Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૮૨
કરીને તેમનું નિવારણ કર્યું છે.
પૃ. ૧૫૩ ‘નવમ્’ તુલના પ્રમેયકમલમાર્તંડ, પૃ. ૨૫૬-૧૫૮.
પૃ. ૧૫૬ ‘પ્રત્યેક યો' તુલના માહ ન
भेदाभेदोक्तदोषाश्च तयोरिष्टौ कथं न वा ।
પ્રત્યે યે પ્રસન્યને યોાવે વર્જ્ય ન તે। હેતુબિન્દુટીકા, પૃ. ૧૦૬,
—
૨.
અ.૧. આ.૧ સૂત્ર ૩૪-૪૧. પૃ. ૧૫૮-૧૬૩. દાર્શનિક ક્ષેત્રમાં પ્રમાણ અને તેના ફલની ચર્ચાનું પણ ખાસ સ્થાન છે. એમ તો આ વિષય તર્કયુગની પહેલાં શ્રુતિઆગમયુગમાં પણ વિચારપ્રદેશમાં આવ્યો છે. ઉપનિષદો, પિટકો અને આગમોમાં જ્ઞાનના સમ્યજ્ઞાનના - ફળનું કથન છે. ઉક્ત યુગમાં વૈદિક, બૌદ્ધ, જૈન બધી પરંપરાઓમાં જ્ઞાનનું ફળ અવિદ્યાનાશ યા વસ્તુવિષયક અધિગમ કહ્યું છે પરંતુ તે આધ્યાત્મિક દૃષ્ટિએ અર્થાત્ મોક્ષલાભની દૃષ્ટિએ. તે અધ્યાત્મયુગમાં જ્ઞાનને એટલા માટે ઉપાદેય સમજવામાં આવતું હતું કે તેના દ્વારા અવિદ્યાનો
અજ્ઞાનનો નાશ થતાં અને વસ્તુનો વાસ્તવિક બોધ થતાં છેવટે મોક્ષ પ્રાપ્ત થાય, પરંતુ તર્કયુગમાં આ ચર્ચા વ્યાવહારિક દૃષ્ટિએ પણ થવા લાગી, તેથી જ આપણને તર્કયુગમાં થતી પ્રમાણફલવિષયક ચર્ચામાં અધ્યાત્મયુગીન અલૌકિક દૃષ્ટિ અને તર્કયુગીન લૌકિક દૃષ્ટિ બન્ને મળે છે. લૌકિક દૃષ્ટિમાં કેવળ એ ભાવને સામે રાખીને પ્રમાણના ફળનો વિચાર કરવામાં આવે છે કે પ્રમાણ દ્વારા વ્યવહારમાં સાક્ષાત્ શું સિદ્ધ થાય છે અને પરંપરાથી શું સિદ્ધ થાય છે, ભલે છેવટે મોક્ષલાભ થતો હોય કે ન થતો હોય, કારણ કે લૌકિક દૃષ્ટિમાં મોક્ષાનધિકારી પુરુષગત પ્રમાણોનાં ફળની ચર્ચાનો પણ સમાવેશ થાય છે.
-
―――
—
Jain Education International
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
ત્રણે પરંપરાઓની તર્કયુગીન પ્રમાણફલવિષયક ચર્ચામાં મુખ્યપણે વિચારણીય અંશ બે દેખાય છે એક તો ફલ અને પ્રમાણનો પારસ્પરિક ભેદ-અભેદ અને બીજો ફલનું સ્વરૂપ. ન્યાય, વૈશેષિક, મીમાંસક આદિ વૈદિક દર્શનો ફળને પ્રમાણથી
-
૧. મોડવિદ્યાપ્રન્થિ વિરતીદ્દ સૌમ્ય । મુંડકોપનિષદ, ૨.૧.૧૦. સાંખ્યકારિકા, ૬૭-૬૮. ઉત્તરાધ્યયનસૂત્ર, ૨૮.૨, ૩. તમેતા વુતિ यदा च जात्वा सो धम्मं सच्चानि અમિસમેતિ । તવા વિખૂપસમાં પક્ષન્તો રિસ્કતિ ॥ વિસુદ્ધિમગ્ગો, પૃ. ૫૪૪.
―
--
...
• તત્ત્વજ્ઞાનાત્રિ:શ્રેયસમ્। વૈશેષિકસૂત્ર, ૧.૧.૩. ...તત્ત્વજ્ઞાનાત્રિ:શ્રેયસાધિશમઃ । ન્યાયસૂત્ર, ૧.૧.૧. યવા સન્નિવંસ્તવા જ્ઞાનું પ્રમિતિ:, યવા જ્ઞાનં તવા જ્ઞાનોપાવાનોપેક્ષાપુજીય: તમ્ । ન્યાયભાષ્ય, ૧.૧.૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org