Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૫૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા પ્રતિષ્ઠિત બૌદ્ધ અને તત્ત્વાર્થભાખ જેવા પ્રતિષ્ઠિત જૈન દાર્શનિક ગ્રંથમાં એક વાર સ્થાન મેળવી લીધા પછી તો તે નિરુક્તિ ઉત્તરવર્તી બધા બૌદ્ધ-જૈન મહત્ત્વપૂર્ણ દર્શનગ્રંથોનો વિષય બની ગઈ છે.
આ ઇન્દ્રિયપદની નિરુક્તિના ઈતિહાસમાં મુખ્યપણે બે વાતો ખાસ ધ્યાન દેવા યોગ્ય છે. એક તો એ કે બૌદ્ધ વૈયાકરણો જે સ્વતન્ત્ર છે અને જે પાણિનીયના વ્યાખ્યાકારો છે તેમણે તે નિરુક્તિને પોતપોતાના ગ્રંથોમાં કંઈક વિસ્તારથી સ્થાન આપ્યું છે. અને આચાર્ય હેમચન્દ્ર જેવા સ્વતંત્ર જૈન વૈયાકરણે પણ પોતાના વ્યાકરણસૂત્ર અને વૃત્તિમાં પૂરા વિસ્તારથી તેને સ્થાન આપ્યું છે. બીજી વાત એ કે પાણિનીય સૂત્રોના બહુ જ અર્વાચીન વ્યાખ્યાગ્રંથો સિવાય બીજા કોઈ વૈદિક દર્શનના ગ્રંથમાં આ ઇન્દ્રિયપદની નિયુક્તિ મળતી નથી જેવી કે બૌદ્ધ-જૈન ગ્રંથોમાં મળે છે. જણાય છે કે, જેવું અનેક સ્થળોએ થયું છે તે પ્રમાણે જ, આ સંબંધમાં અસલમાં શાબ્દિકોની શબ્દનિયુક્તિ બૌદ્ધ-જૈન દર્શન ગ્રંથોમાં સ્થાન પામીને પછી તે દાર્શનિકોના ચિત્તનનો વિષય પણ બની ગઈ છે.
માઠરવૃત્તિ જેવા પ્રાચીન વૈદિક દર્શનગ્રંથમાં ઇન્દ્રિયપદની નિયુક્તિ છે પણ તે પાણિનીય સૂત્ર અને બૌદ્ધ-જૈન દર્શનગ્રંથોમાં લભ્ય નિરુક્તિથી બિલકુલ ભિન્ન અને વિલક્ષણ છે.
જણાય છે કે પ્રાચીન સમયમાં શબ્દોની વ્યુત્પત્તિ યા નિરુક્તિ દર્શાવવી તે એક એવું આવશ્યક કર્તવ્ય મનાતું હતું કે જેની ઉપેક્ષા કોઈ બુદ્ધિમાન લેખક કરતો ન હતો. વ્યુત્પત્તિ અને નિરુક્તિ દર્શાવવામાં ગ્રન્થકારો પોતાની સ્વતંત્ર કલ્પનાનો પણ પૂરો ઉપયોગ કરતા હતા. આ વસ્તુસ્થિતિ કેવળ પ્રાકૃત-પાલિ શબ્દો સુધી જ સીમિત ન હતી પરંતુ સંસ્કૃત શબ્દોની બાબતમાં પણ હતી. ઇન્દ્રિયપદની નિયુક્તિ આનું એક ઉદાહરણ છે.
મનોરંજક વાત તો એ છે કે શાબ્દિક ક્ષેત્રમાંથી ચાલીને ઇન્દ્રિયપદની નિક્તિએ દાર્શનિક ક્ષેત્રમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે જ તેના ઉપર દાર્શનિક સંપ્રદાયની છાપ લાગી ગઈ. બુદ્ધઘોષક ઈન્દ્રિયપદની નિયુક્તિમાં બીજા બધા અર્થ પાણિનિકથિત બતાવે છે પરંતુ ઈન્દ્રનો અર્થ સુગત બતાવીને પણ તે નિરુક્તિને સંગત બનાવવાનો પ્રયત્ન કરે છે. જૈન આચાર્યોએ ઇન્દ્રપદનો અર્થ માત્ર જીવ કે આત્મા જ સામાન્યપણે દર્શાવ્યો ૧. તત્ત્વાર્થભાષ્ય, ૨.૧૫. સર્વાર્થસિદ્ધિ, ૧.૧૪. ૨. દ્રિયમ્ હૈમશબ્દાનુશાસન, ૭.૧.૧૭૪. ૩. રૂનું તિ વિષયાળાં નામ, તાનિનઃ વિષયનું પ્રતિ દ્રવતતિ ન્દ્રિયના માઠર, કારિકા ૨૬. ૪. જુઓ પૃ. ૩૪૯ ટિપ્પણ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org