Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૧૯ સમાનાધિકરણતા ધરાવતા પરાર્થાનુમાન' શબ્દનો મુખ્ય અર્થ આ છે – પ્રમિતિરૂપ ફલને સાક્ષાત ઉત્પન્ન કરનાર સમ્યગર્ભનિર્ણય. આ મુખ્યાર્થમાં બાધા છે કારણ કે વચન જડરૂપ હોઈ તેનામાં નિર્ણયપણું (નિશ્ચયાત્મક જ્ઞાનપણું) ઘટતું નથી. પ્રયોજન આ છે
– શાસ્ત્રમાં પ્રતિજ્ઞા વગેરેને અનુમાનના અવયવો કહ્યા છે. પરંતુ અનુમાન તો નિર્ણયરૂપ (નિર્ણયાત્મક જ્ઞાનરૂપી છે અને નિર્ણયને અંશો (અવયવો) હોય નહિ. તેથી જો અનુમાનને વચનરૂપ ન માનીએ તો શાસ્ત્રકથન ઘટે નહિ. એટલે શાસ્ત્રકથન ઘટાવવાનું અહીં પ્રયોજન છે. નિમિત્ત આ છે – વચન નિર્ણયાત્મક અનુમાનનું કારણ છે, એ નિમિત્ત છે. [અહીં ઉપચારાર્થ (ગૌણાર્થ) મુખાર્થનું કારણ છે, તેમની વચ્ચે કાર્યકારણભાવ છે, આ સંબંધ નિમિત્ત છે]. (૨)
- તે (પરાથનુમાન) બે પ્રકારનું છે. (૩) 6. “તદ્' વવનાત્મ પરાર્થોનુમાન “ધા' દિકરમ્ રૂા
6. અહીં “તે સર્વનામ વચનાત્મક પરાર્થાનુમાન માટે વપરાયું છે. તેના બે ભેદ છે. (૩) 7. પ્રામેટ્ટિ
तथोपपत्त्यन्यथानुपपत्तिभेदात् ॥४॥ 7. આચાર્ય તે બે પ્રકારો અર્થાતુ ભેદો જણાવે છે–
તથોપપત્તિ અને અન્યથોડપત્તિ બે ભેદો છે. (૪) 8. ‘તથા' સચ્ચે સત્યેવ ‘૩૧પત્તિઃ' સાધનચેત્યે: પ્રાર: “અન્યથા' साध्याभावे 'अनुपपत्तिः' चेति द्वितीयः प्रकारः । यथा अग्निमानयं पर्वतः तथैव धूमवत्त्वोपपत्तेः, अन्यथा धूमवत्त्वानुपपत्तेर्वा । एतावन्मात्रकृतः परार्थानुमानस्य भेदो न पारमार्थिकः स इति भेदपदेन दर्शयति ॥४॥
8. તથા અર્થાત્ સાધ્ય હોય તો જ સાધનનું હોવું (ઉપપત્તિ), આ તથોપપત્તિરૂપ એક પ્રકાર થયો. અન્યથા અર્થાત્ સાધ્યના અભાવમાં સાધનનું ન હોવું (અનુપપત્તિ), આ અન્યથાનુપપત્તિરૂપ બીજો પ્રકાર થયો. ક્રમથી ઉદાહરણો–આ પર્વત અગ્નિમાન છે કારણ કે અગ્નિમાન હોય તો જ તે ધૂમવાન હોઈ શકે. (આ તથોડપત્તિનું ઉદાહરણ છે). અગ્નિમાન ન હોય તો ધૂમવાન ન હોઈ શકે. (આ અન્યથાનુપપત્તિનું ઉદાહરણ છે.) પરાર્થાનુમાનના જે બે ભેદો જણાવ્યા તેમની વચ્ચે આટલું જ અન્તર છે, કોઈ પારમાર્થિક અત્તર નથી. આ વસ્તુ “ભેદ' શબ્દથી દર્શાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org