Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
વિષય બની ગયો.
બુદ્ધ, મહાવીરના સમયથી લઈને અનેક શતાબ્દીઓ સુધીના સાહિત્યમાં આપણે દેખીએ છીએ કે પ્રત્યેક વાદની સત્યતાની કસોટી એકમાત્ર બંધમોક્ષવ્યવસ્થા અને કર્મફલના કર્તૃત્વ-ભોતૃત્વવ્યવસ્થા રહી છે. કેવલ અનિત્યત્વવાદી બૌદ્ધોની પોતાના પક્ષની યથાર્થતા અંગેની દલીલ એ જ રહી કે આત્મા વગેરેને કેવલ નિત્ય માનવાથી ન તો બન્ધમોક્ષની વ્યવસ્થા ઘટી શકે છે કે ન તો કર્મ-ફલના કર્તૃત્વ-ભોતૃત્વનું સામાનાધિકરણ્ય પણ. કેવલ નિત્યત્વવાદી ઐપનિષદ આદિ દાર્શનિકોની (બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય ૨.૨.૧૯) પણ બૌદ્ધ વાદની વિરુદ્ધ એ જ દલીલ રહી. પરિણામિનિત્યત્વવાદી જૈનદર્શને પણ કેવલ નિત્યત્વ અને કેવલ અનિત્યત્વ વાદોની વિરુદ્ધ એ જ કહ્યું કે આત્મા કેવલ નિત્યમાત્ર કે કેવલ અનિત્યમાત્ર હોય તો સંસા૨મોક્ષની વ્યવસ્થા, કર્મના કર્તાને જ કર્મફલ મળવાની વ્યવસ્થા, મોક્ષોપાયરૂપે દાન આદિ શુભ કર્મનું વિધાન અને દીક્ષા આદિનું ઉપાદાનત્વ વગેરે ઘટી શકાતાં નથી.
ભારતીય દર્શનોના તાત્ત્વિક ચિન્તનનું ઉત્થાન અને ખાસ કરીને તેનું પોષણ અને તેનો વિકાસ કર્મસિદ્ધાન્ત અને સંસારનિવૃત્તિ તથા મોક્ષપ્રાપ્તિની ભાવનામાંથી ફલિત થયાં છે. તેથી શરૂઆતમાં એ સ્વાભાવિક હતું કે પ્રત્યેક દર્શન પોતાના વાદની યથાર્થતામાં અને બીજાં દર્શનોના વાદોની અયથાર્થતામાં તે જ કર્મસિદ્ધાન્ત વગેરેની દુહાઈ દે. પરંતુ જેમ જેમ અધ્યાત્મમૂલક આ દાર્શનિક ક્ષેત્રમાં તર્કવાદનો પ્રવેશ અધિકાધિક થવા લાગ્યો અને તે ક્રમશઃ ત્યાં સુધી વધ્યો કે શુદ્ધ તર્કવાદની સામે આધ્યાત્મિકવાદ એક રીતે ગૌણ જેવો બની ગયો ત્યારે કેવલ નિત્યત્વ આદિ ઉક્ત વાદોની સત્યતાની કસોટી પણ બીજી આવી ગઈ. તર્કે કહ્યું જે અર્થક્રિયાકારી છે તે જ વસ્તુ સત્ હોઈ શકે છે, બીજી નહિ. અર્થક્રિયાકારિત્વની આ તાર્કિક કસોટીનું શ્રેય, જયાં સુધી આપણે જાણીએ છીએ ત્યાં સુધી, બૌદ્ધ પરંપરાને છે. તેથી એ સ્વાભાવિક છે કે બૌદ્ધ દાર્શનિક ક્ષણિકત્વના પક્ષમાં તે કસોટીનો ઉપયોગ કરે અને બીજા વાદોની વિરુદ્ધ પણ. આપણે જોઈએ છીએ કે થયું છે પણ તેમ જ. બૌદ્ધોએ કહ્યું કે જે ક્ષણિક નથી તે અર્થક્રિયાકારી હોઈ શકે જ નહિ અને જે અર્થક્રિયાકારી નથી તે સત્
१. तदेवं सत्त्वभेदे कृतहानमकृताभ्यागमः प्रसज्यते सति च सत्त्वोत्पादे सत्त्वनिरोधे च અર્મનિમિત્ત: સત્ત્વસર્ન: પ્રાપ્નોતિ તત્ર મુખ્યર્થો બ્રહ્મચર્યવાસો ન મ્યાત્। ન્યાયભાષ્ય, ૩.૧.૪. २. दव्वट्ठियस्स जो चेव कुणइ सो चेव वेयए णियमा । अण्णो करेइ अण्णो परिभुंजइ पज्जयणयस्स ॥ સન્મતિ, ૧.૫૨. ન વન્દમોક્ષૌ ક્ષણિસંસ્થી ન સંતૃતિ: સાત્તિ પૃષાસ્વમાવા । મુબ્રાવૃતે નૌવિધિન તો વિપ્રાન્તવૃષ્ટિસ્તવ સૃષ્ટિતોઽન્યા / ચુક્યનુશાસન, કારિકા ૧૫.
Jain Education International
૩૭૩
―
For Private & Personal Use Only
www.jainelibrary.org