Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૯૫ આ બે ધાતુ તથા તજ્જન્ય રૂપ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં પ્રચલિત હતાં. આગમ, પિટક અને દર્શનસૂત્રોમાં તેમનો પ્રયોગ વિવિધ પ્રસંગોએ વત્તાઓછા ભેદ સાથે વિવિધ અર્થોમાં થયેલો દેખાય છે. બધા અર્થોમાં સામાન્ય અંશ એક જ છે અને તે છે વિચારાત્મક જ્ઞાનવ્યાપાર. જૈમિનીયસૂર અને તેના શાબરભાષ્ય આદિ વ્યાખ્યાગ્રંથોમાં તે જ ભાવનો ઘાતક ઊહ શબ્દ દેખાય છે, જેને જયન્ત મંજરીમાં અનુમાનાત્મક યા શબ્દાત્મક પ્રમાણ સમજીને ખંડન કર્યું છે (ન્યાયમંજરી, પૃ. ૫૮૮). ન્યાયસૂત્રમાં (૧.૧.૪૦) તર્કનું લક્ષણ છે જેમાં ઊહ શબ્દ પણ પ્રયુક્ત છે અને તેનો અર્થ એ છે કે તકત્મક વિચાર પોતે પ્રમાણ નથી કિન્તુ પ્રમાણાનુકૂલ મનોવ્યાપાર માત્ર છે. ઉત્તરકાલીન નૈયાયિકોએ તર્કનો અર્થ વિશેષ સ્થિર અને સ્પષ્ટ કર્યો છે, અને નિર્ણય કર્યો છે કે તર્ક કોઈ પ્રમાણાત્મક જ્ઞાન નથી પરંતુ વ્યાતિજ્ઞાનમાં બાધક થતી અપ્રયોજકત્વશંકાને દૂર કરનારું વ્યાપ્યારોપપૂર્વક વ્યાપકારોપસ્વરૂપ આહાર્ય જ્ઞાન માત્ર છે જે તે વ્યભિચારશંકાને દૂર કરીને વ્યાપ્તિનિર્ણયમાં સહકારી યા ઉપયોગી થઈ શકે છે (ચિત્તામણિ, અનુમાનખંડ, પૃ. ૨૧૦; ન્યાયસૂત્રવૃત્તિ, ૧.૧.૪૦). પ્રાચીન સમયથી જ ન્યાયદર્શનમાં તર્કનું સ્થાન પ્રમાણકોટિમાં નથી. ન્યાયદર્શનના વિકાસની સાથે જ તર્કના અર્થ અને ઉપયોગનું એટલું વિશદીકરણ થયું છે કે આ વિષય ઉપર મોટા સૂક્ષ્મ અને સૂક્ષ્મતર ગ્રંથો લખાયા છે, જેનો આરંભ ગંગેશ ઉપાધ્યાયથી થાય છે. - બૌદ્ધ તાર્કિક (હબિન્દુટીકા, લિખિત, પૃ.૨૫) પણ તર્યાત્મક વિકલ્પજ્ઞાનને વ્યાતિજ્ઞાનોપયોગી માનવા છતાં પ્રમાણ નથી માનતા. આમ તર્કને પ્રમાણ માનવાની મીમાંસક પરંપરા અને અપ્રમાણ હોવા છતાં પણ પ્રમાણાનુગ્રાહક માનવાની તૈયાયિક અને બૌદ્ધ પરંપરા છે.
જૈન પરંપરામાં પ્રમાણ મનાતા મતિજ્ઞાનનો દ્વિતીય પ્રકાર ઈહા જે વસ્તુતઃ ગુણદોષવિચારણાત્મક જ્ઞાનવ્યાપાર જ છે તેના પર્યાય તરીકે ઊહ અને તર્ક બન્ને શબ્દોનો પ્રયોગ ઉમાસ્વાતિએ કર્યો છે (તત્ત્વાર્થભાષ્ય, ૧.૧૫). જ્યારે જૈન
૧. ૩૫સદ્ધaહતે: પાણિનિસૂત્ર, ૭.૪.૨૩.મૈકા તન મતિયા કઠોપનિષદ્, ૨.૯. ૨. તઉRI – 1 વિન્નડું ! આચારાંગસૂત્ર, સૂત્ર ૧૭૦. વિહિંસા વિતા મજુઝિમનિકાય,
સવાસવસુત્ત ૨.૬. તપ્રતિષ્ઠાનાન્ ! બ્રહ્મસૂત્ર, ૨.૧.૧૧. ન્યાયસૂત્ર, ૧.૧.૪૦. ૩. ત્રિવિધa દ મન્નસામસંવષય: ! શાબરભાષ્ય, ૯.૧.૧. જૈમિનીયન્યાયમાલા,
અધ્યાય ૯ પાદ ૧ અધિકરણ ૧. ૪. ન્યાયસૂત્ર, ૧.૨.૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org