Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
જાણવા યોગ્ય ખાસ વાત તો એ છે કે ગુણ-દ્રવ્ય યા ગુણ-પર્યાયના જે ભેદાભેદની સ્થાપના અને સમર્થન માટે સિદ્ધસેન, સમન્તભદ્ર આદિ જૈન તાર્કિકોએ પોતાની કૃતિઓમાં ખાસ્સો પુરુષાર્થ કર્યો છે તે જ ભેદાભેદનું સમર્થન મીમાંસકધુરીણ કુમારિલે પણ ખૂબ સ્પષ્ટતા અને તર્કવાદથી કર્યું છે — જુઓ શ્લોકવાર્તિક, આકૃતિવાદ શ્લોક ૪-૬૪; વનવાદ શ્લોક ૨૧-૮૦.
➖➖
તુલના
-
―
જેમ અન્ય જૈનાચાર્યોને દ્રવ્ય-પર્યાયનો પારસ્પરિક ભેદાભેદવાદ જ સમ્મત છે તેમ આચાર્ય હેમચન્દ્રને પણ દ્રવ્ય-પર્યાયનો પારસ્પરિક ભેદાભેદવાદ જ સમ્મત છે. પૃ. ૧૪૧ ‘પૂર્વોત્તરવિવર્ત' परापरविवर्तव्यापिદ્રવ્યમૂર્ખતા મૂવિ સ્થાસાવિત્રુ । પરીક્ષામુખ, ૪.૫. પ્રમાણનયતત્ત્વાલોક, ૫.૫. પૃ. ૧૪૨ ‘તેહિં’ — વ્યાખ્યા — દ્રવ્યાધિપર્યાયાધિશનયાાં પ્રનીત शास्त्रम् उलूकेन वैशेषिकशास्त्रप्रणेत्रा द्रव्यगुणादेः पदार्थषट्कस्य नित्यानित्यैकान्तरूपस्य तत्र प्रतिपादनात्... ततश्चैतत् शास्त्रं तथापि मिथ्यात्वम् तत्प्रदर्शितपदार्थषट्कस्य प्रमाणबाधितत्वात् जं सविसय इत्यादिना गाथापश्चार्द्धेन हेतुमाह - यस्मात् स्वविषयप्रधानताव्यवस्थिताऽन्योन्यनिरपेक्षो भयनयाश्रितं तत्, अन्योन्यनिरपेक्षनयाश्रितत्वस्य मिथ्यात्वादिनाऽविनाभूतत्वात् । સન્મતિટીકા, પૃ. ૬૫૬, ૭૦૪.
—
પૃ. ૧૪૪ ‘તંત્ર ન દ્રવ્યરૂપો' · ભારતીય દર્શનોમાં કેવલ નિત્યત્વ, કેવલ અનિત્યત્વ, નિત્યાનિત્ય ઉભય, અને પરિણામિનિત્યત્વ આ ચાર વાદોનાં મૂલ ભગવાન મહાવીર અને બુદ્ધના પહેલાં દેખાય છે પરંતુ આ વાદોની વિશેષ સ્પષ્ટ સ્થાપનાની અને તે સ્થાપનાને અનુકૂળ યુક્તિવાદની જાણકારી તે પુરાણા સમયના સાહિત્યમાં નથી મળતી. બુદ્ધે પ્રાચીન અનિત્યત્વની ભાવના ઉપર એટલું બધું જો૨ દીધું કે જેથી આગળ જઈને ક્રમશઃ બે પરિણામ દર્શનક્ષેત્રમાં પ્રકટ થયાં. એક તો એ કે બીજા બધા વાદો તે અનિત્યત્વ અર્થાત્ ક્ષણિકત્વવાદની વિરુદ્ધ કટિબદ્ધ થઈ ખડા થઈ ગયા અને બધાએ પોતાનું સ્થાપન પોતાની રીતે કરતી વખતે ક્ષણિકત્વનો નિરાસ કરવા પ્રબળ પ્રયત્ન કર્યો. બીજું પરિણામ એ આવ્યું કે ખુદ બૌદ્ધ પરંપરામાં ક્ષણિકત્વવાદ જે મૂળમાં વૈરાગ્યપોષક ભાવનારૂપ હોવાથી એક નૈતિક યા ચારિત્રીય વસ્તુસ્વરૂપ હતો તેણે તત્ત્વજ્ઞાનનું પૂરું વ્યાપક રૂપ ધારણ કર્યું અને તે તેના સમર્થકો અને વિરોધીઓની દૃષ્ટિમાં અન્ય તાત્ત્વિક વિષયોની જેમ તાત્ત્વિક રૂપથી જ ચર્ચાનો
૩૭૨
Jain Education International
←
...
For Private & Personal Use Only
www.jainelibrary.org