Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૯૨
**
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા માનવાને કારણે બૌદ્ધદર્શનમાં સ્મૃતિનું પ્રામાણ્ય ઘટી શકતું જ નથી. - જૈન તાર્કિક સ્મૃતિને પ્રમાણ ન માનનારાં ભિન્ન ભિન્ન ઉપર્યુક્ત દર્શનોની ગૃહીતગ્રાહિત્વ, અનર્થજત્વ, લોકવ્યવહારાભાવ આદિ બધી યુક્તિઓનો નિરાસ કરીને કેવળ એટલું જ કહે છે કે જેમાં સંવાદી હોવાથી પ્રત્યક્ષ આદિ પ્રમાણ કહેવાય તેમ જ સ્મૃતિને પણ સંવાદી હોવાથી જ પ્રમાણ કહેવી યુક્ત છે. આ જૈન મન્તવ્યમાં કોઈ મતભેદ નથી. આચાર્ય હેમચન્દ્ર પણ સ્મૃતિપ્રામાણ્યની પૂર્વ જૈન પરંપરાનું અનુસરણ
કર્યું છે.
સ્મૃતિજ્ઞાનનું અવિસંવાદિત્વ બધાને માન્ય છે. વસ્તુસ્થિતિમાં મતભેદ ન હોવા છતાં મતભેદ કેવળ પ્રમા શબ્દ દ્વારા સ્મૃતિનો વ્યવહાર કરવા ન કરવા અંગે જ છે.
પૃ. ૧૬૯ “સા પામ્' – તુલના – अक्षधीस्मृतिसंज्ञाभिश्चिन्तयाऽभिनिबोधकैः ।
વ્યવહારવિસંવ તાબાસત્તન્યથા | લઘીયસ્ત્રયી, ૪.૪. પ્રમાણપરીક્ષા, પૃ. ૨૯. અષ્ટસહસ્ત્રી, પૃ. ૨૭૯. પ્રમેયકમલમાર્તડ, ૯૬ A. સ્યાદ્વાદરત્નાકર, પૃ. ૪૮૭. પ્રમેયરત્નમાલા. ૨.૨.
પૃ. ૧૬૯ નાનriાવય' – નિર્વિકલ્પક પ્રત્યક્ષને સ્વલક્ષણજન્ય જ માનીને પ્રમાણ તરીકે સ્વીકારનાર સૌત્રાન્તિક આદિ બૌદ્ધોનો સિદ્ધાન્ત છે કે વિષયતા કારણતાવ્યા છે. નિયાયિક આદિનો પણ જન્યલૌકિક પ્રત્યક્ષની બાબતમાં વિષયવિધયા અર્થને કારણ માનવાનો સિદ્ધાન્ત જાણીતો છે.
પૃ. ૧૭૧ “તનારા ' – પ્રત્યભિજ્ઞા અંગે બે વાતો એવી છે જેમાં દાર્શનિકોનો મતભેદ રહ્યો છે – પહેલી પ્રામાણ્યની અને બીજી સ્વરૂપની. બૌદ્ધ પરંપરા પ્રત્યભિજ્ઞાને પ્રમાણ નથી માનતી કેમ કે તે ક્ષણિકવાદી હોવાથી પ્રત્યભિજ્ઞાનો વિષય મનાતા સ્થિરત્વને જ. તે વાસ્તવિક નથી માનતી. તે સ્થિરત્વની પ્રતીતિને સાદશ્યમૂલક માનીને બ્રાન્ત જ ગણે છે. પરંતુ બૌદ્ધભિન્ન જૈન, વૈદિક બન્ને પરંપરાના બધા દાર્શનિકો પ્રત્યભિજ્ઞાને પ્રમાણ માને છે. તેઓ પ્રત્યભિજ્ઞાના પ્રામાણ્યના આધારે જ બૌદ્ધસમ્મત ક્ષણભંગનો નિરાસ અને નિત્યત્વનું – સ્થિરત્વનું – સમર્થન કરે છે. १. तथाहि-अमुष्याऽप्रामाण्यं कुतोऽयमाविष्कुर्वीत, कि गृहीतार्थग्राहित्वात्, परिच्छित्तिविशेषा
भावात्, असत्यातीतेऽर्थे प्रवर्तमानत्वात्, अर्थादनुत्पद्यमानत्वात्, विसंवादकत्वात्, समारोपा
વ્યવછેરવાનું પ્રયોગના પ્રસTધવાન્ વા . સ્યાદ્વાદરસ્નાકર, ૩.૪. ૨. પ્રમાણવાર્તિક, ૩, ૫૦૧-૨, તત્ત્વસંગ્રહ, કારિકા ૪૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org