Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૫૬
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા તથા માધવાચાર્યે સર્વદર્શનસંગ્રહમાં (પૃ. ૩૯) સવિસ્તર કર્યો છે. તે જ ચાર પ્રત્યય જ્ઞાનનિમિત્તરૂપે આચાર્ય હેમચન્દ્ર ઉદ્ધત કરેલી આ કારિકામાં નિર્દિષ્ટ છે
नीलाभासस्य हि चित्तस्य नीलादालम्बनप्रत्ययान्नीलाकारता । समनन्तरप्रत्ययात् पूर्वविज्ञानाद् बोधरूपता । चक्षुषोऽधिपतिप्रत्ययाद् रूपग्रहणप्रतिनियमः । आलोकात् सहकारिप्रत्ययाद् हेतोः स्पष्टार्थता । एवं सुखादीनामपि चैत्तानां चित्ताभिन्नहेतुजानां चत्वार्येतान्येव कारणानि । ભામતી, ૨.૨.૧૯.
પૂ. ૧૨૦ નાથત્નો' – અકલંકથી લઈને બધા જૈન તાર્કિકોએ જે અર્થાલોકકારણતાવાદનો નિકાસ કર્યો છે તે બૌદ્ધનો જ છે. ન્યાય વગેરે દર્શનોમાં પણ જન્ય પ્રત્યક્ષની બાબતમાં અર્થને કારણ માનવામાં આવેલ છે અને ચાક્ષુષ પ્રત્યક્ષમાં આલોકને પણ. ત્યારે પ્રશ્ન થાય છે કે શું તે જૈનાચાર્યોની સામે ઉક્ત કારણતાસમર્થક બૌદ્ધ ગ્રંથ જ હતા અને ન્યાય આદિના ગ્રંથ ન હતા? કે નૈયાયિકોએ તેના ઉપર ચર્ચા જ કરી ન હતી ? આનો ઉત્તર એ છે કે પ્રાચીન સમયમાં તૈયાયિક આદિ વૈદિક દાર્શનિકોએ અર્થ અને આલોકની કારણતાવિષયક કોઈ ખાસ ચર્ચા શરૂ કરી ન હતી અને તે અંગે કોઈ ખાસ સિદ્ધાન્તો પણ સ્થિર કર્યા ન હતા, જેવા કે બૌદ્ધ તાર્કિકોએ આ વિષયમાં વિસ્તૃત ઊહાપોહ કરીને સિદ્ધાન્તો સ્થિર કર્યા હતા. તેથી જ જૈન તાર્કિકોની સામે બૌદ્ધવાદ જ ઉક્ત કારણતાવાદરૂપે ઉપસ્થિત રહ્યો અને તેમણે તેનો નિરાસ કર્યો. ગંગેશ ઉપાધ્યાયે પોતાના પ્રત્યક્ષ ચિન્તામણિ ગ્રંથમાં (પૃ. ૭૨૦) વિષય અને આલોકના કારણત્વનો સ્પષ્ટ અને સ્થિર સિદ્ધાન્ત રજૂ કર્યો. પરંતુ આચાર્ય હેમચન્દ્ર ગંગેશના સમકાલીન હોવાથી તેમના જોવામાં ચિત્તામણિ ગ્રંથ નથી આવ્યો. આ જ કારણ છે કે આચાર્ય હેમચન્દ્ર આ અર્થાલોકકારણતાવાદના નિરાસમાં પોતાના પૂર્વવર્તી જૈન તાર્કિકોનું જ અનુસરણ કર્યું છે.
તદુત્પત્તિ તદાકારતાનો સિદ્ધાન્ત પણ બૌદ્ધ છે. બૌદ્ધોમાં પણ તે સૌત્રાન્તિકનો છે કેમ કે સોત્રાન્તિક બાહ્ય વિષયનું અસ્તિત્વ માનીને જ્ઞાનને તજ્જન્ય અને તદાકાર માને છે. આ સિદ્ધાન્તનું ખંડન વિજ્ઞાનવાદી યોગાચાર બૌદ્ધોએ જ કર્યું છે જે પ્રમાણવાર્તિક અને તેની ટીકા પ્રમાણવાર્તિકાલંકાર (પૃ. ૧૧) વગેરેમાં જોવા મળે છે. જૈન તાર્કિકોએ પહેલેથી જ તે જ ખંડનસરણીને લઈને તે વાદનો નિરાસ કર્યો છે.
મૃ. ૧૨૧ ‘ર વાતાવથ' – તુલના – નાનનુ તાન્વયવ્યતિરે कारणं नाकारणं विषयः इति बालिशगीतम् । तामसखगकुलानां तमसि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org