Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૮૫
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ કર્યો. માણિક્યનન્દી (પરીક્ષામુખ ૫ ૬.૬૭થી) અને દેવસૂરિએ (પ્રમાણનયતત્ત્વાલોક, ૬.૩થી) પોતપોતાનાં સૂત્રોમાં પ્રમાણનું ફળ દર્શાવતાં કેવળ એ જ વાત કહી છે જે સિદ્ધસેન અને સમન્તભઢે કહી છે. અલબત્ત, તેમણે અકલંકનિર્દિષ્ટ્ર પ્રમાણફલના ભેદાભેદનું જૈન મન્તવ્ય સૂત્રિત કર્યું છે પણ તેમણે મધ્યવર્તી ફલોને સાપેક્ષા ભાવે પ્રમાણ અને ફળ કહેવાની અકલંકસૂચિત જૈનશેલીને સૂત્રિત કરી નથી. વિદ્યાનન્દની તીક્ષ્ણ દૃષ્ટિ અજ્ઞાનનિવૃત્તિ અને સ્વ-પરવ્યવસિતિ શબ્દો તરફ ગઈ. યોગાચાર અને સૌત્રાન્તિક સિદ્ધાન્ત અનુસાર પ્રમાણેના ફળ તરીકે ફલિત થનારી સ્વ અને પરની વ્યવસિતિને જ વિદ્યાનન્દ અજ્ઞાનનિવૃત્તિ તરીકે દર્શાવી છે (તત્ત્વાર્થશ્લોકવાર્તિક, પૃ. ૧૬૮; પ્રમાણપરીક્ષા, પૃ. ૭૯) જેનું અનુસરણ પ્રભાચન્દ્ર માર્તડમાં અને દેવસૂરિએ રત્નાકરમાં કર્યું. આજ સુધીમાં જૈનતાર્કિકોનું એક સ્થિર મન્તવ્ય જ બની ગયું કે જેને સિદ્ધસેન-સમન્તભ અજ્ઞાનનિવૃત્તિ કહ્યું છે તે વસ્તુતઃ સ્વ-પરવ્યવસિતિ જ છે.
આચાર્ય હેમચન્દ્ર પ્રસ્તુત ચર્ચામાં પૂર્વવર્તી બધા જૈનતાર્કિકોના મતોનો સંગ્રહ તો કર્યો જ છે પરંતુ સાથે સાથે જ તેમાં પોતાની વિશેષતા પણ દેખાડી છે. તેમણે પ્રભાચન્દ્ર અને દેવસૂરિની જેમ સ્વ-પરવ્યવસિતિને જ અજ્ઞાનનિવૃત્તિ ન કહેતાં બન્નેને અલગ અલગ ફળો ગયાં છે. પ્રમાણ અને ફળના અભેદપક્ષમાં કુમારિલે બૌદ્ધો ઉપર જે દોષો દીધા છે અને જેમનો નિરાસ ધર્મોત્તરની ન્યાયબિન્દુની વ્યાખ્યા અને શાન્તરક્ષિતના તત્ત્વસંગ્રહમાં છે તે દોષોનું નિવારણ બૌદ્ધ ઢંગથી કરતાં કરતાં પણ આચાર્ય હેમચન્દ્ર પોતાનું વૈયાકરણત્વ આકર્ષક તાર્કિક શૈલીમાં વ્યક્ત કર્યું છે. જેમ અનેક વિષયોમાં આચાર્ય હેમચન્દ્ર અકલંકનું ખાસ અનુસરણ કરે છે તેમ જ આ ચર્ચામાં પણ તેમણે મધ્યવર્તી ફલોને સાપેક્ષભાવે પ્રમાણ અને ફલ કહેનારી અકલંક સ્થાપિત જૈનશૈલીને સૂત્રમાં શબ્દશઃ સ્થાન આપ્યું છે. આમ આપણને પ્રમાણ-ફચર્ચાવિષયક પ્રસ્તુત સૂત્રોમાં વૈદિક, બૌદ્ધ અને જૈન બધી પરંપરાઓનો યથાસંભવ જૈનમતરૂપે સમન્વય એક જ સ્થાને મળે છે.
પૃ. ૧૫૮ રન્થર્વ પ્રમા મેવ' – તુલના – નનુ વજ્ઞાની તિરિ सादृश्यं तथा च सति तदेव ज्ञानं प्रमाणं तदेव प्रमाणफलम् । न चैकं वस्तु साध्यं साधनं चोपपद्यते । तत्कथं सारूप्यं प्रमाणमित्याह -
तद्वशादर्थप्रतीतिसिद्धेरिति ॥ १. बह्वाद्यवग्रहाद्यष्टचत्वारिंशत् स्वसंविदाम् ।
પૂર્ણપૂર્વપ્રમત્વ « જુત્તરોત્તરમ્ II લઘીયસ્રયી, ૧.૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org