Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
३३८
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા ઐતિહાસિક પ્રશ્ન ખડો થાય છે કે શું ધર્મજ્ઞ અને સર્વજ્ઞ બન્ને વાદ અલગ અલગ સંપ્રદાયોમાં પોતપોતાના યુક્તિબલ પર સ્થિર થયા હશે, કે પછી કોઈ એક વાદમાંથી બીજાનો જન્મ થયો હશે. અત્યાર સુધીના ચિન્તન દ્વારા એવું જણાય છે કે ધર્મજ્ઞ અને સર્વજ્ઞ બન્ને વાદોની પરંપરા મૂળમાં અલગ અલગ જ છે. બૌદ્ધ સંપ્રદાય ધર્મજ્ઞવાદની પરંપરાનો અવલંબી ખાસ રહ્યો હશે કારણ કે ખુદ બુદ્ધે (મઝિમનિકાય, ચૂલમાલુંક્મપુત્તસુત્ત ૨.૧) પોતાને સર્વજ્ઞ એ અર્થમાં કહ્યા છે જે અર્થમાં ધર્મજ્ઞ યા માર્ગજ્ઞ શબ્દનો પ્રયોગ થાય છે. બુદ્ધને માટે ધર્મશાસ્તા, ધર્મદેશક આદિ વિશેષણ પિટકગ્રન્થોમાં પ્રસિદ્ધ છે. ધર્મકીર્તિએ બુદ્ધમાં સર્વજ્ઞત્વને અનુપયોગી દર્શાવીને કેવળ ધર્મજ્ઞત્વ જ સ્થાપિત કર્યું છે, જ્યારે શાન્તરક્ષિતે પ્રથમ ધર્મજ્ઞત્વ સિદ્ધ કરીને ગૌણરૂપે સર્વજ્ઞત્વનો પણ સ્વીકાર કર્યો છે.
સર્વજ્ઞવાદની પરંપરાનો અવલંબી મુખ્યપણે જૈન સંપ્રદાય જ જણાય છે કા૨ણ કે જૈન આચાર્યોએ પહેલેથી જ તીર્થંકરોમાં સર્વજ્ઞત્વને માન્યું છે અને સ્થાપિત કર્યું છે. એવું સંભવે છે કે જ્યારે જૈનો દ્વારા પ્રબળપણે સર્વજ્ઞત્વની સ્થાપના અને પ્રતિષ્ઠા થવા લાગી ત્યારે બૌદ્ધો માટે બુદ્ધમાં સર્વજ્ઞત્વનું સમર્થન કરવું અનિવાર્ય અને આવશ્યક થઈ પડ્યું. આ જ કારણ છે કે બૌદ્ધ તાર્કિક ગ્રન્થોમાં ધર્મજ્ઞવાદસમર્થન પછી સર્વજ્ઞવાદનું સમર્થન આવતું હોવા છતાં તેમાં તે જોર અને એકતાનતા નથી જે જૈન તાર્કિક ગ્રન્થોમાં છે.
१. हेयोपादेयतत्त्वस्य साभ्युपायस्य वेदकः । यः प्रमाणमसाविष्टो न तु सर्वस्य वेदकः ॥ दूरं पश्यतु વા મા વા તત્ત્વમિદં તુ પશ્યન્તુ ।। પ્રમાણવાર્તિક, ૨. ૩૨-૩૩
૨. સ્વપિવયંસંપ્રાપ્તિદેતુન્નોઽસ્તીતિ ગમ્યતે । સાક્ષાત્ર જેવાં જિન્તુ સર્વજ્ઞોઽપ પ્રતીયતે ॥ તત્ત્વસંગ્રહ, કારિકા, ૩૩૦૯. મુાં હિ તાવત્ સ્વર્ગમોક્ષસશ્રાપ હેતુન્નત્વસાધન માનતોઽસ્મામિ: યિતે। यत्पुनः अशेषार्थपरिज्ञातृत्वसाधनमस्य तत् प्रासङ्गिकमन्यत्रापि भगवतो ज्ञानप्रवृत्तेः बाधकप्रमाणाभावात् साक्षादशेषार्थपरिज्ञानात् सर्वज्ञो भवन् न केनचिद् बाध्यते इति, अतो न પ્રેક્ષાવતાં તત્પ્રતિક્ષેપો ચુરુઃ । તત્ત્વસંગ્રહપંજિકા, પૃ. ૮૬૩.
3. से भगव अरहं जिणे केवली सव्वन्नू सव्वभावदरिसी सदेवमणुयासुरस्स लोगस्स पज्जाए जाणइ, तं. आगई गई ठिई चयणं उववायं भुत्तं पीयं कडं पडिसेवियं आविकम्मं रहोकम्मं लवियं कहियं मणोमाणसियं सव्वलोए सव्वजीवाणं सव्वभावाइं जाणमाणे पासमाणे एवं च णं विहरइ । આચારાંગ શ્રુતસ્કંધ ૨, ચૂ. ૩. પૃ. ૪૨૫ A. તેં નાસ્થિ નં 7 પાસઽ સૂર્ય મળ્યું વિસ્સું ૨ । આવશ્યકનિર્યુક્તિ, ગાથા ૧૨૭, ભગવતી, શતક ૯, ઉદ્દેશ ૩૨. સૂક્ષ્માન્તરિતતૂરાર્થા: પ્રત્યક્ષા: સ્યવિદ્યથા । અનુમેયત્નતોઽન્યાવિિિત સર્વજ્ઞસંસ્થિતિઃ ।। આપ્તમીમાંસા, કારિકા ૫: ४. यैः स्वेच्छासर्वज्ञो वर्ण्यते तन्मतेनाप्यसौ न विरुध्यते इत्यादर्शयन्नाह - यद्यदित्यादि —— यद्यदिच्छति ચોખ્ખું વા તત્તàત્તિ નિયોતઃ । શ િરેવવિધા તસ્ય પ્રદ્દીપાવરનો ઘસૌ ॥ તત્ત્વસંગ્રહ, કારિકા ૩૬૨૮, મિલિન્દપન્હો, ૩.૬.૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org