય છે– જયાં જયાં ધૂમ હોય છે ત્યાં અગ્નિ હોય છે, જેમકે રસોઈઘર.' અહીં રસોઈઘર દષ્ટાન્ત છે. તે વ્યક્તિરૂપ છે અર્થાત્ પોતે પોતાના સુધી જ સીમિત છે. તેમાં ધૂમ અને અગ્નિ છે એ બરાબર પરંતુ તેથી એ તો નિર્ણય ન થઈ શકે કે ત્રણ કાલ અને ત્રણ લોકમાં જયાં પણ ધૂમ હોય ત્યાં અગ્નિ હોય જ. જો વ્યક્તિરૂપ દૃષ્ટાન્તથી વ્યાપ્તિનું ગ્રહણ ન થઈ શકતું હોય તો બીજી વ્યક્તિઓમાં વ્યાપ્તિનું ગ્રહણ કરવા માટે અન્ય દૃષ્ટાન્ત શોધવું પડશે અને અન્ય દષ્ટાન્ત પણ વ્યક્તિરૂપ જ હોવાનું એટલે તે પણ સંપૂર્ણપણે વ્યાપ્તિનું નિશ્ચાયક નહિ બની શકે, એટલે આમ અન્યાન્ય દષ્ટાન્તોની અપેક્ષા બની જ રહેશે અને પરિણામે અનવસ્થાદોષ અનિવાર્ય થઈ પડશે. દષ્ટાન્ત અવિનાભાવના સ્મરણમાં ઉપયોગી છે એ ત્રીજો વિકલ્પ પણ યોગ્ય નથી કારણ કે જેણે અવિનાભાવસંબંધને ગ્રહણ કરેલી છે તેને તો સાધનનું દર્શન થતાં જ વ્યાપ્તિનું સ્મરણ થઈ જાય છે. તેનાથી ઊલટું જેણે અવિનાભાવસંબંધનું ગ્રહણ કર્યું નથી તેને તો દૃષ્ટાન્નનો પ્રયોગ કરવા છતાં પણ અવિનાભાવનું (વ્યાપ્તિનું) સ્મરણ થઈ શકતું નથી કારણ કે સ્મરણ તેનું થાય છે જેનું પહેલાં ગ્રહણ થયું હોય. (૧૯). 73. છત્તી સક્ષમીદ
વ્યાસવર્ણભૂમિ પર 73. આચાર્ય દષ્ટાન્તનું લક્ષણ કહે છે
દૃષ્ટાન્ત વ્યક્તિને દેખાડવાનું સ્થાન છે. ૨૦) 74. “1 રૂતિ ફૂછતો નાં ‘વ્ય:' ક્ષિતા “ર્શનમ્' પર प्रतिपादनं तस्य 'भूमिः' आश्रय इति लक्षणम् ।
74. સૂત્રગત “ઘ' (‘તે') સર્વનામ દષ્ટાન્ત માટે વપરાયું છે, દષ્ટાન્ત લક્ષ્ય છે. વ્યાપ્તિના સ્વરૂપનું લક્ષણ જણાવી દીધું છે. દર્શનનો અર્થ અહીં છે “બીજાને દર્શાવવું, બીજા સમક્ષ પ્રતિપાદન કરવું તે'. તેનું સ્થાન અર્થાત્ આશ્રય. આમ દષ્ટાન્તનું લક્ષણ આ છે– દષ્ટાન્ત તે સ્થાન છે જયાં બીજાને વ્યામિ દેખાડાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org