Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
पक्षधर्मत्वं हेतोर्लक्षणं तदभावेऽप्यन्यथानुपपत्तिबलाद्धेतुत्वोपपत्तेरित्युक्त
પ્રાયમ્ । મટ્ટોઽપ્યા.—
"पित्रोश्च ब्राह्मणत्वेन पुत्रब्राह्मणतानुमा । सर्वलोकप्रसिद्धा न पक्षधर्ममपेक्षते ॥” इति ।
38. અસત્ અર્થાત્ અવિદ્યમાન હેતુમાં અન્યથાનુપપત્તિ (અવિનાભાવ) હોતી નથી, તેથી જે હેતુની સત્તાની સિદ્ધિ ન હોય તે અસિદ્ધ હેત્વાભાસ છે, સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ છે, જેમ કે ‘શબ્દ અનિત્ય છે કારણ કે તે ચાક્ષુષ છે' [અહીં ચાક્ષુષત્વ હેતુ શબ્દમાં અવિદ્યમાન છે]. પરંતુ આ ચાક્ષુષત્વ હેતુ પક્ષનો ધર્મ ન હોવાથી (અર્થાત્ પક્ષમાં ન રહેતો હોવાથી) અસિદ્ધ છે એમ માનવું ન જોઈએ, તે જણાવવા માટે ‘નાન્યથાનુપપન્ન:’ (‘હેતુમાં અન્યથાનુપપત્તિ હોતી નથી તેથી') એમ સૂત્રમાં કહ્યું છે. અન્યથાનુપપત્તિરૂપ હેતુનું લક્ષણ તેનામાં ન હોવાથી તે અસિદ્ધ હેત્વાભાસ છે, અને નહિ કે પક્ષધર્મતા તેનામાં ન હોવાથી. તેનું કારણ એ છે કે પક્ષધર્મતા હેતુનું લક્ષણ નથી કેમ કે હેતુમાં પક્ષધર્મતા ન હોય પણ અન્યથાનુપપત્તિ હોય તો તેના બળે હેતુ ગમક બને છે. તેથી પક્ષધર્મતા નહિ પણ અન્યથાનુપપત્તિ જ હેતુનું લક્ષણ છે એ અમે પહેલાં જ જણાવી ગયા છીએ. કુમારિલ ભટ્ટે પણ કહ્યું છે, “માતાપિતા બ્રાહ્મણ હોવાના કારણે’ એ હેતુથી પુત્રના બાહ્મણત્વનું અનુમાન સર્વલોકમાં પ્રસિદ્ધ છે, પરંતુ આ અનુમાન હેતુમાં પક્ષધર્મતાની અપેક્ષા નથી રાખતું.’
૨૩૩
39. તથા ‘અનિશ્ચિતતત્ત્વઃ' સન્દ્રિધસત્ત્વ: ‘નાન્યથાનુપપત્ર:' કૃતિ सत्त्वस्य सन्देहेऽप्यसिद्धो हेत्वाभासः सन्दिग्धासिद्ध इत्यर्थः । यथा बाष्पादिभावेन सन्दिह्यमाना धूमलताग्निसिद्धावुपदिश्यमाना, यथा चात्मनः सिद्धावपि सर्वगतत्वे साध्ये सर्वत्रोपलभ्यमानगुणत्वम्, प्रमाणाभावादिति
॥૬॥
39, તથા જે હેતુ અનિશ્ચિત (સંદિગ્ધ) સત્ત્વવાળો હોય છે તે પણ અન્યથાનુપપત્તિથી રહિત હોય છે. એટલે હેતુના સત્ત્વ વિશે સંદેહ હોય ત્યારે પણ તે હેતુ અસિદ્ધ હોય છે, સંદિગ્ધાસિદ્ધ હોય છે, જેમ કે જેને અંગે તેના બાષ્પ આદિ હોવાનો સંદેહ થાય તે ધૂમરેખાને અગ્નિની સિદ્ધિમાં હેતુ તરીકે આપવી. બીજું ઉદાહરણ—— આત્મા સિદ્ધ હોવા છતાં તેની સર્વવ્યાપકતા સિદ્ધ કરવા માટે કોઈ આવો હેતુપ્રયોગ કરે છે ઃ ‘આત્મા સર્વવ્યાપક છે કારણ કે તેના ગુણો સર્વત્ર ઉપલબ્ધ થાય છે.’ અહીં આપવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org