Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા જૈન પરંપરામાં પ્રાચીન અને મૌલિક ચર્ચા તો આમિકવિભાગાશ્રિત જ છે. તાર્કિકવિભાગાશ્રિત ચર્ચા જૈન પરંપરામાં ક્યારે અને કોણે સૌપ્રથમ દાખલ કરી, એ નિશ્ચિતપણે કહેવું અત્યારે સંભવ નથી. સ્થાનાંગ અને ભગવતી બન્ને ગણધકૃત મનાતા અગીઆર અંગોમાં આવે છે અને પ્રાચીન પણ અવશ્ય છે. તે બન્નેમાં તાર્કિક વિભાગનો સ્પષ્ટ નિર્દેશ હોવા છતાં એ માનવામાં કોઈ વિરોધ નથી દેખાતો કે સ્થાનાંગ-ભગવતીમાં તે તાર્કિક વિભાગ નિર્યુક્તિકાર ભદ્રબાહુની પછી જ ક્યારેક દાખલ થયો છે કારણ કે આવશ્યકનિર્યુક્તિ જે ભદ્રબાહુકૃત મનાય છે અને જેનો આરંભ જ જ્ઞાનચર્ચાથી થાય છે તેમાં આગમિક વિભાગ છે પરંતુ તાર્કિક વિભાગનું સૂચન સુદ્ધાં નથી. જણાય છે કે નિર્યુક્તિના સમય સુધી જૈન આચાર્ય જ્ઞાનચર્ચા કરતા તો હતા પરંતુ આમિક વિભાગ દ્વારા જ, તેમ છતાં તેઓ દર્શનાન્તરપ્રતિષ્ઠિત પ્રમાણચર્ચાથી સાવ અજાણ ન હતા. એટલું જ નહિ પણ પ્રસંગ જોઈને તેઓ દર્શનાન્તરીય પ્રમાણશૈલીનો ઉપયોગ અને તેમાં સુધારો પણ કરી લેતા હતા. તેથી પેલા ભદ્રબાહુની કૃતિ મનાતી દશવૈકાલિકનિર્યુક્તિમાં આપણને પરાર્થાનુમાનની ચર્ચા મળે છે જે અવયવાંશમાં (ગાથા ૫૦) દર્શનાન્તરની પરાર્થાનુમાનશૈલીથી અનોખી છે.
૩૨૬
જણાય છે કે સૌથી પહેલાં આર્યરક્ષિતે, જે જન્મથી બ્રાહ્મણ હતા અને વૈદિક શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી જ જૈન સાધુ થયા હતા, પોતાના ગ્રન્થ અનુયોગદ્વારમાં (પૃ. ૨૧૧) પ્રત્યક્ષ, અનુમાન વગેરે ચાર પ્રમાણોના વિભાગને, જે ગૌતમદર્શનમાં (ન્યાયસૂત્ર ૧.૧.૩) પ્રસિદ્ધ છે તેને, દાખલ કર્યો. ઉમાસ્વાતિએ પોતાના તત્વાર્થસૂત્રમાં (૧.૧૦-૧૨) પ્રત્યક્ષ-પરોક્ષરૂપે જે પ્રમાણદ્રયવિભાગનો નિર્દેશ કર્યો છે તે ખુદ ઉમાસ્વાતિકર્તૃક છે કે કોઈ અન્ય આચાર્ય દ્વારા નિર્મિત થયો છે એ વિશે કંઈ પણ નિશ્ચિતપણે કહી શકાતું નથી. જણાય છે કે આગમની સંકલનાના સમયે પ્રમાણચતુષ્ટય અને પ્રમાણદ્રયવાળા બન્ને વિભાગો સ્થાનાંગ અને ભગવતીમાં દાખલ થઈ ગયા હતા. આગમોમાં બન્ને વિભાગો સંનિવિષ્ટ થઈ જવા છતાં પણ જૈન આચાર્યોની મુખ્ય વિચારદિશા પ્રમાણહ્રયવિભાગ તરફ જ રહી છે. તેનું કારણ સ્પષ્ટ છે અને તે એ કે પ્રમાણચતુષ્ટયવિભાગ મૂળે ન્યાયદર્શનનો જ છે, તેથી ઉમાસ્વાતિએ તેને
१. दुविहे नाणे पण्णत्ते तं जहा . પુખ્તવયે સેવ પરોવવું રેવ । સ્થાનાંગ, ૨. પૃ. ૪૯ A. અહેવા હેન્દ્ર વડને પં. . પહે, અણુમાળે, ઓવમ્મે, આમે । સ્થાનાંગ, ૪, પૃ. ૨૫૪ A. તે किं तं पमाणे ? | पमाणे चउव्विहे पण्णत्ते तं जहा . પન્નવસ્તું ... તદ્દા ખેયનૂં । ભગવતી, શતક ૫, ઉદ્દેશ ૩, ભાગ ૨, પૃ. ૨૧૧.
--
जहा अणुओगदा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org