Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૩૭
(૭) વ્યર્થવિશેષણાસિદ્ધ - - શબ્દ અનિત્ય છે કારણ કે તે સામાન્યવાન્ હોતાં કૃતક છે. (સામાન્યવત્ત્વ ક્ષતિ ધૃતાત્. [અહીં સામાન્યવાન્ હોતાં એ હેતુભાગ વિશેષણ છે અને ‘કૃતકત્વ’ હેતુભાગ વિશેષ્ય છે. પરંતુ જે હેતુભાગ વિશેષણ છે તે વ્યર્થ છે. તેથી આ હેત્વાભાસ વ્યર્થવિશેષણાસિદ્ધ છે.]
(૮) સન્દિધવિશેષ્યાસિદ્ધ - આજ પણ કપિલ મુનિ રાગાદિથી યુક્ત છે કારણ કે તે પુરુષ હોતાં તેમનામાં આજ પણ તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયુ નથી. [અહીં હેતુગત વિશેષ્ય ‘કપિલમાં આજ પણ તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયું નથી' (અદ્યાપિ કપિલમાં અનુત્પન્નતત્ત્વજ્ઞાનનું હોવું) સંદિગ્ધ છે. તેથી આ હેત્વાભાસ સંદિગ્ધવિશેષ્યાસિદ્ધ છે.]
(૯) સન્જિગ્યવિશેષણાસિદ્ધ
--
- આજ પણ કપિલ મુનિ રાગાદિથી યુક્ત છે કારણ કે તે સર્વદા તત્ત્વજ્ઞાનથી રહિત હોતાં પુરુષ છે. [અહીં ‘કપિલ મુનિ સર્વદા તત્ત્વજ્ઞાનથી રહિત હોતાં’ એ હેતુભાગ વિશેષણ છે અને તે વિશેષણ સન્દિગ્ધ છે. તેથી આ હેત્વાભાસ સંદિગ્ધવિશેષણાસિદ્ધ છે.]
આ અસિદ્ધ હેત્વાભાસના ભેદો જ્યારે વાદીને અસિદ્ધ તરીકે વિવાક્ષિત હોય ત્યારે વાઘસિદ્ધો છે, જ્યારે પ્રતિવાદીને અસિદ્ધ તરીકે વિક્ષિત હોય ત્યારે પ્રતિવાદ્યસિદ્ધો છે અને જ્યારે ઉભયવાઘસિદ્ધ તરીકે વિક્ષિત હોય ત્યારે ઉભયાસિદ્ધો છે. (૧૯)
44. વિરુદ્ધસ્ય લક્ષળમાદ
विपरीतनियमो ऽन्यथैवोपपद्यमानो विरुद्धः ॥२०॥
44. હવે આચાર્ય વિરુદ્ધ હેત્વાભાસનું લક્ષણ કહે છે
જે હેતુનો સાધ્યથી વિપરીતની (સાધ્યના અભાવની) સાથે અવિનાભાવ હોય અને પરિણામે જે હેતુનું હોવું સાધ્યના વિના જ ઘટતું હોય તે હેતુ વિરુદ્ધ હેત્વાભાસ છે. (૨૦) 45. ‘વિપરીત:' યથોòાદ્વિપર્યસ્તો ‘નિયમ:' અવિનાભાવો યસ્ય સ તથા, તસ્મૈવોપર્શનમ્ ‘અન્યથૈવોપવદ્યમાન:' કૃતિ । યથા નિત્ય: શબ્દઃ कार्यत्वात्, परार्थाश्चक्षुरादयः सङ्घातत्वाच्छ्यनाशनाद्यङ्गवदित्यत्रासंहतपारार्थ्ये साध्ये चक्षुरादीनां संहतत्वं विरुद्धम् । बुद्धिमत्पूर्वकं क्षित्यादि कार्यत्वादित्यत्राशरीरसर्वज्ञकर्तृपूर्वकत्वे साध्ये कार्यत्वं विरुद्धसाधनाद्विरुद्धम् ।
'
18
Jain Education International
―――――――
45. યથોક્ત અવિનાભાવનિયમથી ઊલટો નિયમ જે હેતુનો હોય તે હેતુ વિરુદ્ધ હેત્વાભાસ છે. આ જ વસ્તુને દર્શાવવા ‘અન્યશૈવોપપદ્યમાન (હેતુ)' પદ સૂત્રમાં મૂક્યું છે. તેનો અર્થ છે ‘અન્યથા અર્થાત્ સાધ્યના વિના જ જેનું હોવું ઘટતું હોય તે હેતુ.’
For Private & Personal Use Only
www.jainelibrary.org