Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૫૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા અનુસાર સૂક્ષ્મ અને આકર્ષક પ્રકાશ પાડવામાં આવ્યો છે— અભિધમ્મન્થસંગહો ૪.૬થી.
વૈદિક દર્શનોમાંથી ન્યાય-વૈશેષિક દર્શનોએ, જેમનો આ વિષયનો મત પૂર્વમીમાંસકને પણ માન્ય છે, નિર્વિકલ્પક, સવિકલ્પક આદિ ક્રમે પ્રત્યક્ષના સંબંધમાં તે જ મુદ્દાઓ ઉપર બહુ વિસ્તારથી અને બહુ સૂક્ષ્મતાથી વિચાર કર્યો છે પ્રશસ્તપાદભાષ્ય પૃ. ૧૮૧. શ્લોકવાર્તિક પ્રત્યક્ષ. શ્લોક ૧૧૨-૧૨૦. મુક્તાવલી કારિકા ૫૨-૬૧. સાંખ્યદર્શને પણ · જેની પ્રક્રિયા યોગ, વેદાન્ત વગેરે દર્શનોને માન્ય છે —— પોતાની પ્રક્રિયા અનુસાર આ સંબંધમાં વિચાર કર્યો છે ૩૦ (માઠર અને સાંખ્યતત્ત્વકૌમુદી સાથે).
--
--
-સાંખ્યકારિકા
આચાર્ય હેમચન્દ્રે પ્રસ્તુત ચાર સૂત્રોમાં ઉક્ત મુદ્દાઓ ઉપર જૈન પરંપરાના મંતવ્યનું સૂત્રણ કર્યું છે. આ સૂત્રણ જો કે સામાન્યરૂપે આગમિક અને આગમાવલંબી તાર્કિક બન્ને જૈન પરંપરાઓનું સંગ્રાહક છે તેમ છતાં આ સૂત્રણમાં જે શાબ્દિક રચના અને જે આર્થિક વક્તવ્ય છે તે એતદ્વિષયક અકલંકની કૃતિની સાથે અધિક સાદશ્ય રાખે છે.
—
પૃ. ૧૨૬ ‘તેન ઈનસ્ય' તુલના अर्थग्रहणयोग्यतालक्षणं तदनन्तरभूतं सन्मात्रदर्शनं स्वविषयव्यवस्थापनविकल्पम् उत्तरं परिणामं પ્રતિપદ્યતે અવગ્રહઃ । લઘીયસ્ત્રયીસ્વવિવૃતિ, ૧.પ.
પૃ. ૧૨૮ ‘પ્રતિસંધ્યાનેન' - બૌદ્ધ તાર્કિક જેને પ્રત્યક્ષપ્રમાણ માને છે તે નિર્વિકલ્પક જ્ઞાનને દર્શન યા અનધ્યવસાય કહીને આચાર્ય હેમચન્દ્રે પ્રમાણકોટિની બહાર રાખ્યું છે, અને તેના અનન્તરભાવી અવગ્રહથી પ્રમાણભૂત જ્ઞાનપરંપરાનો પ્રારંભ માનીને ઇન્દ્રિયજન્ય તે અવગ્રહને માનસવિકલ્પથી પણ ભિન્ન કહ્યો છે. બૌદ્ધ તાર્કિક માનસવિકલ્પને અપ્રમાણ માનીને પ્રતિસંખ્યાનનામક સમાધિવિશેષભાવી ભાવનાથી તેનો નાશ માને છે • प्रतिसंख्यानिरोधो यो विसंयोगः पृथक् પૃથક્ વિસંયોગ: ક્ષયો ધિયા । અભિધર્મકોશ, ૧.૬; ૨.૫૭. તત્ત્વસંગ્રહપંજિકા, પૃ. ૫૪૭. મધ્યમિકકારિકાવૃત્તિ પૃ. ૩૬૯, ૫૫૬. અભિધમ્મર્ત્યસંગહો, ૬.૨૮. બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય, ૨.૨.૨૨. ન્યાયભાષ્ય, ૪.૨.૨.
પૃ. ૧૩૦‘કૃતિ’. આગમ અને તેની ચૂર્ણિ આદિ વ્યાખ્યાઓમાં જ્યાં સુધી
પ્રાકૃત ભાષાનો સંબંધ રહ્યો છે ત્યાં સુધી અવાય શબ્દનો પ્રયોગ જ જોવામાં આવે છે. પ્રાકૃત ‘અવાય’ શબ્દ સંસ્કૃત ‘અપાય’ અને સંસ્કૃત ‘અવાય' બન્નેમાંથી નિષ્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org