Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨પ૭ (૧૫) પ્રકરણસમા–બીજા પક્ષને ખડો કરવાના આશયથી પ્રયોજવામાં આવતી સાધર્મેસમા અને વૈધમ્મસમાં જાતિ પ્રકરણસમા છે. “શબ્દ અનિત્ય છે કારણ કે તે કૃતક છે, ઘટની જેમ' એ જ અનુમાનપ્રયોગ કરવામાં આવતાં જાતિવાદી કહે છે – “શબ્દ નિત્ય છે કારણ કે તે શ્રાવણ છે, શબ્દત્વની જેમ.' જો કે વાત તો એની એ જ છે પરંતુ દોષોદ્ભાવનની રીત જુદી હોવાથી આ જાતિને જુદી જાણવી જોઈએ.
(૧૬) અહેતુસમા –ત્રણે કાળમાં હેતુ ઘટતો નથી એ દર્શાવી નિરાસ કરવો તે અહેતુસમા જાતિ છે. ઉદાહરણ– હેતુ એટલે સાધન. સાધન કાં તો સાધ્યની પૂર્વે હોય કાં તો સાધ્યની પછી હોય કાં તો સાધ્યની સાથે સાથે હોય. આ ત્રણ જ વિકલ્પો સંભવે છે.] જો કહો કે સાધન સાધ્યની પહેલાં હોય છે તો તે વખતે તો સાધ્યનો અભાવ છે, તો પછી તે કોનું સાધન બનશે? [જો સાધ્ય જ ન હોય તો પછી સાધન કેવું?] જો કહો કે સાધન સાધ્યની પછી હોય છે તો એનો અર્થ એ થયો કે સાધ્ય સાધનની પહેલાં વિદ્યમાન છે, સિદ્ધ છે તો પછી સાધનની આવશ્યકતા ક્યાં રહી? જો સાધ્ય અને સાધન યુગપતુ હોય છે એમ કહેવામાં આવે તો યુગપ ઉત્પન્ન થનારાં ગાયનાં ડાબા અને જમણા બન્ને શિંગડાઓમાં જેમ સાધ્યસાધનભાવ સંભવતો નથી તેમ કોઈપણ યુગપતુ ઉત્પન્ન બે પદાર્થોમાં સાધ્યસાધનભાવ સંભવે જ નહિ.
(૧૭) અર્થપત્તિસમા–અર્થાપતિ દ્વારા નિરસન કરવું તે અર્થપત્તિસમા જાતિ છે. ઉદાહરણ –જો અનિત્ય સમાન કૃતક હોવાથી શબ્દ અનિત્ય છે તો તેમાંથી અર્થાત ફલિત થાય કે નિત્ય સમાન હોવાથી શબ્દ નિત્ય છે અને શબ્દનું નિત્ય આકાશ સાથે નિરવયવત્વ ધર્મના આધારે સાધમ્મતો છે જ. અહીં પણ દોષોભાવનની રીત જ જુદી
(૧૮) અવિશેષસમા – વિશેષતાના અભાવની આપત્તિ આપી નિરસન કરવું તે અવિશેષસમા જાતિ છે. ઉદાહરણ જો શબ્દ અને ઘટનો એક ધર્મ કૃતત્વ માનશો તો સમાન ધર્મ તે બન્ને ધરાવતા હોવાના કારણે તે બન્નેમાં કોઈ વિશેષતા નથી, તેવી જ રીતે સર્વ પદાર્થોમાં વિશેષતાના અભાવની આપત્તિ આવશે.
(૧૯) ઉપપત્તિસમા – ઉપપત્તિ દ્વારા નિરાસ કરવો તે ઉપપત્તિસમાં જાતિ છે. ઉદાહરણ–જો કૃતત્વની ઉપપત્તિ દ્વારા શબ્દ અનિત્ય છે તો નિરવયવત્વની ઉપપત્તિ દ્વારા શબ્દ નિત્ય કેમ નહિ? અહિ નિત્યતા અને અનિત્યતા બન્ને પક્ષોની ઉપપત્તિ થવાથી અનધ્યવસાયમાં (અનિશ્ચયમાં) પર્યવસાન થવું વિવક્ષિત છે. આમ દોષોભાવનની રીતમાં જ ભેદ છે.
(૨૦) ઉપલબ્ધિસમા – ઉપલબ્ધિ દ્વારા નિરાસ કરવો તે ઉપલબ્ધિસમા જાતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org