Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૬૫ निग्रहस्थानानां वादेऽपि न विरोधोऽस्ति । तन्न वादात् जल्पस्य कश्चिद् विशेषोऽस्ति । लाभपूजाख्यातिकामितादीनि तु प्रयोजनानि तत्त्वाध्यवसायसंरक्षणलक्षणप्रधानफलानुबन्धीनि पुरुषधर्मत्वाद्वादेऽपि न निवारयितुं પર્યતા
70. શંકા – “પૂર્વોક્ત લક્ષણો ધરાવતો અને વધુમાં છલ, જાતિ, નિગ્રહસ્થાન, સાધન અને દૂષણના પ્રયોગવાળો જલ્પ છે.” ન્યિાયસૂત્ર, ૧.૨.૨.]. પ્રતિપક્ષની સ્થાપનાથી રહિત તે જિલ્પ] વિતંડા છે.” ન્યિાયસૂત્ર, ૧.૨.૩]. આમ જલ્પ અને વિતંડાનાં લક્ષણો ભિન્ન હોવાથી જલ્પ અને વિતંડા એ બે કથાઓ પણ છે જ.
સમાધાન – પ્રતિપક્ષની સ્થાપનાથી રહિત વિતંડાને કથા ન ગણી શકાય. વૈતંડિક પોતાના પક્ષનો સ્વીકાર કરીને પણ તેને સિદ્ધ કરતો નથી પરંતુ જેમ તેમ બોલીને કેવળ પરપક્ષને દૂષિત કરે છે, એટલે તેનું કથન ધ્યાન દેવા યોગ્ય યા ઉપાદેય કેવી રીતે હોઈ શકે? હા, જલ્પમાં વાદી અને પ્રતિવાદી બન્ને સ્વપક્ષસાધન અને પરપક્ષદૂષણ કરે છે એટલે તે કથા તો છે તેમ છતાં તે વાદથી ભિન્ન નથી. વાદમાં જ તેનો સમાવેશ થઈ જાય છે.
શંકા-કલ્પમાંછલ, જાતિ, નિગ્રહસ્થાનની પ્રચુરતા હોય છે એટલે તેનો સમાવેશ વાદમાં ન થઈ શકે.
સમાધાન – ના, એમ કહેવું યોગ્ય નથી, કારણ કે છલ અને જાતિ ખરેખર દૂષણાભાસ છે એટલે અપ્રયોજ્ય છે અને નિગ્રહસ્થાનો તો વાદમાં પણ પ્રયુક્ત હોય છે કારણ કે તેમાં કોઈ વિરોધ નથી.
નિગ્રહો બે પ્રકારના છે–અનુચિત અને ઉચિત. ચાબૂક ફટકારવો, ધોલ મારવી, મોટું બંધ કરી દેવું આદિ અનુચિત નિગ્રહો છે. જલ્પમાં પણ આવા અનુચિત નિગ્રહોનો પ્રયોગ કરવામાં આવતો નથી. ઉચિત નિગ્રહસ્થાનોનો પ્રયોગ તો વાદમાં પણ કરવામાં આવે છે, તેમાં કોઈ વિરોધ નથી. તેથી વાદથી જલ્પમાં કોઈ વિશેષતા નથી. માટે વાદથી ભિન્ન જલ્પ નથી. વાદમાં જ જલ્પ સમાવિષ્ટ છે.]
લાભ, પૂજા અને ખ્યાતિની ઇચ્છા વગેરે પ્રયોજનો તત્ત્વસંરક્ષણરૂપ પ્રધાન ફળના ઉપર આધાર રાખતા ગૌણ યા આનુષંગિક ફળો છે અને આ જાતની ઇચ્છાઓ રૂપ પ્રયોજનોને રોકી શકાતાં નથી. [તાત્પર્ય એ છે કે લાભ, પૂજા, ખ્યાતિની ઇચ્છા આદિ પ્રયોજનો જલ્પમાં હોય છે અને વાદમાં નથી હોતાં એવું નથી. એટલે આ પ્રયોજનોના હોવા ન હોવાના આધારે જલ્પ અને વાદનો ભેદ કરી શકાય નહિ.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org