Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૭૯ વિદ્વાન અનેકાન્તવાદનું ખંડન કરવા તરફ વિશેષ અગ્રેસર થયા. બ્રહ્મસૂત્રગત અનેકાન્તવાદનું ખંડન ખરેખર અસલ જૈનદર્શનને લક્ષ્યમાં રાખી કરવામાં આવ્યું હોય તો પણ તે ખંડન બૌદ્ધકૃત કોઈ ખંડન પછી જ કરવામાં આવ્યું હોવું જોઈએ. એ પણ હોઈ શકે કે મૂળમાં યા અસલમાં તો બ્રહ્મસૂત્રગત ખંડન જૈનદર્શનને લક્ષ્યમાં રાખી ન કરાયું હોય પરંતુ ભર્તપ્રપંચ જેવા વેદાન્ત તથા સાંખ્ય-મીમાંસક આદિને લક્ષ્યમાં રાખી કરાયું હોય. બેશક, બ્રહ્મસૂત્રનાં ઉપલબ્ધ ભાષ્યોમાં શાંકરભાષ્ય જ પ્રાચીન છે અને તેમાં જૈનદર્શનને જ પ્રતિપક્ષી સમજીને તે અનેકાન્તવાદના ખંડનનો અર્થ શંકરાચાર્યે લગાવ્યો છે. શંકરાચાર્યના વિશે એ કહેવું દુઃસાહસ ગણાય કે તે મીમાંસક કુમારિક પ્રતિપાદિત અનેકાન્તને યા સાંખ્ય સિદ્ધાન્તની અનેકાન્તાત્મકતાને જાણતા ન હતા. જો આ કલ્પના બરાબર હોય તો પછી પ્રશ્ન થાય છે કે શંકરાચાર્ય બ્રહ્મસૂત્રગત અનેકાન્તના ખંડનને કેવલ જૈન પ્રક્રિયાપ્રસિદ્ધ અનેકાન્ત, સપ્તભંગી આદિના ખંડન તરીકે જ કેમ ઘટાવ્યું? એનો ખુલાસો એ જણાય છે કે જેવા અનેકાન્તસ્થાપનવિષયક સ્વતંત્ર ગ્રંથો જૈન સાહિત્યમાં રચાયા અને હતા તેવા મીમાંસા અને સાંખ્ય દર્શનમાં ન રચાયા અને ન હતા. તેમનામાં પ્રસંગવશાત્ અનેકાન્તપોષક ચર્ચાઓ મળતી હતી. તેથી જ અનેકાન્ત, સપ્તભંગી આદિના સમર્થક સ્વતત્ર જૈનગ્રંથો દષ્ટિગોચર થવાના કારણે શંકરાચાર્યે કેવળ જૈનમત તરીકે જ અનેકાન્તનું ખંડન કર્યું. હેતુબિન્દુના ટીકાકાર અચંટે પણ મુખ્યપણે જૈનમત તરીકે જ અનેકાન્તવાદનું ખંડન કર્યું છે, તેનું પણ કારણ તે જ હોઈ શકે. - સામાન્યપણે દાર્શનિક ક્ષેત્રમાં આ માન્યતા રૂઢ છે કે જૈનદર્શન જ અનેકાન્તવાદી છે, તેથી જેમ જૈનેતર દાર્શનિક પોતાનાં દર્શનોમાં લભ્ય અનેકાન્ત વિચારની તરફ ધ્યાન આપ્યા વિના જ અનેકાન્તને માત્ર જૈનવાદ સમજીને તેનું ખંડન કરે છે તેમ જૈનાચાર્યો પણ તે વાદને કેવળ પોતાનો જ માનીને તે ખંડનનો પૂરા જોરથી જવાબ આપતાં અનેકાન્તનું વિવિધ રીતે સ્થાપન કરતા આવ્યા છે જેના પરિણામે જૈન સાહિત્યમાં નય, સપ્તભંગી, નિક્ષેપ, અનેકાન્ત આદિનો સમર્થક એક મોટો સ્વતંત્ર ગ્રન્થરાશિ નિર્માણ પામ્યો છે. અનેકાન્ત ઉપર જૈનેતર તાર્કિકોએ લગાવેલા દોષોનો ઉદ્ધાર કરતાં જૈનાચાર્ય એવા આઠ દોષોનો ઉલ્લેખ કરે છે. જ્યાં સુધી જોવામાં આવ્યું ૧. હેતુબિન્દુટીકા, પૃ. ૧૦પ-૧૦૭. ૨. ઉદાહરણાર્થ–સન્મતિતર્ક, આતમીમાંસા, નયચક્ર, તત્ત્વાર્થરાજવાર્તિક પ્રથમ અધ્યાયનું
છઠું સૂત્ર અને ચતુર્વાધ્યાયનું અન્તિમસૂત્ર, અનેકાન્તજયપતાકા, અનેકાન્તપ્રવેશ, સ્યાદ્વાદરત્નાકર - પાંચમો અને સાતમો પરિચ્છેદ, અન્યયોગવ્યવચ્છેદાત્રિશિકા, નયપ્રદીપ, નયોપદેશ, નયરહસ્ય, અનેકાન્તવ્યવસ્થા, સપ્તભંગીતરંગિણી વગેરે. ૩. પ્રમાણસંગ્રહ લિખિત, પૃ. ૬૫ A.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org