Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૯૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા જોવામાં નથી આવ્યાં. - પુ. ૧૬૯ “સા = પ્રમાાન' – સ્મૃતિને પ્રમા – પ્રમાણ – માનવાના બાબતમાં મુખ્ય બે પરંપરાઓ છે – જૈન અને જૈનેતર. જૈન પરંપરા તેને પ્રમાણ માનીને પરોક્ષના ભેદ તરીકે તેનું વર્ણન કરે છે. જૈનેતર પરંપરાવાળા વૈદિક, બૌદ્ધ, બધાં દર્શનો તેને પ્રમાણ નથી માનતાં, તેથી જ કોઈ પ્રમાણ તરીકે તેની ચર્ચા નથી કરતાં. સ્મૃતિને પ્રમાણ ન માનનારા તેને અપ્રમાણ – મિથ્યાજ્ઞાન - નથી કહેતા પરંતુ તેઓ પ્રમાણ શબ્દથી તેનો કેવળ વ્યવહાર નથી કરતા.
મૃત્યાત્મક જ્ઞાનમાં પ્રમાણ શબ્દનો પ્રયોગ કરવા ન કરવા અંગે જે મતભેદ દેખાય છે તેનું બીજ ધર્મશાસ્ત્રના ઇતિહાસમાં છે. વૈદિક પરંપરામાં ધર્મશાસ્ત્ર તરીકે વેદનું અર્થાત્ શ્રુતિનું જ મુખ્ય પ્રામાણ્ય મનાય છે. મન્વાદિસ્મૃતિરૂપ ધર્મશાસ્ત્ર પ્રમાણ છે એ વાત ખરી પરંતુ તેમનું પ્રામાણ્ય શ્રુતિમૂલક છે. જે સ્મૃતિ શ્રુતિમૂલક છે યા શ્રુતિથી અવિરુદ્ધ છે તેજ પ્રમાણ છે અર્થાત સ્મૃતિનું પ્રામાણ્ય શ્રુતિપ્રામાણ્યતત્ર છે, સ્વતંત્ર નથી. ધર્મશાસ્ત્રના પ્રામાણ્યની આ વ્યવસ્થાનો વિચાર બહુ પ્રાચીન સમયથી મીમાંસાદર્શને કર્યો છે. જણાય છે કે જયારે સ્મૃતિરૂપ ધર્મશાસ્ત્રને છોડીને પણ સ્મૃતિરૂપ જ્ઞાનમાત્રના વિષયમાં પ્રામાણ્યવિષયક પ્રશ્ન મીમાંસકોની સામે આવ્યો ત્યારે પણ તેમણે પોતાના ધર્મશાસ્ત્રવિષયક પેલા સિદ્ધાન્તનો ઉપયોગ કરીને એક સાધારણ નિયમ જ બાંધી દીધો કે સ્મૃતિજ્ઞાનસ્વતન્ત્ર પ્રમાણ નથી, તેનું પ્રામાણ્ય તેના કારણભૂત અનુભવના પ્રામાણ્ય ઉપર નિર્ભર છે, તેથી જ સ્મૃતિ મુખ્ય પ્રમાણ તરીકે ગણાવા યોગ્ય નથી. સંભવતઃ વૈદિક ધર્મજીવી મીમાંસા દર્શનના આ ધર્મશાસ્ત્રીય યા તત્ત્વજ્ઞાનીય નિર્ણયનો પ્રભાવ બધાં ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ વગેરે બીજા વૈદિક દર્શનો ઉપર પડ્યો છે. તેથી જ તેઓ પોતપોતાના મતની પુષ્ટિમાં ભલે યુક્તિઓ ભિન્ન ભિન્ન આપે તો પણ તે બધા એક મતે સ્મૃતિરૂપ જ્ઞાનમાં પ્રમાણ શબ્દનો વ્યવહાર ન કરવાના જ પક્ષમાં છે.
કુમારિલ વગેરે મીમાંસકો કહે છે કે સ્મૃતિજ્ઞાન અનુભવ દ્વારા જ્ઞાન વિષયને જ ઉપસ્થિત કરીને કૃતકૃત્ય થઈ જવાના કારણે કોઈ અપૂર્વ અર્થનું પ્રકાશક નથી, તે કેવળ १. पारतन्त्र्यात् स्वतो नैषां प्रमाणत्वावधारणा । अप्रामाण्यविकल्पस्तु द्रढिम्नैव विहन्यते ।
पूर्वविज्ञानविषयं विज्ञानं स्मृतिरुच्यते । पूर्वविज्ञानाद् विना तस्याः प्रामाण्यं नावधार्यते ॥ તત્તવાર્તિક, પૃ. ૬૯. २. एतदुक्तं भवति- सर्वे प्रमाणादयोऽनधिगतमर्थं सामान्यतः प्रकारतो वाऽधिगमयन्ति, स्मृति: पुनर्न
पूर्वानुभवमर्यादामतिकामति, तद्विषया तदूनविषया वा, न तु तदधिकविषया, सोऽयं વૃજ્યન્તરાદિષઃ કૃતિ વિકૃતિ | તત્ત્વશારદી, ૧.૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org