Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૬૧
(૧) વાછલ જ્યારે અનેક અર્થો ધરાવતા એક શબ્દનો પ્રયોગ વક્તા કરે ત્યારે વક્તાને અભિપ્રેત અર્થ જાણી જોઈને છોડી બીજા અર્થની કલ્પના કરીને વક્તાના વચનને તોડવું, તેનો પ્રતિષેધ કરવો તે વાછલ છે. ઉદાહરણ કોઈ કહે છે, ‘આ બાલક પાસે નવકમ્બલ છે.’ વક્તાને ‘નવ' શબ્દનો વિક્ષિત (અભિપ્રેત) અર્થ નવીન છે. (અર્થાત્ તે કહેવા માગે છે, ‘આ બાલક પાસે નવીન કમ્બલ છે’). પરંતુ બીજી વ્યક્તિ ‘નવ’ શબ્દ ઉપર સંખ્યાનો આરોપ કરીને વક્તાના વચનનું ખંડન કરે છે ‘ક્યાં છે તેની પાસે નવ (૯) કમ્બલ?’ [શબ્દની શક્તિવૃત્તિના અર્થાત્ અભિધાવૃત્તિના વ્યત્યયથી અર્થાન્તરની કલ્પના વક્તાના વચનને તોડવા માટે કરવી તે વાછલ છે. શબ્દની અનેકાર્થતાનો અહીં આશરો લેવામાં આવે છે.]
-
(૨) સામાન્યછલ જ્યારે વક્તાએ સંભાવનાના આધારે એવું સામાન્યનું કથન કર્યું હોય જેને શબ્દશઃ લેતાં તે અનભીષ્ટ કિસ્સાઓને પણ લાગુ પડી જાય ત્યારે બીજી વ્યક્તિ તે કથન ઉપર તાર્કિક હેતુપણાનો આરોપ કરી તેનું ખંડન કરે છે, આ રીતનું વચનખંડન સામાન્યછલ છે. ઉદાહરણ ‘અહો ખરેખર આ બ્રાહ્મણ વિદ્યાચરણસમ્પન્ન છે’ એમ બ્રાહ્મણસ્તુતિના પ્રસંગે કોઈ કહે છે ત્યારે કોઈ બોલે છે, ‘બ્રાહ્મણમાં વિદ્યાચરણસમ્પત્તિ સંભવે છે’, આ વાક્ય સાંભળી છલવાદી બ્રાહ્મણત્વમાં હેતૃત્વનો આરોપ કરી પૂર્વોક્ત વચનનું ખંડન કરતો કહે છે, ‘જો બ્રાહ્મણમાં વિદ્યાચરણસંપત્તિ હોય તો વ્રાત્યમાં પણ તે હોવી જોઈએ કારણ કે તે પણ બ્રાહ્મણ છે.’
—
---------
[તાત્પર્ય આ છે - અહીં બ્રાહ્મણ હોવાના કારણે તેનામાં વિદ્યાચરણસંપત્તિ હોવાની સંભાવનામાત્ર જણાવવામાં આવી છે. પરંતુ છલવાદીએ બ્રાહ્મણત્વને હેતુ માની લીધો, અર્થાત્ આ પુરુષ વિદ્યાચરણસમ્પન્ન છે કારણ કે તે બ્રાહ્મણ છે, જે બ્રાહ્મણ હોય છે તે વિદ્યાચરણસમ્પન્ન હોય છે. આમ છલવાદી બ્રાહ્મણત્વ ઉપર હેતુત્વનો આરોપ કરી, હેતુનો સાધ્ય સાથે વ્રાત્યમાં વ્યભિચાર દર્શાવે છે. આ સામાન્યછલ છે.
બીજા શબ્દોમાં, તાત્પર્યવૃત્તિના વ્યત્યયથી અર્થાન્તરની કલ્પના કરી વક્તાના વચનને તોડવું તે સમાન્યછલ છે. ઉદાહરણાર્થ, બ્રાહ્મણમાં વિદ્યા સંભવે છે એવા આશયથી વાદીકહે છે, ‘બ્રાહ્મણમાં વિદ્યા હોય છે.’ આ સાંભળી પ્રતિવાદી વાદીનો આશય (તાત્પર્યાર્થ) ‘સંભવ’ અર્થમાં હતો તે ઉલટાવી ‘નિયમ' અર્થમાં કલ્પે છે અને વાદીના વચનનું ખંડન કરતાં કહે છે, ‘કેટલાક બ્રાહ્મણો વિદ્યાવિહીન હોય છે.']
Jain Education International
-
(૩) ઉપચારછલ — શબ્દનો પ્રયોગ ઉપચરિત અર્થમાં કરવામાં આવ્યો હોય ત્યારે શબ્દનો મુખ્યાર્થ ગ્રહી તેને આધારે વચનનું ખંડન કરવું તે ઉપચારછલ છે. ‘મંચો શોરબકોર કરે છે’ એમ કોઈ કહે છે ત્યારે બીજો તેનું ખંડન કરે છે અને કહે છે, ‘અચેતન
For Private & Personal Use Only
www.jainelibrary.org