Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૫૬
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા વિલક્ષણ જ હોય ને એવી સ્થિતિમાં ઘટ દષ્ટાન્ત ન જ બની શકે.
(૯-૧૦) પ્રાપ્તિસમા-અપ્રાપ્તિસમા–પ્રાપ્તિ અને અપ્રાપ્તિના વિકલ્પો ખડા કરીને હેતનું ખંડન કરવું તે પ્રાપ્તિસમા અને અપ્રાપ્તિસમા જાતિ છે. ઉદાહરણ – આપે જે કૃતકત્વ હેતુનો પ્રયોગ કર્યો તે સાધ્યને પ્રાપ્ત કરીને સાધે છે કે સાધ્યને પ્રાપ્ત કર્યા વિના સાધે છે? જો સાધ્યને પ્રાપ્ત કરીને સાધતો હોય તો પ્રાપ્તિ બે વિદ્યમાન પદાર્થોની જ સંભવે છે – એક વિદ્યમાન હોય અને બીજો અવિદ્યમાન હોય તો પ્રાપ્તિ સંભવતી નથી. અને જો બન્ને વિદ્યમાન હોય તો કોણ કોનું સાધન બનશે અને કોણ કોનું સાધ્ય બનશે. (૯) જો કહેવામાં આવે કે કૃતકત્વ હેતુ સાધ્યને પ્રાપ્ત કર્યા વિના જ સાધે છે તો તેમ કહેવું ઉચિત નથી. પ્રાપ્ત કર્યા વિના કોઈ કોઈને સાધતું નથી. અન્યથા અતિપ્રસંગદોષ આવે. (૧૦)
(૧૧) પ્રસંગસમા – અતિપ્રસંગદોની આપત્તિ આપી નિવાસ કરવો તે , પ્રસંગસમા જાતિ છે. ઉદાહરણ – જો શબ્દમાં અનિત્યતા સિદ્ધ કરવા માટે કૃતત્વ હેતુ આપો છો તો શબ્દમાં કૃતકત્વ સિદ્ધ કરવા માટે ક્યો હેતુ છે? અને તેને સિદ્ધ કરવા માટે પણ કયો હેતુ આપશો?
(૧૨) પ્રતિદષ્ટાન્તસમા– વિરોધી દષ્ટાન્ત (પ્રતિદષ્ટાન્ત) દ્વારા નિરાસ કરવો તે પ્રતિદષ્ટાન્તસમા જાતિ છે. ઉદાહરણ– “શબ્દ અનિત્ય છે પ્રયત્નજન્ય હોવાથી, ઘટની જેમ' આમ કહેવામાં આવતાં જાતિવાદી તેનું ખંડન નીચે પ્રમાણે કરે છે – ઘટ પ્રયત્નજન્ય હોવાથી અનિત્ય દેખાય છે પણ તેવી જ રીતે વિરોધી દષ્ટાન્ત આકાશ નિત્ય હોવા છતાં પ્રયત્નજન્ય દેખાય છે કારણ કે કૂવો ખોદવાના પ્રયત્ન દ્વારા ઉત્પન્ન થતું આકાશ દેખાય છે. અહીં હેતુમાં અનૈકાન્તિક દોષને દેખાડવામાં નથી આવ્યો પરંતુ અન્ય ભંગીથી હેતુનો નિરાસ કરવામાં આવ્યો છે.
(૧૩) અનુત્પત્તિસમા – અનુત્પત્તિ દર્શાવીને નિરાસ કરવો તે અનુત્પત્તિસમા જાતિ છે. ઉદાહરણ જ્યારે શબ્દ નામનો ધર્મી ઉત્પન્ન થયો નથી હોતો ત્યારે કૃતકત્વ ધર્મ (હેતુ) ક્યાં રહે છે? કૃતકત્વ ધર્મ હોતો જ નથી. આમ હેતુના અભાવના કારણે સાધ્યરૂપ અનિયત્વ ધર્મની સિદ્ધિ થતી જ નથી.
(૧૪) સંશયસમા–પહેલાં જે સાધર્મસમા અને વૈધર્મસમા જાતિ ઉદાહરણ સાથે જણાવી છે તેમનો ઉપસંહાર જો સંશય દ્વારા કરવામાં આવે તો તેઓ સંશયસમાં જાતિ બની જાય છે. ઉદાહરણ – ઘટ સમાન કૃતક હોવાથી શબ્દ અનિત્ય છે કે પછી ઘટથી વિલક્ષણ આકાશ સમાન નિરવયવ હોવાથી તે નિત્ય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org