Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૮૬
* હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા तदननुभाषणं नाम निग्रहस्थानं भवति, अप्रत्युच्चारयत्(न्) किमाश्रयं दूषणमभिदधतीति(०दधीतेति) । अत्रापि किं सर्वस्य वादिनोक्तस्याननुभाषणम् उत यनान्तरीयिका साध्यसिद्धिस्तस्येति ? । तत्राद्यः पक्षोऽयुक्तः, परोक्तमशेषमप्रत्युच्चारयतोऽपि दूषणवचनाव्याघातात् । यथा सर्वमनित्यं सत्त्वादित्युक्ते-सत्त्वादित्ययं हेतुविरुद्ध इति हेतुमेवोच्चार्य विरुद्धतोद्भाव्यते- क्षणक्षयायेकान्ते सर्वथार्थकियाविरोधात् सत्त्वानुपपत्तेरिति च समर्थ्यते । तावता च परोक्तहेतोर्दूषणात्किमन्योच्चारणेन ? । अतो यन्नान्तरीयिका साध्यसिद्धिस्तस्यैवाप्रत्युच्चारणमननुभाषणं प्रतिपत्तव्यम् । अथैवं दूषयितुमसमर्थः शास्त्रार्थपरिज्ञानविशेषविकलत्वात्; तदायमुत्तराप्रतिपत्तेरेव तिरस्क्रियते न पुनरननुभाषणादिति १४ ।
94. (૧૪) અનનુભાષણ – વાદી જેને ત્રણ વાર ઉચ્ચારે અને પરિષદ સમજી જાય પરંતુ પ્રતિવાદી તેનું પ્રત્યુચ્ચારણ ન કરે તો “અનનુભાષણ' નામનું નિગ્રહસ્થાન થાય છે. આને નિગ્રહસ્થાન ગણવાનું કારણ એ છે કે જો પ્રતિવાદી વાદીના કથનનું પ્રત્યુચ્ચારણ ન કરે તો તે પ્રતિવાદી વાદીના કથનમાં (દલીલમાં) દૂષણ કેવી રીતે આપી શકે?
| [આના ખંડનમાં નીચે મુજબ વિવેચન કરવામાં આવે છે.] અહીં પણ એ વિચારણીય છે કે શું વાદીના સમગ્ર કથનનું પ્રત્યુચ્ચારણ ન કરવું તે “અનનુભાષણ' નિગ્રહસ્થાન છે કે જેનું પ્રત્યુચ્ચારણ કર્યા વિના સાધ્યની સિદ્ધિ થઈ ન શકતી હોય તેનું જ પ્રત્યુચ્ચારણ ન કરવું અનનુભાષણ' નિગ્રહસ્થાન છે. પ્રથમ પક્ષનો સ્વીકાર અયોગ્ય છે કેમ કે વાદીના સમગ્ર કથનનું પ્રત્યુચ્ચારણ કર્યા વિના પણ દૂષણ કહેવામાં કોઈ બાધા નથી. ઉદાહરણ – જ્યારે વાદી કહે, “સર્વ અનિત્ય છે કારણ કે સર્વ સત છે ત્યારે પ્રતિવાદી વાદીના પૂરા કથનને પુનઃ ઉચ્ચાર્યા વિના કેવળ એટલું જ કહે છે, “કારણ કે સત્ છે આ હેતુ વિરુદ્ધ છે. કારણ કે સત્ છે આ હેતુનું જ પ્રતિવાદી પુનઃ ઉચ્ચારણ કરી તેમાં વિરુદ્ધ દોષનું ઉદ્દભાવન કરે છે. વિરુદ્ધતા દર્શાવતા જણાવે છે, “ક્ષણિકતા વગેરે એકાન્તમાં અર્થક્રિયાનો સર્વથા વિરોધ છે (અર્થાત એકાન્ત ક્ષણિક વસ્તુ પોતાનાં કાર્યોને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય ધરાવતી નથી જ, એટલે ક્ષણિકતા આદિ એકાન્તમાં સત્ત્વ ઘટતું નથી. [સનું લક્ષણ અર્થક્રિયાકારિતા છે. જે અર્થક્રિયાકારી ન હોય તે સત્ ન હોય.જે એકાન્ત ક્ષણિક છે તે અર્થક્રિયાકારી નથી, તેથી સતુ નથી.]' આ રીતે પ્રતિવાદી પોતે આપેલા દોષનું સમર્થન કરે છે. આટલાથી વાદીએ કહેલા હેતુમાં દોષ આપી શકાતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org