Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૩૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા આવેલો હેતુ “કારણ કે આત્માના ગુણો સર્વત્ર ઉપલબ્ધ થાય છે (સર્વત્રોપલભ્યમાનગુણત્વ)' સંદિગ્ધ છે કારણ કે આત્માના ગુણોની સર્વત્રોપલબ્ધિમાં કોઈ પ્રમાણ નથી. (૧૭) 40. સિદ્ધપ્રખેવાનાદ–
वादिप्रतिवाद्युभयभेदाच्चैतद्भेदः ॥१८॥ 40. હવે આચાર્ય અસિદ્ધના ભેદો કહે છે – વાદી, પ્રતિવાદી અને ઉભયના ભેદે અસિદ્ધ હેત્વાભાસના ભેદો થાય છે. (૧૮)
41. “વાહી પૂર્વપક્ષસ્થિતઃ “પ્રતિવારી' ઉત્તરપસ્થિતઃ સમર્થ દવેવ वादिप्रतिवादिनौ । तद्भेदादसिद्धस्य 'भेदः' । तत्र वाद्यसिद्धो यथा परिणामी शब्द उत्पत्तिमत्वात् । अयं साङ्घचस्य स्वयं वादिनोऽसिद्धः, तन्मते उत्पत्तिमत्त्वस्यानभ्युपेतत्वात्, नासदुत्पद्यते नापि सद्विनश्यत्युत्पादविनाशयोराविर्भावतिरोभावरूपत्वादिति तत्सिद्धान्तात् । चेतनास्तरवः सर्वत्वगपहरणे मरणात् । अत्र मरणं विज्ञानेन्द्रियायुनिरोधलक्षणं तरुषु बौद्धस्य प्रतिवादिनोऽसिद्धम्। उभयासिद्धस्तु चाक्षुषत्वमुक्तमेव । एवं सन्दिग्धासिद्धोऽपि वादिप्रतिवाद्युभयभेदात् त्रिविधो बोद्धव्यः ॥१८॥
41. પૂર્વપક્ષનો આશ્રય લેનારો વાદી છે, ઉત્તરપક્ષનો આશ્રય લેનારો પ્રતિવાદી છે અને ઉભય એટલે વાદી અને પ્રતિવાદી બન્નેય. તેમના ભેદથી અસિદ્ધ હેત્વાભાસના ભેદો થાય છે. અર્થાત્ કોઈ હેતુ વાદીને અસિદ્ધ છે, કોઈ પ્રતિવાદીને અસિદ્ધ છે. આવો હેતુ અન્યતરાસિદ્ધ છે. કોઈ હેતુ એવો પણ હોય છે જે બન્નેને અસિદ્ધ હોય છે. આ હેતુ ઉભયાસિદ્ધ છે. આ ત્રણે અસિદ્ધ હેત્વાભાસનાં ઉદાહરણો નીચે પ્રમાણે છે.]
(૧) વાઘસિદ્ધ – શબ્દ પરિણામી છે કારણ કે તે ઉત્પત્તિમાન છે. અહીં કારણ કે તે ઉત્પત્તિમાન છે” આ હેતુ ખુદ વાદી સાંખ્યને અસિદ્ધ છે કારણ કે સાંખ્ય કોઈ પણ પદાર્થને ઉત્પત્તિમાન માનતો નથી. તેના મતે અસતની ઉત્પત્તિ નથી અને સતનો વિનાશ નથી. ઉત્પત્તિ અને વિનાશ એ તો આવિર્ભાવ અને તિરોભાવરૂપ જ છે. આવો સાંખ્યનો સિદ્ધાન્ત છે.
(૨) પ્રતિવાદ્યસિદ્ધ – વૃક્ષો ચેતન છે કારણ કે તેમની બધી ત્વચા (છાલ) કાઢી લેવાથી તેઓ મરી જાય છે. અહીં પ્રતિવાદી બૌદ્ધોને મરણહેતુ અસિદ્ધ છે. બોદ્ધ મતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org