Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૬૩
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ સત્રિકર્ષ થાય તો જ પ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન થાય છે, એમાં કોઈને મતભેદ નથી. પરંતુ સકિર્ષના સ્વરૂપમાં થોડોક મતભેદ છે જેના આધાર ઉપર પ્રાપ્યાપ્રાપ્યકારિત્વનો એક વાદ ખડો થઈ ગયો અને બધા દાર્શનિકોની ચર્ચાનો વિષય બની ગયો.
સાંખ્ય (સાંખ્યસૂત્ર, ૧.૮૭), ન્યાય (ન્યાયસૂત્ર, ૩.૧. ૩૩-૫૩), વૈશેષિક (કન્દલી, પૃ. ૨૩), જૈમિનીય (શાબરભાષ્ય, ૧.૧.૧૩) આદિ બધાં વૈદિક દર્શનો પોતપોતાની પ્રક્રિયા મુજબ પાંચે બહિરિન્દ્રિયોને પ્રાપ્યકારી માને છે. બૌદ્ધદર્શન બહિરિન્દ્રયોમાં પ્રાણ, રસન, સ્પર્શન ત્રણને જ પ્રાપ્યકારી માને છે, ચક્ષુ અને શ્રોત્રને પ્રાપ્યકારી માનતા નથી – અપ્રામાન્યક્ષમઃ શ્રોત્રા ત્રયમન્યથા. (અભિધર્મકોશ, ૨.૪૩). જૈન દર્શન (આવશ્યકનિર્યુક્તિ, ૫. તત્ત્વાર્થસૂત્ર, ૧.૧૯) કેવળ ચક્ષુ સિવાય બાકીની ચાર ઇન્દ્રિયોને પ્રાપ્યકારી માને છે.
આ પ્રાપ્યામાપ્રકારિત્વની ચર્ચા લગભગ બે હજાર વર્ષ પહેલેથી શરૂ થઈ જણાય છે, પછી ક્રમશઃ તે ઉત્તરોત્તર વિસ્તૃત બનતી બનતી જટિલ અને મનોરંજક પણ બની ગઈ.
પૃ. ૧૩૪ ‘થ પ્રાપ્યોરિ’ – ન્યાયવાર્તિક, પૃ. ૩૬. ન્યાયમંજરી, પૃ.
૭૩.
પૃ. ૧૩૫ સૌતીસ્તુ' – બૌદ્ધ ન્યાયશાસ્ત્રમાં પ્રત્યક્ષલક્ષણની બે પરંપરાઓ દેખાય છે – પહેલી અબ્રાન્તપદ રહિત અને બીજી અબ્રાન્તપદ સહિત. પહેલી પરંપરાના પુરસ્કર્તા દિનાગ છે અને બીજીના ધર્મકીર્તિ છે. પ્રમાણસમુચ્ચય (૧.૩) અને ન્યાયપ્રવેશ(પૃ. ૭)માં પહેલી પરંપરા અનુસાર લક્ષણ અને વ્યાખ્યાન છે. ન્યાયબિન્દુ (૧.૪) અને તેની ધર્મોત્તરીય આદિ વૃત્તિમાં બીજી પરંપરા અનુસાર લક્ષણ અને વ્યાખ્યાન છે. શાન્તરક્ષિતના તત્ત્વસંગ્રહમાં (કારિકા ૧૨૧૪) ધર્મકીર્તિની બીજી પરંપરાનું જ સમર્થન કરવામાં આવ્યું છે. જણાય છે કે શાન્તરક્ષિતના સમય સુધી બૌદ્ધ તાર્કિકોમાં બે પક્ષ સ્પષ્ટત થઈ ગયા હતા જેમાં એક પક્ષ અબ્રાન્તપદ વિના જ પ્રત્યક્ષનું પૂર્ણ લક્ષણ માનીને પીત શંખ આદિ ભ્રાન્ત જ્ઞાનોમાં પણ (તત્ત્વસંગ્રહ, કારિકા ૧૩૨૪થી) દિડૂનાગકથિત પ્રમાણલક્ષણ ઘટાવવાનો પ્રયત્ન કરતા હતા.
એ પક્ષને જવાબ આપતાં દિનાગના મતનું તાત્પર્ય શાન્તરક્ષિતે એવી રીતે દર્શાવ્યું છે કે જેનાથી દિનાગના અબ્રાન્તપદરહિત લક્ષણવાક્યનું સમર્થન પણ થાય અને અબ્રાન્તપદસહિતની ધર્મકર્તીય પરંપરાનું વાસ્તવિકત્વ પણ ટકી રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org