Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૨૯
છે. અકલંકે પોતાની લઘીયસ્રયીમાં દર્શાવ્યું છે કે પરોક્ષ પ્રમાણના અનુમાન, પ્રત્યભિજ્ઞાન, સ્મરણ, તર્ક અને આગમ એ પાંચ ભેદ છે. તેમણે આ ભેદોનાં લક્ષણો પણ સ્પષ્ટ બાંધી આપ્યાં છે. આપણે જોઈએ છીએ કે અકલંકના આ સ્પષ્ટીકરણે જૈન પ્રક્રિયામાં આગમિક અને તાર્કિક જ્ઞાનચર્ચામાં વારંવાર ઊભી થતી બધી સમસ્યાઓને ઉકેલી નાખી. તેનું ફળ એ આવ્યું કે અકલંકના ઉત્તરવર્તી દિગમ્બર-શ્વેતામ્બર બધા તાર્કિકો તે જ અકલંકદર્શિત પથ ઉપર જ ચાલવા લાગ્યા અને અકલંકના જ શબ્દોને એક યા બીજા રૂપે લઈને જ્યાં ત્યાં વિકસિત કરી પોતપોતાના લઘુ યા બૃહત્કાય ગ્રન્થોને તેઓ રચવા માંડયા. જૈન તાર્કિકમૂર્ધન્ય યશોવિજયજીએ પણ તે જ માર્ગનું અવલંબન લીધું. અહીં એક વાત જાણી લેવી જોઈએ કે જે અકલંકે પરોક્ષ પ્રમાણના ભેદો અને તેમનાં લક્ષણો દ્વારા દર્શનાત્તરપ્રસિદ્ધ અનુમાન, અર્થપત્તિ, ઉપમાન આદિ બધાં પ્રમાણોનું જૈન પ્રક્રિયાનુસારી નિરૂપણ કર્યું છે તે જ અકલંક રાજવાર્તિકકા૨ ૫ણ છે; પરંતુ તેમણે પોતાના વાર્તિકમાં દર્શનાત્તરપ્રસિદ્ધ પેલાં પ્રમાણોનો સમાવેશ લઘીયસ્રયી અનુસાર નહિ પણ તત્ત્વાર્થભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ અનુસાર કર્યો છે એ વાત કહેવી જોઈએ. તેમ છતાં ઉક્ત તત્ત્વાર્થભાષ્ય અને સર્વાર્થસિદ્ધિની અપેક્ષાએ અકલંકે પોતાનો સમાવેશપ્રકાર કંઈક જુદો જ દર્શાવ્યો છે (રાજવાર્તિક, પૃ. ૫૪). અકલંકે પરોક્ષ પ્રમાણના પાંચ ભેદ કરતી વખતે એ ધ્યાનમાં અવશ્ય રાખ્યું છે કે જેનાથી ઉમાસ્વાતિ વગેરે પૂર્વાચાર્યોનો સમન્વય વિરુદ્ધ ન થઈ જાય અને આગમ તથા નિર્યુક્તિ વગેરેમાં મતિજ્ઞાનના પર્યાયરૂપે પ્રસિદ્ધ સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા, અભિનિબોધ આ શબ્દોની સાર્થકતા પણ સિદ્ધ થઈ જાય. આ જ કારણ છે કે અકલંકનો આ પરોક્ષ પ્રમાણના પાંચ પ્રકાર તથા તેમનાં લક્ષણોના કથનનો પ્રયત્ન આજ સુધી પણ સકલ જૈન તાર્કિકોને માન્ય રહ્યો છે. આચાર્ય હેમચન્દ્ર પણ પોતાની મીમાંસામાં પરોક્ષ પ્રમાણના તે જ ભેદોને સ્વીકારીને નિરૂપણ કરે છે.
-
પૃ. ૭૮ ‘વૈશેષિા: ' પ્રશસ્તપાદે શાબ્દ–ઉપમાન આદિ પ્રમાણોને અનુમાનમાં જ સમાવિષ્ટ કર્યાં છે.તેથી ઉત્તરકાલીન તાર્કિકોએ વૈશેષિકમતરૂપે પ્રત્યક્ષ-અનુમાન બે જ પ્રમાણોનો નિર્દેશ કર્યો છે.ખુદ કણાદનો પણ ‘તેન શાવ્યું વ્યાબાતમ્' (વૈશેષિક સૂત્ર, ૬.૨.૩) આ સૂત્ર દ્વારા તે જ અભિપ્રાય છે જે १. ज्ञानमाद्यं मतिस्संज्ञा चिन्ता चाभिनिबोधनम् । प्राड्नामयोजनाच्छेषं श्रुतं शब्दानुयोजनात् । લઘીયસ્ત્રયી, ૩.૧., સ્વવિવૃતિ, ૩.૧.
૨. સૂરિના અનફ્રેન વાર્તિ રેન । સિદ્ધિવિનિશ્ચયટીકા, પૃ. ૨૫૪ B. ૩. શોપમાનયોનીેવ પૃથક્ પ્રામાયમિષ્યતે । મુક્તાવલી, કારિકા ૧૪૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org