Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૪૫ #સ્મિન ? “” “મરણધર્મન્નિત્વો ' ક્ષાવિત્યાહ 'वचनात्' 'रागात्' च । तत्र संन्दिग्धसाध्यधर्मान्वयो यथा विवक्षितः पुरुषविशेषो रागी वचनाद् रथ्यापुरुषवत् । सन्दिग्धसाधनधर्मान्वयो यथा मरणधर्माऽयं रागात् रथ्यापुरुषवत् । सन्दिग्धोभयधर्मान्वयो यथा किञ्चिज्झोऽयं रागात् रथ्यापुरुषवदिति । एषु परचेतोवृत्तीनां दुरधिगमत्वेन साधर्म्यदृष्टान्ते रथ्यापुरुषे रागकिञ्चिज्ज्ञत्वयोः सत्त्वं सन्दिग्धम् । तथा सन्दिग्धसाध्यव्यतिरेको यथा रागी वचनात् रथ्यापुरुषवत् । सन्दिग्धसाधनव्यतिरेको यथा मरणधर्माऽयं रागात् रथ्यापुरुषवत् । सन्दिग्धोभयव्यतिरेको यथा किञ्चिज्ज्ञोऽयं रागात् रथ्यापुरुषवत् । एषु पूर्ववत् परचेतोवृत्ते१रन्वयत्वाद्वैधर्म्यदृष्टान्ते रथ्यापुरुषे रागकिञ्चिज्ज्ञत्वयोरसत्त्वं सन्दिग्धमिति ॥२५।।
55. સંદિગ્ધસાધ્યાન્વય, સંદિગ્ધસાધનાન્વય અને સંદિગ્ધસાધ્યસાધનાન્વય એ ત્રણ તથા સંદિગ્ધસાધ્યવ્યતિરેક, સંદિગ્ધસાધનવ્યતિરેક અને સંદિગ્ધસાધ્યસાધન વ્યતિરેક એ ત્રણ એમ આ છ દૃષ્ટાન્નાભાસો સંદેહને કારણે બને છે. આ દૃષ્ટાન્તાભાસો કયા છે? તેના ઉત્તરમાં કહ્યું છે કે રચ્યાપુરુષ વગેરે. કયા સાધ્યમાં? રાગ અને મરણધર્મતા તથા અસર્વજ્ઞતા સાધ્યોને સિદ્ધ કરવામાં. શેનાથી સિદ્ધ કરવામાં? તેના જવાબમાં કહે છે કે “વચન અને “રાગ” હેતુથી. આ છ દૃષ્ટાન્તાભાસોનાં ઉદાહરણો નીચે પ્રમાણે છે.
(૧) સંદિગ્ધસાધ્યાન્વય – અમુક પુરુષ રાગી છે કારણ કે તે વક્તા છે, જેમ કે રસ્તે જતો માણસ. (અહીં રસ્તે જતા માણસમાં સાધ્ય રાગનું હોવું સંદિગ્ધ છે, કારણ કે બીજાના ચિત્તની વૃત્તિ જાણવી મુશ્કેલ છે.) (૨) સંદિગ્ધસાધનાન્વય – આ પુરુષ મરણધર્મો છે, કારણ કે એનામાં રાગ છે, જેમ કે રસ્તે જતો માણસ. (અહીં રસ્તે જતા માણસમાં સાધન રાગનું હોવું સંદિગ્ધ છે.) (૩) સંદિગ્ધસાધ્યસાધનાન્વય–આ પુરુષ અસર્વજ્ઞ છે કારણ કે તે રાગી છે, જેમ કે રસ્તે જતો માણસ. (અહીં રસ્તે જતા માણસમાં સાધ્ય અસર્વજ્ઞતા અને સાધન રાગીપણું હોવાં સંદિગ્ધ છે, નિશ્ચિત નથી.)
બીજા પુરુષોના ચિત્તની વૃત્તિ જાણવી દુષ્કર છે. તેથી રસ્તે જતા માણસના ચિત્તમાં રાગ, અલ્પજ્ઞાન છે કે નહિ તેનો નિશ્ચિય થઈ શકતો નથી. અન્વય દષ્ટાન્તમાં સાધ્ય અને સાધન બન્નેનું અસ્તિત્વ નિશ્ચિત હોવું જરૂરી છે. તેમનું અસ્તિત્વ નિશ્ચિત ન હોતાં અર્થાત્ સંદિગ્ધ હોતાં ઉપર્યુક્ત ત્રણ દષ્ટાન્તાભાસો થાય છે.
(૪) સંદિગ્ધસાધ્ય વ્યતિરેક – આ પુરુષ રાગી છે કારણ કે તે વચનો બોલે છે, જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org