Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મકદાર્શનિક ટિપ્પણ
૩૯૧ ગૃહીતગ્રાહી છે અને તેથી તે પ્રમાણ નથી.' પ્રશસ્તપાદના અનુગામી શ્રીધરે પણ મીમાંસકોની તે જ ગૃહીતગ્રાહિત્વવાળી યુક્તિનું અવલંબન લઈને સ્મૃતિને પ્રમાણબાહ્ય માની છે (કન્દલી, પૃ. ૨૫૭). પરંતુ અક્ષપાદના અનુગામી જયંતે બીજી જ યુક્તિ દર્શાવી છે. તે કહે છે કે સ્મૃતિજ્ઞાન વિષયરૂપ અર્થ સિવાય જ ઉત્પન્ન હોવાના કારણે અનWજ હોવાથી પ્રમાણ નથી. જયન્તની આ યુક્તિનો નિરાસ શ્રીધરે કર્યો છે. અક્ષપાદના જ અનુગામી વાચસ્પતિ મિશ્ન ત્રીજી યુક્તિ આપી છે. તે કહે છે કે લોકવ્યવહાર સ્મૃતિને પ્રમાણ માનવાના પક્ષમાં નથી, તેથી જ તેને પ્રમા કહેવી યોગ્ય નથી. તે પ્રમાની વ્યાખ્યા કરતી વખતે સ્મૃતિભિન્ન જ્ઞાનને લઈને જ વિચાર કરે છે (તાત્પર્યટીકા, પૃ. ૨૦). ઉદનાચાર્ય પણ સ્મૃતિને પ્રમાણ ન માનનારા બધા પૂર્વવર્તી તાર્કિકોની યુક્તિઓનો નિરાસ કરીને છેવટે વાચસ્પતિ મિશ્રના તાત્પર્યનું અનુસરણ કરતાં એ જ કહ્યું છે કે અનપેક્ષ હોવાના કારણે અનુભવને જ પ્રમાણ કોટિમાં ગણવો જોઈએ, સ્મૃતિને ન ગણવી જોઈએ, કારણ કે સ્મૃતિ અનુભવસાપેક્ષ છે અને એમ માનવાનું કારણ લોકવ્યવહાર જ છે."
બૌદ્ધદર્શન સ્મૃતિને પ્રમાણ નથી ગણતું. તેની યુક્તિ પણ મીમાંસક યા વૈશેષિક જેવી જ છે અર્થાત્ સ્મૃતિ ગૃહીતગ્રાહિણી હોવાથી જ પ્રમાણ નથી (તત્ત્વસંગ્રહપંજિકા, કારિકા ૧૨૯૮). તેમ છતાં આ મન્તવ્યના વિષયમાં જેમ ન્યાય વૈશેષિક દર્શનો ઉપર મીમાંસાનો - ધર્મશાસ્ત્રનો – પ્રભાવ કહી શકાય છે તેમ બૌદ્ધદર્શન ઉપર કહી શકાતો નથી કેમ કે તે વેદનું પ્રામાણ્ય જ સ્વીકારતું નથી. વિકલ્પજ્ઞાનમાત્રને પ્રમાણ ન
૧. તત્ર પૂર્વવિજ્ઞાન તથા પ્રામાષ્યિ તદુપાનમાàળ મૃતેઃ સર્જરિતાર્થતા આ શ્લોકવાર્તિક,
અનુ. શ્લોક ૧૬૦. પ્રકરણપંચિકા, પૃ. ૪૨. ૨. રકૃતિ પ્રત્વે ગૃહીતાહિત તમ્પ નર્થનન્યવંત પ્રખ્યારમ્ | ન્યાયમંજરી,
પૃ. ૨૩. 3. ये त्वनर्थजत्वात् स्मृतेरप्रामाण्यमाहुः तेषामतीतानागतविषयस्यानुमानस्याप्रामाण्यं स्यादिति
ટૂષણમ્ | કન્ટલી, પૃ. ૨૫૭ ४. कथं तर्हि स्मृतेर्व्यवच्छेदः ? अननुभवत्वेनैव । यथार्थो ह्यनुभवः प्रमेति प्रामाणिकाः पश्यन्ति ।
'तत्त्वज्ञानात्' इति सूत्रणात् । अव्यभिचारि ज्ञानमिति च । ननु स्मृति: प्रमैव किं न स्याद् यथार्थज्ञानत्वात् प्रत्यक्षाद्यनुभूतिवदिति चेत् । न । सिद्धे व्यवहारे निमित्तानुसरणात् । न च स्वेच्छाकल्पितेन निमित्तेन लोकव्यवहारनियमनम् , अव्यवस्थया लोकव्यवहारविप्लवप्रसङ्गात् । न च स्मृतिहेतौ प्रमाणाभियुक्तानां महर्षीणां प्रमाणव्यवहारोऽस्ति, पृथगनुपदेशात् ।
ન્યાયકુસુમાંજલિ, ૪.૧. . ૫. ગુદીતપ્રહળષ્ટ સાંવૃત..(સાંવૃત વિન્યજ્ઞાનમ્-મનોરથનન્ટિટીકા) પ્રમાણવાર્તિક, ર.પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org