Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૯૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા થઈ ગયા’ એમ જે કહે છે તે પોતે જ અવિદ્યમાન દોષનું ઉદ્દ્ભાવન કરવાના કારણે નિગૃહીત થઈ જાય છે. અહીં પણ અમે નૈયાયિકને જણાવીએ છીએ કે આ નિગ્રહસ્થાન પણ ‘અજ્ઞાન’ નામના નિગ્રહસ્થાનથી પૃથક્ નથી, તેમાં જ સમાવિષ્ટ છે.
101. “ सिद्धान्तमभ्युपेत्यानियमात्कथाप्रसङ्गोऽपसिद्धान्तः " [न्यायसू. ५.२.२३] नाम निग्रहस्थानं भवति । यः प्रथमं कञ्चित् सिद्धान्तमभ्युपगम्य कथामुपक्रमते । तत्र च सिषाधयिषितार्थसाधनाय परोपालम्भाय वा सिद्धान्तविरुद्धमभिधत्ते सोऽपसिद्धान्तेन निगृह्यते । एतदपि प्रतिवादिनः प्रतिपक्षसाधने सत्येव निग्रहस्थानं नान्यथेति २१ ।
101. (૨૧) અપસિદ્ધાન્ત — ‘અમુક સિદ્ધાન્તને સ્વીકાર્યા પછી તે સિદ્ધાન્ત વિરુદ્ધ કથા (શાસ્ત્રાર્થ) કરવી તે અપસિદ્ધાન્ત નિગ્રહસ્થાન છે' [ન્યાયસૂત્ર, ૫.૨.૨૩]. કોઈ (અર્થાત્ વાદી કે પ્રતિવાદી) પહેલાં કોઈ સિદ્ધાન્તનો સ્વીકાર કરી કથાનો આરંભ કરે છે. પછી તે પોતાના ઇષ્ટ સાધ્યને સિદ્ધ કરવા માટે કે ૫૨૫ક્ષને દૂષિત કરવા માટે પોતે પહેલાં સ્વીકારેલા સિદ્ધાન્ત વિરુદ્ધ કથન કરે છે, ત્યારે તે અપસિદ્ધાન્ત નિગ્રહસ્થાનથી નિગૃહીત થાય છે. પરંતુ આ નિગ્રહસ્થાન ત્યારે જ નિગ્રહસ્થાન બને છે જ્યારે પ્રતિવાદીનો પક્ષ સિદ્ધ થઈ જાય, અન્યથા નહિ.
102. ‘“હેત્વામાતાજી યથોાઃ '' [ન્યાયમૂ. ૧.૨.૨૪] અસિદ્ધવિદ્ધાયો निग्रहस्थानम् । अत्रापि विरुद्धहेतूद्भावनेन प्रतिपक्षसिद्धेर्निग्रहाधिकरणत्वं युक्तम्, असिद्धाद्युद्भावने तु प्रतिवादिना प्रतिपक्षसाधने कृते तद्युक्तं नान्यथेति ૨૨૫૪૫
102. (૨૨) હેત્વાભાસ —— ‘પૂર્વે કહેલા અસિદ્ધ વિરુદ્ધ આદિ હેત્વાભાસો પણ નિગ્રહસ્થાન છે’ [ન્યાયસૂત્ર, ૫.૨.૨૪.]. અહીં પણ પ્રતિવાદીએ વિરુદ્ધ હેતુનું ઉદ્ભાવન કરવાથી સ્વતઃ પ્રતિપક્ષની સિદ્ધિ થઈ જવાના કારણે વિરુદ્ધ હેત્વાભાસને નિગ્રહસ્થાન માનવું ઊંચિત છે. જો અસિદ્ધ આદિનું ઉદ્ભાવન કરવામાં આવે તો પ્રતિવાદી જ્યારે પ્રતિપક્ષની સિદ્ધિ કરી લે ત્યારે જ તે નિગ્રહસ્થાન બને છે, અન્યથા નહિ. (૩૪)
103. तदेवमक्षपादोपदिषं पराजयाधिकरणं परीक्ष्य सौगतागमितं तत् परीक्ष्यते
नाप्यसाधनाङ्गवचनादोषोद्भावने ॥३५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org