Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૧૭
ત્યારે જ પ્રમાણ છે જ્યારે તેઓ ક્ષણભેદ આદિ વિશેષોનું ભાન કરતાં હોય અને આમ વિશિષ્ટપ્રમાજનક બનતાં હોય. જ્યારે તેઓ તેવું ન કરતાં હોય ત્યારે તેઓ પ્રમાણ નથી. તેવી જ રીતે તે પરંપરા અનુસાર એ પણ સમજવું જોઈએ કે વિશિષ્ટપ્રમાજનક હોવા છતાં પણ ધારાવાહિક જ્ઞાનો દ્રવ્યાંશમાં વિશિષ્ટપ્રમાજનક નથી એટલે તે અંશમાં તેઓ અપ્રમાણ છે અને વિશેષાંશમાં વિશિષ્ટપ્રમાજનક હોવાના કારણે તે અંશમાં તેઓ પ્રમાણ છે, અર્થાત્ એક જ્ઞાનવ્યક્તિમાં પણ વિષયભેદની અપેક્ષાએ પ્રામાણ્યઅપ્રામાણ્ય છે. અકલંકના અનુગામી વિદ્યાનન્દ અને માણિક્યનન્દીના અનુગામી પ્રભાચન્દ્રના ટીકાગ્રન્થોનું પૂર્વાપર અવલોકન આ નિષ્કર્ષ ઉપર પહોંચાડે છે. તેનું કારણ એ છે કે અન્ય બધા જૈનાચાર્યોની જેમ નિર્વિવાદપણે સ્મૃતિના પ્રામાણ્યનું સમર્થન કરનારા અકલંક અને માણિક્યનન્દી પોતપોતાના પ્રમાણલક્ષણમાં જ્યારે બૌદ્ધ અને મીમાંસકની જેમ ‘અનધિગત’ અને ‘અપૂર્વ’ પદો મૂકે છે ત્યારે તે પદોની સાર્થકતા ઉક્ત તાત્પર્ય સિવાય બીજી કોઈ પણ રીતે દર્શાવી શકાતી નથી, પછી ભલે ને વિદ્યાનન્દ અને પ્રભાચન્દ્રનો સ્વતન્ત્ર મત ગમે તે રહ્યો હોય.
બૌદ્ધ વિદ્વાન વિકલ્પ અને સ્મૃતિ બન્નેમાં જ્યારે મીમાંસક કેવળ સ્મૃતિમાં સ્વતન્ત્ર પ્રામાણ્ય નથી માનતા. તેથી તેમના મતમાં તો ‘અધિગત’ અને ‘અપૂર્વ’ પદોનું પ્રયોજન સ્પષ્ટ છે. પરંતુ જૈન પરંપરા અનુસાર તે પ્રયોજન નથી.
શ્વેતામ્બર પરંપરાના બધા વિદ્વાનો એકમતે ધારાવાહિક જ્ઞાનને સ્મૃતિની જેમ પ્રમાણ માનવાના પક્ષમાં છે. તેથી કોઈએ પણ પોતાના પ્રમાણલક્ષણમાં ‘અનધિગત’ ‘અપૂર્વ’ આદિ જેવાં પદોને સ્થાન આપ્યું નથી. એટલું જ નહિ, પણ તેમણે સ્પષ્ટપણે કહી દીધું કે ભલે ને જ્ઞાન ગૃહીતગ્રાહી હોય તો પણ તે અગૃહીતગ્રાહી જ્ઞાનની જેમ જ પ્રમાણ છે. તેમના વિચાર અનુસાર ગૃહીતગ્રાહિત્વ પ્રામાણ્યનું વિઘાતક નથી, તેથી તેમના મતે એક ધારાવાહિક જ્ઞાનવ્યક્તિમાં વિષયભેદની અપેક્ષાએ પ્રામાણ્ય-અપ્રામાણ્ય માનવાની જરૂરત નથી અને ન તો કદી કોઈ જ્ઞાનને અપ્રમાણ માનવાની જરૂરત છે. १. गृहीतमगृहीतं वा स्वार्थं यदि व्यवस्यति । तन्न लोके न शास्त्रेषु विजहाति प्रमाणताम् ॥
તત્ત્વાર્થસ્લોકવાર્તિક, ૧.૧૦.૭૮. પ્રમાન્તાગૃહીતાર્થપ્રાશિદ્ધં પ્રપદ્મતઃ । પ્રામાË ચ ગૃહીતાર્થપ્રાહિત્લેડપિ યજ્જન ॥ તત્ત્વાર્થશ્લોકવાર્તિક, ૧.૧૩.૯૪. ગૃહીતપ્રદ્દળાત્ તંત્ર ન મૃતેશ્વેત્ પ્રમાળતા ! ધારવાાક્ષવિજ્ઞાનÅવં નમ્મેત જેન સા ॥ તત્ત્વાર્થશ્લોકવાર્તિક, ૧.૧૩.૧૫. નન્વેમપિ प्रमाणसंप्लग्त्रादिताव्याघातः प्रमाणप्रतिपन्नेऽर्थे प्रमाणान्तराप्रतिपत्तिरित्यचोद्यम् । अर्थपरिच्छित्तिविशेषसद्भावे तवृत्तेरप्यभ्युपमगमात् । प्रथमप्रमाणप्रतिपन्ने हि वस्तुन्याकारविशेषं प्रतिपद्यमानं પ્રમાળાન્ત પૂર્વાર્થમેવ વૃક્ષો પ્રોધ ત્યાદ્દિવત્ । પ્રમેયકમલમાર્તંડ, પૃ. ૧૬. २. यद् गृहीत हि ज्ञानं न तत् प्रमाणम्, यथा स्मृतिः, गृहीतग्राही च प्रत्यक्षपृष्ठभावी विकल्प इति વ્યાપધિયોપલબ્ધિ: । તત્ત્વસંગ્રહમંજિકા, કારિકા ૧૨૯૮.
Jan 2gication International
For Private & Personal Use Only
www.jainelibrary.org