Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩પ૯ થાય છે. ઉમાસ્વાતિએ અવાયનું સંસ્કૃત અપાય બનાવીને તેને મૂલસૂત્ર અને ભાષ્યમાં પ્રયુક્ત કરેલ છે. પૂજ્યપાદ વગેરે દિગમ્બરાચાર્યોએ સંસ્કૃત અવાય શબ્દને જ સૂત્રપાઠ અને પોતપોતાની વ્યાખ્યાઓમાં રાખ્યો છે.
જો કે અકલકે પૂજ્યપાદ અનુસાર સંસ્કૃત શબ્દ તો રાખ્યો અવાય, પરંતુ તેમની દષ્ટિ ભાષ્યપ્રયુક્ત અપાય શબ્દ તરફ પણ ગઈ અને તેમના મનમાં પ્રશ્ન થયો કે શું સંસ્કૃતમાં ભાષ્યાનુસાર અપાય શબ્દનો પ્રયોગ ઠીક છે કે સર્વાર્થસિદ્ધિ અનુસાર અવાય શબ્દનો પ્રયોગ ઠીક છે? આ પ્રશ્નનો જવાબ તેમણે બુદ્ધિપૂર્વક આપ્યો છે. તેમણે જોયું કે અપાય અને અવાય એ બન્ને સંસ્કૃત શબ્દ પ્રાકૃત અવાય શબ્દમાંથી ફલિત થઈ શકે છે. તો પછી બન્ને સંસ્કૃત શબ્દોનો પાઠ કેમ ન માની લેવાય? આમ વિચારીને તેમણે સંસ્કૃતમાં ઉક્ત બન્ને શબ્દોના પ્રયોગને યોગ્ય જણાવ્યો છે, તેમ છતાં બન્ને શબ્દોના પ્રયોગમાં થોડોક અર્થભેદ દેખાડ્યો છે. તેઓ કહે છે કે જ્યારે નિર્ણયમાં વ્યાવૃત્તિપ્રધાનતા હોય છે ત્યારે તે અપાય છે અને જ્યારે વિધિપ્રધાનતા હોય છે ત્યારે તે અવાય છે. અપાયમાં પણ વિધ્વંશ ગૌણરૂપે આવી જ જાય છે. આમ અવાયમાં પણ ગૌણરૂપે નિષેધાંશ આવી જ જાય છે. તેથી જ ગમે તો અપાય શબ્દનો પ્રયોગ કરો કે ગમે તો અવાય શબ્દનો પરંતુ વસ્તુત: બન્ને શબ્દો વિશેષાવધારણરૂપ નિર્ણયબોધક હોવાથી પર્યાયમાત્ર છે. તત્ત્વાર્થરાજવાર્તિક, ૧.૧૫. પૃ. ૧૩૦ “સંધ્યેયમસંધ્યેય.વા' – તુલના –
उग्गहो एवं समयं इहावाया मुहुत्तमंतं तु । कालमसंखं संखं च धारणा होइ नायव्वा ॥
– આવશ્યકનિર્યુક્તિ, ૪. નન્દીસૂત્ર ૩૪. પૃ. ૧૩૧ જ્ઞાનાતિરિn:' - તુલના – પ્રશસ્તિપાદભાષ્ય, પૃ. ૨૬૭. મુક્તાવલી, કારિકા ૧૬૦-૧૬૧. - મૃ. ૧૩૧ રન્વવિખ્યુતિમપિ' – જૈન પરંપરામાં મતિજ્ઞાનનો ધારણા નામનો ચોથો ભેદ છે. આગમ (નદીસૂત્ર, સૂત્ર ૩૪), નિર્યુક્તિ (આવશ્યકનિર્યુક્તિ ૩) અને તત્ત્વાર્થભાષ્ય (૧.૧૫) સુધીમાં ધારણાના પર્યાયકથન સિવાય કોઈ ખાસ વિશ્લેષણપૂર્વક અર્થકથન દેખાતું નથી. જણાય છે કે આ અંગે પ્રથમ પ્રયત્ન પૂજયપાદનો છે (સર્વાર્થસિદ્ધિ, ૧.૧૫). પૂજયપાદ અવિસ્મૃતિના કારણને ધારણા કહીને જે નવા અર્થનું સૂચન કર્યું તેના ઉપર બે પરંપરાઓ શરૂ થઈ. ક્ષમાશ્રમણ જિનભદ્ર નિર્યુક્તિનું ભાષ્ય કરતી વખતે ધારણાનો સૂક્ષ્મતાથી અને વિસ્તારથી વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org