Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૦૦૩
કોઈ અહીં કહે છે પરંતુ આ વાત તો પંચાવયવપ્રયોગવાદી તૈયાયિકને માટે પણ સમાન છે. તે પણ કહી શકે કે સિદ્ધિના અંગરૂપ પંચાવયવપ્રયોગનું કથન ન કરવાથી બૌદ્ધ અસાધનાંગવચન નામના નિગ્રહસ્થાનથી નિગૃહીત થાય છે.
―
બીજો કોઈ બૌદ્ધનો પક્ષ લઈ શંકા કરે છે - પાંચ અવયવોનો વચનપ્રયોગ બૌદ્ધ કરતા ન હોવા છતાં તેમનો આ અસાધનાંગવચન નામના નિગ્રહસ્થાનથી નિગ્રહ માની ન શકાય કેમ કે બૌદ્ધોના મતે પ્રતિજ્ઞા અને નિગમન આ બે અવયવોનો વચનપ્રયોગ નિરર્થક છે. તેનું કારણ બૌદ્ધો નીચે મુજબ જણાવે છે. પ્રતિજ્ઞા અને નિગમનનું જ્ઞાન પક્ષધર્મોપસંહારના(ઉપનયના) અર્થસામર્થ્યથી જ થઈ જાય છે, જેનું અર્થસામર્થ્યથી જ્ઞાન થયું હોય તેને શબ્દો દ્વારા કહેવાથી તો પુનરુક્તિદોષની આપત્તિ આવે. વળી પ્રતિજ્ઞા અને નિગમનનો વચનપ્રયોગ કરવા છતાં હેતુનો પ્રયોગ કર્યા વિના તો સાધ્યની સિદ્ધિ થતી નથી. [એટલે પ્રતિજ્ઞા અને નિગમનનો વચનપ્રયોગ નિરર્થક છે.]
બૌદ્ધ પક્ષનો વિરોધી (નૈયાયિક) કહે છે આ બૌદ્ધોની દલીલ બરાબર નથી. આ દલીલ સ્વીકારીએ તો પક્ષધર્મોપસંહારનો વચનપ્રયોગ નિરર્થક ઠરે. બૌદ્ધનો ઉત્તર- ‘જે સત્ છે તે બધું ક્ષણિક છે, જેમ કે ઘટ, શબ્દ પણ સત્ છે’ આ પ્રકારનો પક્ષધર્મોપસંહાર, જે અર્થસામર્થ્યથી જણાઈ ગયો હોવા છતાં તેનો વચનપ્રયોગ નિરર્થક નથી, કારણ કે તેના વચનપ્રયોગથી હેતુમાં પક્ષધર્મત્વના અભાવના કારણે આવી પડતી અસિદ્ધતાનો વ્યવચ્છેદ થાય છે, આ છે તેના વચનપ્રયોગનું પ્રયોજન. બૌદ્ધ પક્ષનો વિરોધી (નૈયાયિક) કહે છે [જેમ અર્થસામર્થ્યથી જ્ઞાત પક્ષધર્મોપસંહારનો વચનપ્રયોગ કરવાનું ખાસ પ્રયોજન હોઈ તેનો વચનપ્રયોગ આવશ્યક છે તેમ અર્થસામર્થ્યથી જ્ઞાત પ્રતિજ્ઞા અને નિગમનનો વચનપ્રયોગ કરવાનું ખાસ પ્રયોજન હોઈ તેમનો વચનપ્રયોગ પણ આવશ્યક છે. શું પ્રયોજન છે ?] સાધ્ય ક્યાં સિદ્ધ કરવામાં આવી રહ્યું છે એ જાતની શંકાનું નિવારણ કરવા માટે અર્થસામર્થ્યની ગમ્યમાન પ્રતિજ્ઞાનો વચનપ્રયોગ શુંન થાય? પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ અને ઉપનયની એકાર્થતા દર્શાવવાના પ્રયોજનથી શું નિગમનનો વચનપ્રયોગ ન થાય ? તેમની એકાર્થતા દર્શાવવી આવશ્યક છે, તેના વિના તેમની સંગતિ ન ઘટે. પ્રતિજ્ઞાનો વિષય કોઈ હોય, હેતુનો વિષય કોઈ અન્ય હોય, ઉદાહરણનો વિષય વળી કોઈ ત્રીજો હોય અને ઉપનયનો વળી કોઈ અન્ય ચોથો જ હોય તો તેઓ સંગત કેવી રીતે બને [અને બધા મળીને એકાર્થક અનુમિતિને કેવી રીતે જન્મ આપે] ?
બૌદ્ધ
――――
જો પ્રતિજ્ઞાના વચનપ્રયોગથી સાધ્યની સિદ્ધિ થઈ જતી હોય તો હેતુ આદિનો વચનપ્રયોગ નિરર્થક બની જાય. અને જો પ્રતિજ્ઞાના વચનપ્રયોગથી સાધ્યની
―
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org