Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૯૭
वैयर्थ्यं न स्यात्, क्वचिदेकत्रापि पक्षे साधनसामर्थ्यज्ञानाज्ञानयोः सम्भवात् ? न खलु शब्दादौ नित्यत्वस्यानित्यत्वस्य वा परीक्षायामेकस्य साधनसामर्थ्ये ज्ञानमन्यस्य चाज्ञानं जयस्य पराजयस्य वा निबन्धनं न भवति । युगपत्साधनासमार्थ्यज्ञाने च वादिप्रतिवादिनोः कस्य जयः पराजयो वा स्यादविशेषात् ? । न कस्यचिदिति चेत्; तर्हि साधनवादिनो वचनाधिक्यकारिणः साधनसामर्थ्याज्ञानसिद्धेः प्रतिवादिनश्च वचनाधिक्यदोषोद्भावनात्तद्दोषमात्रज्ञानसिद्धेर्न कस्यचिज्जयः पराजयो वा स्यात् । नहि यो यद्दोषं वेत्ति स तद्गुणमपि, कुतश्चिन्मारणशक्तौ वेदनेऽपि विषद्रव्यस्य कुष्ठापनयनशक्तौ संवेदनानुदयात् । तन्न तत्सामर्थ्यज्ञानाज्ञाननिबन्धनौ जयपराजयौ व्यवस्थापयितुं शक्यौ, यथोक्तदोषानुषङ्गात् । स्वपक्षसिद्ध्यसिद्धिनिबन्धनौ तु तौ निरवद्यौ पक्षप्रतिपक्षपरिग्रहवैयर्थ्याभावात् । कस्यचित् कुतश्चित् स्वपक्षसिद्धौ सुनिश्चितायां परस्य तत्सिद्ध्यभावतः सकृज्जयपराजयप्रसङ्गात् ।
108. બૌદ્ધ -જય અને પરાજયનું કારણ સ્વપક્ષની સિદ્ધિનું હોવું ન હોવું નથી. જય અને પરાજયનું કારણ તો જ્ઞાન અને અજ્ઞાન છે. સાધનને કહેનારે પોતાનું સાધન સમીચીન છે એ જાણીને સાધનને કહેવું જોઈએ અને દૂષણ કહેનારે દૂષણ સાચું છે એ જાણીને દૂષણ કહેવું જોઈએ. સાધર્મપ્રયોગ યા વૈધર્મ્યુપ્રયોગ દ્વારા અર્થનું જ્ઞાન થઈ જવા છતાં બીજાનો વચનપ્રયોગ કરવાના કારણે પ્રતિવાદીએ ચતુરંગસભામાં વાદીને અસાધનાંગવચનનો દોષ દીધો (દોષોદ્ભાવન કર્યું), તેથી વાદીને સમીચીન સાધનનું જ્ઞાન નથી એ વાત સિદ્ધ થઈ, એટલે તેનો પરાજય થઈ ગયો, અને પ્રતિવાદીને દૂષણનું જ્ઞાન છે એ વાતનો નિશ્ચય થયો એટલે તેનો વિજય થઈ ગયો.
―
જૈન આ તમારી વાત અવિચારિતરમણીય છે. અમે તમને પૂછીએ છીએ કે પ્રતિવાદી સમીચીન સાધનનો વચનપ્રયોગ કરનાર વાદીને વચનાધિક્યનો દોષ દે છે કે અસમીચીન સાધનનો વચનપ્રયોગ કરનાર વાદીને ? જો તમે પ્રથમ પક્ષ સ્વીકારો તો તમે કેવી રીતે કહી શકો કે તેને સમીચીન સાધનનું જ્ઞાન નથી? હકીકતમાં તેને સત્સાધનનું જ્ઞાન છે જ, કેવળ વચનોની ઈયત્તા(પરિમાણ)નું જ જ્ઞાન નથી. જો તમે બીજો પક્ષ સ્વીકારો તો તમે પ્રતિવાદીના દૂષણજ્ઞાનની સિદ્ધિ નહિ કરી શકો કેમ કે વાદીએ સાધનાભાસનો વચનપ્રયોગ કર્યો હોવા છતાં પ્રતિવાદીએ સાધનાભાસ દોષનું ઉદ્દ્ભાવન તો કર્યું જ નથી. [પ્રતિવાદીએ તો કેવળ વચનાધિક્યનું જ ઉદ્ભાવન કર્યું છે.]
―――――
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org