Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૬૧
અનુગામી પણ છે તેમ છતાં તેઓ ધારણાના લક્ષણસૂત્રમાં તથા તેના વ્યાખ્યાનમાં દિગમ્બરાચાર્ય અકલંક અને વિદ્યાનન્દ આદિના મતનું શબ્દશઃ અનુસરણ કરે છે અને પોતાના પૂજ્ય વૃદ્ધ જિનભદ્ર આદિના મતનું ખંડન કર્યા વિના કેવળ તેનો આદરપૂર્વક સમન્વય કરે છે. પોતાના પૂજય શ્વેતામ્બરીય દેવસૂરિએ જે વિદ્યાનન્દ આદિના મતનું ખંડન કર્યું છે તે મતને અપનાવીને આચાર્ય હેમચન્દ્ર સંપ્રદાયનિરપેક્ષ તાર્કિકતાનો પરિચય કરાવ્યો છે.
પૃ. ૧૩૨ ‘સૌ તૈ’
પૃ. ૧૩૨ ‘નૈયાવિવલિમિ:'
પૃ. ૧૩૨ ‘નૈયાયિાસ્તુ'
ભારતીય દર્શનશાસ્ત્રોમાં પ્રમેય તથા વિવિધ આચાર વિષયક મતમાતાન્તર જે બહુ પ્રાચીન સમયથી પ્રચલિત છે તેમના પારસ્પરિક ખંડનમંડનની પ્રથા પણ બુદ્ધમહાવીર જેટલી પ્રાચીન તો અવશ્ય છે જ પરંતુ આપણને તે પ્રાચીન ખંડનમંડનની પ્રથામાં પ્રમાણલક્ષણવિષયક મતભેદોનું પારસ્પરિક ખંડનમંડન મળતું નથી. એમાં તો સંદેહ નથી કે દિનાગના પહેલાં જ પ્રમાણસામાન્ય અને પ્રમાણવિશેષનાં લક્ષણો અંગે બૌદ્ધ, વૈદિક આદિ તાર્કિક પોતપોતાના મન્તવ્યોનું પ્રતિપાદન કરવાની સાથે જ મતાન્તરોનું ખંડન કરવા લાગી ગયા હતા, કારણ કે દિનાગના પ્રમાણસમુચ્ચયમાં આવું ખંડન સ્પષ્ટતઃ આપણને મળે છે.
તુલના
-
Jain Education International
――――――――
પ્રમાણવાર્તિક ૩.૨૦૮થી.
તુલના • કન્દેલી, પૃ. ૩૦.
—
દર્શનસૂત્રોનાં ઉપલબ્ધ વાત્સ્યાયન, શાબર, પ્રશસ્ત, યોગ આદિ પ્રાચીન ભાષ્યોમાં પ્રમાણના લક્ષણ અંગેનાં મતમતાન્તરોનું ખંડન જો કે નથી તેમ છતાં દિનાગના ઉત્તરવર્તી તે જ ભાષ્યોના વ્યાખ્યાગ્રંથોમાં પેલું પારસ્પરિક ખંડન સ્પષ્ટ અને વ્યવસ્થિત · રૂપમાં દેખાય છે. દિનાાગે પ્રત્યક્ષના લક્ષણ સંબંધી તૈયાયિક, મીમાંસક આદિના મતોનું ખંડન કર્યું છે (પ્રમાણસમુચ્ચય, ૧.૧૯થી). તેનો જવાબ વાત્સ્યાયનના ટીકાકાર ઉદ્યોતકર (ન્યાયવાર્તિક, ૧.૧.૪) અને શાબરના ટીકાકાર કુમારિલ (શ્લોકવાર્તિક, પ્રત્યક્ષ. શ્લોક ૪૨થી) વગેરેએ આપ્યો છે. ઈસ્વીસનની છઠ્ઠી, સાતમી શતાબ્દી સુધી તો આ તાર્કિકોની એક પ્રથા જ થઈ ગઈ જણાય છે કે પોતાના લક્ષણગ્રંથોમાં મતાન્તરોનું ખંડન કર્યા વિના સ્વમતસ્થાપન પૂરેપુરું થયું ન ગણાય.
જૈન પરંપરામાં પણ પ્રમાણના લક્ષણ સંબંધી સ્વમતપ્રતિપાદન તો આપણે આગમયુગથી દેખીએ છીએ અને આ જ પ્રથા ઉમાસ્વાતિ સુધી બરાબર ચાલતી આવી જણાય છે પરંતુ તેમાં મતાન્તરના કંઈક ખંડનનો પ્રવેશ પૂજ્યપાદથી (સર્વાર્થસિદ્ધિ, ૧.૧૦) થયો જણાય છે. પ્રમાણલક્ષણ સંબંધી પરમતોનું પ્રધાનપણે ખંડન કરનારા
For Private & Personal Use Only
www.jainelibrary.org