Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૪૩ પૃ. ૯૦ર નુ સિ' – તુલના – દિનાશત્ર संदिग्धे अहं वा नाहं वेति, न च विपर्यस्यति नाहमेवेति । બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય, પૃ. ૨. ચિન્મુખી, પૃ.૨૨. ખંડનખંડખાઘ, પૃ. ૪૮.
પૃ. ૯૦ રોકૃત્વાત’ – તુલના – प्रभास्वरमिदं चित्तं तत्त्वदर्शनसात्मकम् ।
vીવ સ્થિત યમન મનાાતિવો મતા: તે તત્ત્વસંગ્રહ,કારિકા ૩૪૩૫
પ્ર. ૯૧ ‘અથ પ્રવાશ' – પુનર્જન્મ અને મોક્ષ માનનારા બધા દાર્શનિકો દેહાદિ જડથી ભિન્ન આત્મતત્ત્વને માને છે – ભલે ને તે કોઈના મતે વ્યાપક હોય કે કોઈના મતે અવ્યાપક, કોઈ તેને એક માને કે કોઈ અનેક, કોઈનું મન્તવ્ય ક્ષણિકત્વવિષયક હોય કે કોઈનું નિયત્વવિષયક, પરંતુ બધાને પુનર્જન્મનું કારણ અજ્ઞાન આદિ કંઈ ને કંઈ માનવું પડે છે. તેથી જ એવા બધા દાર્શનિકોની સામે આ પ્રશ્ન સમાનપણે ખડો થાય છે - જન્મના કારણભૂત તત્વનો આત્મા સાથે સંબંધ ક્યારે થયો અને તે સંબંધ કેવો છે? જો તે સંબંધ અનાદિ છે તો અનાદિનો નાશ કેવી રીતે થાય ? એકવાર નાશ થયા પછી પુનઃ તેવો સંબંધ થવામાં શું અડચણ? આ પ્રશ્નનો ઉત્તર બધા અપુનરાવૃત્તિરૂપ મોક્ષ માનનારા દાર્શનિકોએ પોતપોતાની જુદી જુદી પરિભાષાઓમાં પણ વસ્તુતઃ એકસરખો જ આપ્યો છે.
બધાએ આત્મા સાથેના જન્મકારણના સંબંધને અનાદિ કહ્યો છે. બધા માને છે કે એ દર્શાવવું સંભવ જ નથી કે અમુક સમયે જન્મના કારણ મૂલતત્ત્વનો આત્મા સાથે સંબંધ થયો. જન્મના મૂલકારણને અજ્ઞાન કહો, અવિદ્યા કહો, કર્મ કહો કે અન્ય કંઈ, પરંતુ બધા સ્વસમ્મત અમૂર્ત આત્મતત્ત્વની સાથે સૂક્ષ્મતમ મૂર્તતત્ત્વનો એક એવો વિલક્ષણ સંબંધ માને છે જે અવિદ્યા યા અજ્ઞાનના અસ્તિત્વ સુધી જ રહે છે અને પછી નહિ. તેથી જ બધા દૈતવાદીઓના મતે અમૂર્ત અને મૂર્તિનો પારસ્પરિક સંબંધ નિર્વિવાદ છે. જેમ અજ્ઞાન અનાદિ હોવા છતાં નાશ પામે છે તેમ આ અનાદિ સંબંધ પણ જ્ઞાનજન્ય અજ્ઞાનનાશ થતાં જ નાશ પામે છે. પૂર્ણ જ્ઞાન થયા પછી દોષનો સંભવ ન હોવાના કારણે અજ્ઞાન આદિનો ઉદય સંભવતો નથી, તેથી જ અમૂર્તમૂર્તિનો સામાન્ય સંબંધ મોક્ષદશામાં હોવા છતાં પણ તે અજ્ઞાનજન્ય ન હોવાથી જન્મનું નિમિત્ત બની શકતો નથી. સંસારકાલીન તે આત્મા અને મૂર્ત દ્રવ્યનો સંબંધ અજ્ઞાનજનિત છે જ્યારે મોક્ષકાલીન સંબંધ તેવો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org