Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૭૫ भवति । इदमप्यतिप्रसृतम्, यतोऽविशेषोक्ते दृष्टान्ते उपनये निगमने वा प्रतिषिद्धे विशेषमिच्छतो दृष्टान्ताद्यन्तरमपि निग्रहस्थानान्तरमनुषज्येत, तत्राप्याक्षेपसमाधानानां समानत्वादिति ५ ।
84. (૫) હેલ્વન્તર-વાદીએ વિશેષણરહિત હેતુનો પ્રયોગ કર્યો. પ્રતિવાદીએ તેનો પ્રતિષેધ કર્યો. તે વખતે વાદી જો હેતુને કોઈ વિશેષણ લગાડી દે તો હેલ્વન્તર નામનું નિગ્રહસ્થાન થાય. ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે કારણ કે તે ઇન્દ્રિયગ્રાહ્ય છે આ વાદીના અનુમાનપ્રયોગમાં પ્રતિવાદી અગાઉ મુજબ સામાન્ય દ્વારા હેતુમાં અનૈકાન્તિક દોષની ઉદ્દભાવના કરે ત્યારે જો વાદી પોતાના હેતુ “ઇન્દ્રિયગ્રાહ્યત્વ'ની આગળ
જાતિમાનું હોવા સાથે” (ગામિત્તે સતિ) વિશેષણ લગાડે તો તે “હેલ્વન્તર' નિગ્રહસ્થાનથી પરાજિત થાય છે. આ હેત્વન્તર'નો સ્વીકાર કરવામાં તો ઘણા બધા દોષો છે, કારણ કે જેમ નિર્વિશેષણ હેતુનો પ્રયોગ કર્યા પછી તેને વિશેષણ લગાવવું હેલ્વન્તર' નિગ્રહસ્થાન બને તેમ નિર્વિશેષણ દષ્ટાન્ત, ઉપનય યા નિગમનનો પ્રયોગ કરવામાં આવે અને પ્રતિવાદી તેમનામાં દોષ દર્શાવે એટલે વાદી તેમને વિશેષણ લગાવે એટલે દષ્ટાન્તાન્તર' આદિ અન્ય નિગ્રહસ્થાનો માનવાની આપત્તિ આવે, કેમકે દષ્ટાન્ત વગેરેની બાબતમાં પણ આક્ષેપ અને સમાધાનની આ રીત સમાન જ છે.
85. प्रकृतादर्थादर्थान्तरं तदनौपयिकमभिदधतोऽर्थान्तरं नाम निग्रहस्थानं भवति । यथा अनित्यः शब्दः । कृतकत्वादिति हेतुः । हेतुरिति हिनोतेर्धातोस्तुप्रत्यये कृदन्तं पदम् । पदं च नामाख्यातनिपातोपसर्गा इति प्रस्तुत्य नामादीनि व्याचक्षाणोऽर्थान्तरेण निगृह्यते । एतदप्यर्थान्तरं निग्रहस्थानं समर्थे साधने दूषणे वा प्रोक्ते निग्रहाय कल्पेत, असमर्थे वा ? । न तावत्समर्थे; स्वसाध्यं प्रसाध्य नृत्यतोऽपि दोषाभावाल्लोकवत् । असमर्थेऽपि प्रतिवादिनः पक्षसिद्धौ तत् निग्रहाय स्यादसिद्धौ वा ? । प्रथमपक्षे तत्पक्षसिद्धेरेवास्य निग्रहो न त्वतो निग्रहस्थानात् । द्वितीयपक्षेऽप्यतो न निग्रहः, पक्षसिद्धरुभयोरप्यબાવવિતિ ૬ !
85. (૬) અર્થાન્તર–પ્રકૃત અર્થથી અન્ય અર્થનું કથન કરવું કે જે અન્ય અર્થના કથનનો પ્રકૃત અર્થની સિદ્ધિમાં કોઈ જ ઉપયોગ નથી તે અર્થાન્તર નામનું નિગ્રહસ્થાન છે. ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે કારણ કે તે કૃતક છે' એમ કહીને જો વાદી કહેવા માંડે – “અહીં કૃતકત્વ હેતુ છે, “હિનોતિ' ધાતુને “તું” પ્રત્યય લગાડવાથી હેતુ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org