Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૯૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા બૌદ્ધ – વાદીના વચનાધિક્ય દોષનું જ્ઞાન પ્રતિવાદીને છે એ ઉપરથી જ સિદ્ધ થાય છે કે પ્રતિવાદી દૂષણજ્ઞ છે.
જૈન – પરંતુ વાદી દ્વારા કહેવામાં આવેલા સાધનાભાસરૂપ દોષનું પ્રતિવાદીને જ્ઞાન ન હોવાથી તેને દૂષણજ્ઞ કેવી રીતે ગણાય? તે દૂષણજ્ઞ પણ ન જ ગણાય. આવી પરિસ્થિતિમાં પ્રતિવાદી વાદીને એકાન્તપણે જીતી શકે નહિ, કેમ કે સાધનાભાસરૂપ દોષનું ઉદ્દભાવન ન કરવાના કારણે પ્રતિવાદી પોતાના પરાજયને રોકી શકતો નથી.
બૌદ્ધ – વચનાધિwદોષનું ઉભાવન કરવાથી જ પ્રતિવાદીનો જય સિદ્ધ થઈ જાય છે એટલે પ્રતિવાદીએ સાધનાભાસદોષનું ઉલ્કાવન કરવું નિરર્થક છે.
જૈન–તો અમે કહીશું કે પ્રતિવાદીએ સાધનાભાસદોષનું ઉભાવન ન કર્યું હોવાથી તેનો પરાજય સિદ્ધ થઈ જ ગયો છે તો પ્રતિવાદી હવે વચનાધિષ્પદોષનું ઉદ્દભાવ કરે તો તેનો વિજય કેવી રીતે થાય? ન જ થાય.
બૌદ્ધ-વચનાધિક્ય અથવા સાધનાભાસ દોષનું, અર્થાત્ આ બેમાંથી કોઈ પણ એક દોષનું ઉદ્દભાવન કરવાથી પ્રતિવાદીનો વિજય થાય છે.
જૈન –એમ હોય તો પછી સાધર્મવચન અને વૈધર્મવચન એ બેમાંથી કોઈ એકનો પ્રયોગ કર્યા પછી વાદી બીજાનો પ્રયોગ કરે તો તે વાદી પરાજિત કેવી રીતે થાય? [ન જ થાય.] વળી, જય અને પરાજયનો આધાર જ્ઞાન અને અજ્ઞાનને માનવામાં આવે તો વાદી અને પ્રતિવાદીના પક્ષ અને પ્રતિપક્ષને ગ્રહણ કરવું વ્યર્થ કેમ ન બની જાય?, કેમ કે સાધનના સામર્થ્યનું જ્ઞાન અને અજ્ઞાન તો કોઈ એક પક્ષમાં પણ હોઈ શકે છે. શબ્દ વગેરેમાં નિત્યતા કે અનિત્યતાની પરીક્ષામાં એકનું સાધનના સામર્થ્યનું જ્ઞાન અને બીજાનું સાધનના સામર્થ્યનું અજ્ઞાન ક્રમથી જય અને પરાજયનું કારણ નથી એવું તો નથી. જો એક સાથે જ વાદી અને પ્રતિવાદીને સાધનના સામર્થ્યનું અજ્ઞાન થાય તો કોનો જય અને કોનો પરાજય થશે? જો તમે કહો કે કોઈનોય જય કે પરાજય નહિ થાય કેમ કે 1. બન્નેની સ્થિતિ એકસરખી જ છે, તો અમે કહીશું કે સમીચીન સાધનનો વચનપ્રયોગ કરનાર પરંતુ વચનાધિક્ય કરનાર વાદીનું સાધનસામર્થ્યનું અજ્ઞાન સિદ્ધ હોવાથી તથા વચનાધિષ્પદોષનું જ ઉદ્દભાવન કરનાર પ્રતિવાદીનું કેવળ તે દોષનું જ જ્ઞાન સિદ્ધ થવાથી (અર્થાત સાધનાભાસનું અજ્ઞાન સિદ્ધ થવાથી) કોઈનો પણ જયકે પરાજય નહિ થાય. એવો નિયમ નથી કે અમુક વસ્તુના દોષને જાણનારો તે વસ્તુના ગુણને પણ અવશ્ય જાણનારો હોય જ. સંભવ છે કોઈ ઝેરની જીવ લેવાની શક્તિ જાણતો હોવા છતાં તે જ ઝેરની કુષ્ઠ રોગને દૂર કરવાની શક્તિ ન જાણતો હોય. તેથી ઉપર જણાવેલ તાર્કિક દોષોને ધ્યાનમાં લેતાં સાધનના સામર્થ્યના જ્ઞાન અને અજ્ઞાનને આધારે જય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org