Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૮૮
હેમચન્દ્રાચાર્યા પ્રમાણમીમાંસા 97. “વાર્યવ્યાસાત્ વળાવિ છેવો વિક્ષેપ:" [ચાયતૂ. ૧.૨.૨૬] नाम निग्रहस्थानं भवति । सिषाधयिषितस्यार्थस्याशक्यसाधनतामवसाय कथां विच्छिनत्ति – 'इदं मे करणीयं परिहीयते, पीनसेन कण्ठ उपरुद्धः' इत्याद्यभिधाय कथां विच्छिन्दन् विक्षेपेण पराजीयते । एतदप्यज्ञानतो नार्थान्तरमिति १७ ।
97. (૧૭) વિક્ષેપ – “વાદી યા પ્રતિવાદી પોતાનું અસામર્થ્ય સમજી જઈ બચવા માટે કામનું બહાનું કાઢી કથા (શાસ્ત્રાર્થ) છોડી જતો રહે તો તે વિક્ષેપ નિગ્રહસ્થાનથી નિગૃહીત (પરાજિત) થયો ગણાય” ન્યિાયસૂત્ર, ૫.૨.૧૯]. વાદી કે પ્રતિવાદી પોતે જે સાધ્ય સિદ્ધ કરવા ઇચ્છે છે તેને સિદ્ધ કરવું પોતાને માટે શક્ય નથી એવી તેને ખાતરી , થઈ જતાં પરાજયથી બચવા માટે “મારે કરવાનું અમુક કામ બગડી રહ્યું છે એટલે મારે અત્યારે જ જવું જોઈએ), શરદીથી મારું ગળું બેસી ગયું છે, વગેરે' કહીને જ્યારે કથાને (શાસ્ત્રાર્થને) અધવચ્ચે તોડે છે, છોડે છે, ત્યારે તે વિક્ષેપ નિગ્રહસ્થાનથી પરાજિત થાય છે. નૈયાયિકને અમે કહીએ છીએ કે આ નિગ્રહસ્થાન પણ અજ્ઞાન નિગ્રહસ્થાનથી પૃથક નથી.
98. स्वपक्षे परापादितदोषमनुद्धृत्य तमेव परपक्षे प्रतीपमापादयतो मतानुज्ञा नाम निग्रहस्थानं भवति । चौरो भवान् पुरुषत्वात् प्रसिद्धचौरवदित्युक्ते-भवानपि चौरः पुरुषत्वादिति ब्रुवन्नात्मनः परापादितं चौरत्वदोषमभ्युपगतवान् भवतीति मतानुज्ञया निगृह्यते । इदमप्यज्ञानान भिद्यते । अनैकान्तिकता वात्र हेतोः; स ह्यात्मीयहेतोरात्मनैवानैकान्तिकतां दृष्ट्वा प्राह-भवत्पक्षेऽप्ययं दोषः समानस्त्वमपि पुरुषोऽसीत्यनैकान्तिकत्वमेवोद्भावयतीति १८ ।
98.(૧૮) મતાનુજ્ઞા – પોતાના પક્ષમાં લગવવામાં આવેલા દોષનું નિરાકરણ ન કરતાં ઊલટું તે જ દોષને સામા પક્ષમાં લગાવવો તે મતાનુજ્ઞા નિગ્રહસ્થાન બને છે. ઉદાહરણ – વાદીએ કહ્યું, “આપ ચોર છો કારણ કે આપ પુરુષ છો, પ્રસિદ્ધ ચોરની જેમ.' હવે જો પ્રતિવાદી કહે, “આપ પણ ચોર છો, કારણ કે આપ પુરુષ છો' તો પ્રતિવાદીએ તેના ઉપર વાદીએ લગાવેલા ચોર હોવાના દોષનો સ્વીકાર કરી લીધો ગણાય, આમ તે મતાનુજ્ઞા નિગ્રહસ્થાનથી પરાજિત (નિગૃહીત) થઈ જાય. મતાનુજ્ઞા નિગ્રહસ્થાન અંગેની નૈયાયિકની આ માન્યતા યોગ્ય નથી કેમ કે આ નિગ્રહસ્થાન પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org