Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
દ્રવ્ય
82. (૩) પ્રતિજ્ઞાવિરોધ ‘પ્રતિજ્ઞા અને હેતુ વચ્ચે વિરોધ હોવો તે પ્રતિજ્ઞાવિરોધ' [ન્યાયસૂત્ર, ૫.૨.૪.] નામનું નિગ્રહસ્થાન છે. ઉદાહરણ ગુણોથી ભિન્ન છે કારણ કે રૂપ આદિથી ભિન્ન દ્રવ્ય ઉપલબ્ધ થતું નથી. અહીં પ્રતિજ્ઞા અને હેતુ વચ્ચે વિરોધ છે - જો દ્રવ્ય ગુણોથી ભિન્ન છે તો પછી રૂપ આદિ ગુણોથી ભિન્ન ઉપલબ્ધ કેમ નથી થતું ? અને જો દ્રવ્ય રૂપ આદિ ગુણોથી ભિન્ન ઉપલબ્ધ ન થતું હોય તો પછી દ્રવ્યને ગુણોથી ભિન્ન કેમ મનાય? આમ પ્રતિજ્ઞાથી વિરુદ્ધ હેતુનો પ્રયોગ ક૨વાથી વાદી પરાજિત થઈ જાય છે. પરંતુ આ નિગ્રહસ્થાન પણ અસંગત છે, કારણ કે જો હેતુ વડે પ્રતિજ્ઞાનું પ્રતિજ્ઞાત્વ જ નિરસ્ત કરાતું હોય તો તે ‘પ્રતિજ્ઞાહાનિ’ નિગ્રહસ્થાન જ કહ્યું કહેવાય, અથવા તો તે હેતુનો વિરુદ્ધતા લક્ષણવાળો હેતુદોષ ગણાય · પ્રતિજ્ઞાદોષ નહિ.
-
૨૭૪
-
83. पक्षसाधने परेण दूषिते तदुद्धरणाशक्त्या प्रतिज्ञामेव निहुवानस्य प्रतिज्ञासंन्यासो नाम निग्रहस्थानं भवति । यथा अनित्यः शब्दः ऐन्द्रियकत्वादित्युक्ते तथैव सामान्येनानैकान्तिकतायामुद्भावितायां यदि ब्रूयात् —क एवमाह - अनित्यः शब्द इति—स प्रतिज्ञासंन्यासात् पराजितो भवतीति । एतदपि प्रतिज्ञाहानितो न भिद्यते, हेतोरनैकान्तिकत्वोपलम्भेनात्रापि प्रतिज्ञायाः परित्यागाविशेषात् ४ ।
―
83. (૪) પ્રતિજ્ઞાસંન્યાસ પ્રતિવાદી દ્વારા સાધનમાં દોષની ઉદ્ભાવના કરાતાં વાદી જ્યારે તે દોષનું નિવારણ કરવામાં પોતાને અસમર્થ અનુભવે અને પરિણામે પોતાની પ્રતિજ્ઞામાંથી જ નામક્કર જાય તો તે પ્રતિજ્ઞાસંન્યાસ નામના નિગ્રહસ્થાનમાં આવી પડે. ઉદાહરણ - · ‘શબ્દ અનિત્ય છે, કારણ કે તે ઇન્દ્રિયગ્રાહ્ય છે’ એમ વાદી કહે અને પ્રતિવાદી વાદીના હેતુમાં અનૈકાન્તિકતા દોષ દર્શાવવા કહે, ‘સામાન્ય તો નિત્ય છે છતાં તે ઇન્દ્રિયગ્રાહ્ય છે’ અર્થાત્ પ્રતિવાદી સામાન્ય દ્વારા હેતુમાં અનૈકાન્તિકતા દોષનું ઉદ્ભાવન કરે ત્યારે વાદી જો કહેવા માંડે, ‘કોણ કહે છે કે શબ્દ અનિત્ય છે’ તો તે પ્રતિજ્ઞાસંન્યાસના કારણે પરાજિત થાય છે. આ પ્રતિજ્ઞાસંન્યાસ’ પણ ‘પ્રતિજ્ઞાહાનિ’થી ભિન્ન નથી. અહીં પણ વાદી પોતાના હેતુને અવૈકાન્તિક જાણીને પ્રતિજ્ઞાનો ત્યાગ કરે છે. આમ ‘પ્રતિજ્ઞાહાનિ’થી ‘પ્રતિજ્ઞાસંન્યાસ'માં કંઈ વિશેષ નથી.
84. अविशेषाभिहिते हे प्रतिषिद्धे तद्विशेषणमभिदधतो हेत्वन्तरं नाम निग्रहस्थानं भवति । तस्मिन्नेव प्रयोगे तथैव सामान्यस्य व्यभिचारेण दूषिते - 'जातिमत्त्वे सति' इत्यादिविशेषणमुपाददानो हेत्वन्तरेण निगृहीतो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org