Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૬૦
=
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા કર્યો અને અન્ને દર્શાવ્યું કે અવિચ્યુતિ, વાસના (જેને સંસ્કાર પણ કહેવામાં આવે છે) અને સ્મૃતિ એ ત્રણે ધા૨ણા છે.' પૂજયપાદના અનુગામી અકલંક (તત્ત્વાર્થરાજવાર્તિક ૧.૧૫), વિદ્યાનન્દ (તત્ત્વાર્થશ્લોકવાર્તિક, ૧.૧૫. ૨૧-૨૨) અને અનન્તવીર્ય આ ત્રણે પ્રસિદ્ધ દિગમ્બરાચાર્યોએ પૂજ્યપાદના સંક્ષિપ્ત સૂચનનું જ વિસ્તૃત અને સતર્ક ઉપપાદન કરીને કહ્યું કે સ્મૃતિનું કારણ સંસ્કાર જે જૈન દૃષ્ટિએ વસ્તુતઃ જ્ઞાનસ્વરૂપ જ છે તે ધારણા છે. આમ ધારણાના અર્થમાં બે પરંપરાઓ દેખાય છે. જિનભદ્રની પરંપરા અનુસાર અવિચ્યુતિ, સંસ્કાર અને સ્મૃતિ ત્રણે ધારણા છે અને સંસ્કાર કર્મક્ષયોપશમરૂપ હોવાથી આત્મીય શક્તિવિશેષ માત્ર છે, જ્ઞાનરૂપ નથી. અકલંક આદિની દિગમ્બરીય પરંપરા અનુસાર સ્મૃતિનું કારણ સંસ્કાર જ ધારણા છે જે વસ્તુતઃ જ્ઞાનસ્વરૂપ છે. જિનભદ્રીય પરંપરાનો સ્વીકાર યાકિનીસૂનુ હિ૨ભદ્રે કર્યો (આવશ્યકનિર્યુક્તિ-હારિભદ્રીયટીકા, ૩) અને વાદી દેવસૂરિએ તે પરંપરાના આધારે સૂત્ર (પ્રમાણનયતત્ત્વાલોક, ૨.૧૦) રચીને વ્યાખ્યાનમાં દિગમ્બરાચાર્ય વિદ્યાનન્દ અને અનન્તવીર્યનું નામ લઈને તેમના મતનું નિરસન કરી જિનભદ્રીય પરંપરાનું સયુક્તિક સમર્થન કર્યું (સ્યાદ્વાદરત્નાકર, ૨.૧૦).
જો કે આચાર્ય હેમચન્દ્ર વાદી દેવસૂરિના સમકાલીન અને તેમના પ્રસિદ્ધ ગ્રંથ સ્યાદ્વાદરત્નાકરના દ્રષ્ટા છે અને જિનભદ્ર, હિરભદ્ર અને દેવસૂરિ એ ત્રણેના ૧. અન્નોત્તરમાદ—માર્ં હત્યારિ, મળ્યતેઽત્ર પ્રતિવિધાનમ્। મ્િ ? ફત્યા——‘તું વસ્તુ તળેવ યત્ प्रागुपलब्धं मया' इत्येवंभूता कालान्तरे या स्मृतिरूपा बुद्धिरुपजायते, नन्विह सा पूर्वप्रवृत्तादपायात् निर्विवादमभ्यधिकैव, पूर्वप्रवृत्ताऽपायकाले तस्या अभावात्; सांप्रतापायस्य तु वस्तुनिश्चयमात्रफलत्वेन पूर्वापरदर्शनानुसंधानाऽयोगात् । ततश्च साऽनन्यरूपत्वाद् धृतिर्धारणा नामेति पर्यन्ते संबन्धः । यतश्च यस्माच्च वासनाविशेषात् पूर्वोपलब्धवस्त्वाहितसंस्कारलक्षणात् तद्विज्ञानावरणक्षयोपशमसान्निध्यादित्यर्थः, सा 'इदं तदेव' इति लक्षणा स्मृतिर्भवति । साऽपि वासनापायादभ्यधिकेति कृत्वा धृतिर्नाम इतीहापि सम्बन्धः । 'जा याऽवायेत्वादि' या चाऽपायादनन्तरमविच्युतिः प्रवर्तते सापि धृतिर्नाम । इदमुक्तं भवति यस्मिन् समये 'स्थाणुरेवाऽयम्' इत्यादिनिश्चयस्वरूपोऽपायः प्रवृत्तः, ततः समयादूर्ध्वमपि स्थाणुरेवाऽयम्, स्थाणुरेवाऽयम्' इत्यविच्युता याऽन्तर्मुहूर्तं क्वचिदपायप्रवृत्तिः साऽप्यपायाऽविच्युतिः प्रथमप्रवृत्तापायादभ्यधिकेति धृतिर्धारणा नामेति । एवमविच्युति - वासना - स्मृतिरूपा धारणा त्रिधा सिद्धा भवति ।
।
वासनापि स्मृतिविज्ञानावरणकर्मक्षयोपशमरूपा, तद्विज्ञानजननशक्तिरूपा चेष्यते । सा च यद्यपि स्वयं ज्ञानरूपा न भवति, तथापि पूर्वप्रवृत्ताऽविच्युतिलक्षणज्ञानकार्यत्वात्, उत्तरकालभाविस्मृतिरूपज्ञानकारणत्वाच्चोपचारतो ज्ञानरूपाऽभ्युपगम्यते । तद्वस्तुविकल्पपक्षस्त्वनभ्युपगमादेव निरस्तः । तस्मादविच्युति - स्मृति- वासनारूपाया धारणायाः स्थितत्वाद् न मतेस्त्रैविध्यम्, किन्तु ચતુર્ણ સેતિ સ્થિતમ્ ।। વિશેષાવશ્યકભાષ્ય-બૃહદ્વૃત્તિ, ગાથા ૧૮૮-૧૮૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org